રાત્રે એકલી ફરતી યુવતીઓ સાવધાન, અહીં ફરવા નીકળેલી એક યુવતીનો ફોન ચોરી કર્યા બાદ બનાવી હવસનો શિકાર.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

રાત્રે એકલી ફરતી યુવતીઓ સાવધાન, અહીં ફરવા નીકળેલી એક યુવતીનો ફોન ચોરી કર્યા બાદ બનાવી હવસનો શિકાર..

Advertisement

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદમાં વોકિંગ કરવા નીકળેલી યુવતી પર એક યુવકે દુષ્કર્મ આચર્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. રેપ પીડિતાએ જણાવ્યું હતું કે, રોજ હું જમીને બહાર વોક કરવા જાઉં છું.

ગઈકાલે રાત્રે 3 છોકરા આવ્યા અને એ લોકોએ મને બાઇકથી મને ટક્કર મારી હતી. જેથી હું પડી ગઈ હતી અને મને છરો બતાવીને ઘસડીને લઈ ગયા હતા. એમાંથી એક છોકરાએ મારી સાથે ખરાબ કૃત્ય કર્યું હતું.

વાઘોડિયા તાલુકાના જરોદની 23 વર્ષીય યુવતીને પતિ સાથે ન બનતા છેલ્લા 8 માસથી તે માતા-પિતા સાથે જરોદ રહી ઘરકામ કરતી હતી. રોજ જમ્યા બાદ ઘર પાસે આવેલા હાલોલ-વડોદરા રોડ પરના સર્વિસ રોડ પર હોટલ વે વેઈટ સુધી વોકિંગ કરવાનો યુવતીનો રોજિંદો નિત્યક્રમ બની ગયો હતો.

ગત રોજ રાતે દસેક વાગ્યાની આસપાસ વોકિંગ કરી પરત પોતાના ઘરે પરત ફરતી યુવતી પોતાના બોયફ્રેન્ડ સાથે મોબાઈલ પર વાત કરતી હતી. યુવતીને એકલી જોઈ અજાણ્યા બાઈક ચાલકે પીછો કરતાં આવી યુવતીને ટક્કર મારી પાડી દીધી હતી.

વડોદરા-હાલોલ એક્સપ્રેસ હાઇવેના સર્વિસ રોડ પર નાઇટ વોક કરવા ગયેલી 23 વર્ષીય યુવતીને ગઇકાલે રાત્રે ત્રણ યુવકોએ ટક્કર મારી હતી. એકલતાનો લાભ લઈ ત્રણ યુવકો યુવતીને જરોદ સરકારી હોસ્પિટલ પાસે ખેંચી ગયા હતા. ફોન છીનવી લીધા બાદ છરીના ઘા વાળાએ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.

આ ગુનામાં પોલીસે સુરતના ચાર યુવકોની ધરપકડ કરી છે. જરોદની 23 વર્ષીય યુવતી તેના નિત્યક્રમ મુજબ ગત રાત્રે નવ વાગ્યે ફરવા નીકળી હતી. સર્વિસ રોડ પર ચાલતી વખતે યુવતી તેના બોયફ્રેન્ડ સાથે ફોન પર વાત કરી રહી હતી.

દરમિયાન સરકારી હોસ્પિટલની દિવાલ પાસે પાછળથી સંજય નામનો યુવક આવ્યો હતો. 10 વાગે પ્રવીણ ઉર્ફે ચીકુ સામેથી બાઇક લઇને આવ્યો હતો, યુવતી અકસ્માતમાં પડી ગઇ હતી. તરત જ ત્રીજો યુવક ત્યાં પહોંચી ગયો અને રૂ. દસ હજારનો ફોન ચોરી ગયો હતો.

સંજયે યુવતીને છરી બતાવીને ધમકી આપી હતી. ત્યારબાદ ત્રણેય યુવકો યુવતીને જરોદ સરકારી હોસ્પિટલની દિવાલ પાસે ખેંચી ગયા હતા. પ્રવીણ અને તેના સાગરિતો યુવતીને પકડી લેશે જ્યારે સંજય તેના પર બળાત્કાર કર્યો હતો.

બીજી તરફ, કોઈ પીછો કરતો હોવાની ફોન પર વાત યુવતીની વાત સાંભળી તેના બોયફ્રેન્ડે ઘટના સ્થળની નજીકના પંપે નોકરી કરતા મિત્રને યુવતીને મદદ માટે દોડાવ્યો હતો.

યુવતીની મદદ માટે પહોંચેલા યુવક સાથે ત્રણેય યુવકોએ ઝપાઝપી કરી અને ત્યારબાદ છરો ફેંકી અને બાઇક છોડી દવાખાનાની દિવાલ કુદી ફરાર થઈ ગયા હતાં.

જરાદ પોલીસે IPC 376, 192, 394, 354D, 12૦ B, 506(2), 11 મુજબ મોડીરાતે ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં પોલીરી આજે સવારે સુરતના કુલ ચારની અટકાયત કરી છે.

દુષ્કર્મનો મુખ્ય આરોપી સંજય ભનુ ચુડાસમા (દેવીપુજક) (ઉ.23, મૂળ રહે. રૂપાવટી ગામ, મહુવા, ભાવનગર, હાલ, સુરત)ને પ્રવિણ ઉર્ફે ચીકુ અર્જુન સોલંકી (રાજપુત).

(ઉ.25, મૂળ રહે ચલાલી, કાલોલ, પંચમહાલ, હાલ, સુરત) અને વિઠ્ઠલ ભાણજી સોલંકીએ (દેવીપુજક) (ઉં.19, મૂળ રહે ખીજડીયા ગામ, અમરેલી, હાલ, સુરત) મદદ કરી હતી. આર્યન રાજેશ કાળે (મરાઠી) (ઉ. 19, રહે. કીર્તિ નગર ફ્લાય ઓવર બ્રિજ નીચે, સુરત) વોચમાં હતો.

તમને જણાવી દઈએ કે 3 મહિના પહેલા જ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ પંથકમાં એક સગીર વિદ્યાર્થિનીનું બે હવસખોર યુવાન કારમાં અપહરણ કરીને ફાર્મ હાઉસમાં લઇ ગયા હતા.

જોકે, અપહરણકારો સગીરા સાથે દુષ્કર્મ આચરે તે પહેલાં જ સગીરાના પરિવારજનો પહોંચી જઈને અપહરણકારોની ચુંગાલમાંથી દીકરીને મુક્ત કરાવી હતી.

ફાર્મ હાઉસમાં સગીરાના પરિવારને જોઇ ચોંકી ઉઠ્યા હતા અને પરિવારને ચકમો આપી ફરાર થઇ ગયા હતા. જોકે, જરોદ પોલીસ ગણતરીના કલાકોમાં બે અપહરણકારો પૈકી એકની ધરપકડ કરી લીધી હતી.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button