માં મોગલનો ચમત્કાર/અમેરિકા થી આ મહિલા માં મોગલની માનતા પુરી કરવા મોગલધામ આવી,માં મોગલે કર્યો હતો આ ચમત્કાર..

મા મોગલ ધામ ઉપર થી આજ સુધી કોઈ પણ વ્યક્તિ દુઃખી તેને ઘરે આવી નથી અને મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખ દૂર થઈ જતા હોય છે અને દૂરથી કબરાઉ કચ્છમાં મોગલ ના દર્શન કરવા માટે હંમેશા શ્રધ્ધાળુઓ આવતા હોય છે.
મા મોગલ ના મંદિરમાં અનેક પરચાઓ આપણે સાંભળ્યા છે અને વર્ષોથી લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે માં મોગલ ધામ સુધી આવતા હોય છે માં મોગલ ના મંદિર ના ધામમાં આ દિવસ સુધી અનેક લોકોએ માં મોગલ ના પરચા જોયા છે અને જીવનમાં દુઃખ દૂર થયા છે.
માં મોગલ પૈસાની ભુખી નથી પરંતુ ફક્ત શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર છે મનિધર બાપુ નું કહેવું છે કે ફક્ત માં મોગલ ઉપર સાચા દિલથી અને શ્રદ્ધા રાખવાથી તમામ કાર્ય સો ટકા પૂર્ણ થશે અને માં મોગલ ઉપર ચોક્કસ રીતે વિશ્વાસ રાખવો જોઈએ.
મણીધર બાપુ જણાવે છે કે માં મોગલ ને યાદ કરવાથી તમારા સંપૂર્ણ કામ ચોક્કસ રીતે પૂર્ણ થઇ જશે કબરાઉ ખાતે આવેલ મંદિરમાં મણીધર બાપુ બિરાજમાન છે અને મોટી સંખ્યામાં લોકો અહીં દૂર દૂરથી આવતા હોય છે.
મણીધર બાપુ દ્વારા અવાર-નવાર લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે કહેતા હોય છે. થોડા સમય પહેલા એક મહિલા છેક અમેરિકાથી કબરાઉ ધામમાં પોતાના માનતા પૂરી કરવા માટે આવી હતી. આ મહિલા તેના હાથમાં 1,51,000 રૂપિયા લઇને આવી હતી. તે પૈસા મહિલાએ મણિધર બાપુને આપી દીધા.
ત્યારે મણિધર બાપુએ મહિલાને પૂછ્યું કે કેવી માનતા માની હતી ત્યારે મહિલાએ કહ્યું હતું કે બાપુ મને છેલ્લા કેટલાય દિવસોથી મારી કમરમાં ખુબ જ દુખાવો થતો હતો. તેની મે ઘણી દવાઓ કરી પણ કોઈ ફરક પડ્યો ન હતો.
આ દુખાવાને દૂર કરવા માટે મેં લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો પણ કઈ ફરક ના પડ્યો એટલે માં મોગલને યાદ કરીને મે માનતા માની હતી કે હે માં મોગલ મારો કમરનો દુખાવો દૂર થઇ જશે તો હું કબરાઉ ધામમાં આવીને 1.51 લાખ રૂપિયા ચઢાવીશ.
ત્યારબાદ માનતા રાખ્યા ના થોડાક જ દિવસમાં મહિલાનો કમરનો દુખાવો દૂર થઇ ગયો તો મહિલા ખુબ જ ખુશ થઇ ગઈ. તે પછી મહિલા તરત જ કબરાઉ માં મોગલના ધામ માં મોગલ ના દર્શન કરવા પહોંચી હતી અને મણિધર બાપુને 1.51 લાખ રૂપિયા આપ્યા.
ત્યારે મણીધર બાપુએ કહ્યું તમારી બધી માનતા માં મોગલે સ્વીકારી લીધી છે, તેમ કહીને તે મહિલાને પૈસા પાછા આપી દીધા અને કહ્યું માં મોગલમાં વિશ્વાસ રાખજે બેટા તારા બધા કામો પૂરા થઈ જશે.