ગુજરાતના આ ગામ માં સાક્ષાત બિરાજે છે માં મોગલ,અહીં દર્શન માત્રથી ભક્તો ની મનોકામના પૂર્ણ થાય છે..

આપણા ગુજરાતની ધરતી ઉપર ધર્મના અલગ અલગ દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. એટલું જ નહીં ગુજરાતની ધરતી ખૂબ જ પવિત્ર છે અને જ્યાં ઘણા બધા દેવતાઓએ વાસ કર્યો છે.મંદિરમાં દેવી દેવતાઓ હાજર હોવાથી ભક્તો પણ ખૂબ જ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે મંદિરે આવતા હોય છે અને ભક્તો પોતાની ભાવ અને શ્રદ્ધા દ્વારા પોતાના ઇષ્ટદેવ પાસે મનોકામના રાખતા હોય છે.
તેમાં ઘણા ભક્તો પોતે માનેલી માનતા પણ પૂરી કરવા માટે મંદિરે આવતા હોય છે.ભક્તો પણ દેવી-દેવતાઓને ખૂબ શ્રદ્ધાથી અને આસ્થાથી માને છે. તેવામાં આજે આપણે મા મોગલના એક મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં માં મોગલ હાજરા હજુર છે. ચાલો જાણીએ તે મંદિર વિશે આ મંદિર રાજકોટ જિલ્લાની અંદર આવેલા ઉપલેટા તાલુકાના ખાખી જાળીયા ગામ ની અંદર આવેલું છે, જ્યાં માં મોગલ એ સાક્ષાત પરચો બતાવ્યો છે.
જેનું નામ આંબાવાડી માં મોગલ છે આ ગામની અંદર આંબાના ઝાડ પણ છે, તેવું જાણવા મળી રહ્યું છે. માહિતી પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે, આ ગામની અંદર એવા ઘણા લોકો હતા કે, તેઓ જીવનમાં ક્યારેય માં મોગલ ને માનતા નહોતા, પરંતુ આ ગામના બધા જ લોકો એ માં મોગલ નો પરચો જોતા ની સાથે જ, માં મોગલ ને માનવા લાગ્યા હતા, માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે.
અને તે પોતાના ભક્તોની ઉપર ક્યારે પણ આંચ આવવા દેતા નથી. મળતી માહિતી પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે, માં મોગલ ની મૂર્તિ ભારે વજનદાર હોવાને કારણે કોઈ લોકો ઉપાડી શકતા નહોતા, એવામાં નાની વયના આહીર યુવતીએ માત્ર જય માં મોગલ બોલીને આ મૂર્તિને ઊંચકી અને તેના સહેલાઈથી મૂર્તિ ને ઉપાડી લીધી હતી.
તેમજ નાની વઇ ની મહિલાનું નામ વર્ષાબેન હતું. એવામાં કહીએ તો આ વર્ષાબેન ની અંદર માં મોગલ હાજરાહજૂર છે. એવું સૌ કોઈ લોકો માની રહ્યા છે.જે ગામના લોકો મા મોગલ ને માનતા નહોતા. તે જ ગામની અંદર માં મોગલ નું મંદિર બનાવવામાં આવ્યું છે.
મા મોગલ નો મહિમા પણ અપરંપાર છે, તેમજ તેમના દર્શન માત્રથી તેમના ભક્તોના તમામ દુઃખ દર્દ દૂર થઈ જાય છે. તેમજ ભક્તો પણ માં મોગલ ને એટલા જ માને છે. માં મોગલ માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે, તેને કોઈપણ પ્રકારના દાન અથવા તો પેટની જરૂર નથી, આજ દિન સુધી માં મોગલ ઘણા લોકોને પોતાના પરચા બતાવ્યા છે.