સુરતના આ પરિવારે બનાવડાવી એવી કંકોત્રી કે જોઈને તમે પણ બોલી ઉઠશો શું વાત છે, કંકોત્રીમાં લખેલું છે આવું…

હાલ ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે લગ્નના રીતિ-રિવાજો અને લગ્નોમાં ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે.લગ્નને યાદગાર બનાવવા માટે લોકો ખુબજ અલગ અલગ પ્રકારની કંકોત્રીઓ બના વડાવતા હોય છે.લગ્નની કંકોત્રી દરેક યુગલ એવી બનાવડાવવા માંગતા હોય છે કે જે એક જીવનભરની યાદ બની રહે.
પરંતુ હાલમાં આજનું યુવાધન પોતાની લગ્નની કંકોત્રીને અલગ જ રીતે બનાવડાવી રહ્યા છે. જેનાથી લોકો અને સમાજને એક સંદેશ પહોચાડી શકાય.તો આજે આપણે આવા જ એક ખાસ લગ્નની કંકોત્રી વિશે વાત કરીશું.
આજકાલ સોશિયલ મીડિયાના યુગમાં સોશિયલ મીડિયા પર કંઈ પણ વાઈરલ થાય છે, ત્યારે હવે સુનરાતના રાદડિયા પરિવારની કંકોત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો ખૂબ જ લખી રહ્યા છે.
ખાસ કરીને આ લગ્નની કંકોત્રી ફેસબુકના અલગ-અલગ પેજ અને ગ્રુપ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, તો ચાલો જાણીએ આ કંકોત્રીમાં શું ખાસ છે?
સૌથી પહેલા કંકોત્રીની વાત કરીએ તો આ કંકોત્રી સુરતમાં રહેતા કાર્તિક રાદડિયા નામના યુવકના લગ્નની છે. કાર્તિકના લગ્ન 1-2-2023ના રોજ નક્કી છે.
ત્યારે આ પ્રસંગને યાદગાર બનાવવા માટે આ ખાસ ડિજિટલ કંકોત્રી બનાવવામાં આવી છે. સામાન્ય રીતે કંકોત્રી ચાર પાનાની હોય છે અને તેમાં લગ્નની ઘટનાઓનો ઉલ્લેખ હોય છે.
પરંતુ કાર્તિકના લગ્નની કંકોત્રી ચાર પાના કરતાં લાંબી હોય છે. આ ઉપરાંત લગન કંકોત્રીના વિવિધ પેજ પર વિવિધ પ્રકારની સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી છે.જેમાં વાલી ધોતી યોજના, વિધવા પુનર્લગ્ન યોજના, કુંવરબાઇનુ માતેરૂ, વૃધ્ધા સહાય યોજના અને અન્ય યોજનાઓ વિશે વિશેષ માહિતી આપવામાં આવી છે.
એટલું જ નહીં, આ કંકોત્રીમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ અને છત્રપતિ શિવાજી મહારાજની તસવીરો પણ જોવા મળે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમને પોતાની કંકોત્રીમાં વાત્સલ્ય યોજના, અમૃતમ યોજના, શૈક્ષણિક અભિયાન યોજના તથા વિદેશ અભ્યાસ લોન માટેની યોજના, ભોજન બિલ ની સહાય, વિવિધ ઉચ્ચ અભ્યાસ માટે કોચિંગ સમયની તમામ વિગતો અંદર જણાવેલી હતી. અને તેના આધારે જ આ દરેક યોજનાઓના કયા કયા ફાયદા થાય છે.
તેના વિશે પણ જણાવવામાં આવ્યું હતું અને તેના જ આધારે ઘણા બધા લોકોને ઘણી બધી મદદ થઈ શકે છે.અને આગળ જણાવવામાં આવ્યું હતું કે આ લગ્નની કંકોત્રીમાં સરદાર વલ્લભભાઈ પટેલ સહિત ભગતસિંહ તથા સુભાષચંદ્ર બોઝ નો ફોટો પણ લગાવવામાં આવ્યો હતો.
તેમજ કાર્તિક રાદડિયા એ કહ્યું હતું કે પોતાની આ કંકોત્રીના બીજા પાન ઉપર આઝાદીનો અમૃત મહોત્સવ જે યોજાયો હતો તેની ઝલક પણ બતાવવામાં આવી છે.
એ જ રીતે આપણે જોઈએ છીએ કે લગ્ન પછી કંકોત્રીનો ઉપયોગ થતો નથી પરંતુ સુરતના રાદડિયા પરિવારે એક અનોખી પહેલ કરી છે અને કહી શકાય કે લગ્ન પછી આ કંકોત્રી અનેક પરિવારોને ઉપયોગી થશે અને લોકજાગૃતિ પણ આવશે.
આ અંગે કાર્તિક રાદડિયાએ જણાવ્યું હતું કે, મારે મારી કંકોત્રીમાં સમાજને ઉપયોગી થાય તેવું કઈ કરવું હતું. તેથી મેં આ યોજનાઓ વિશે લખ્યું છે.
છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય, મહિલા સહિત બાળ વિકાસ માટે અસંખ્ય યોજનાઓ અમલમાં છે. પરંતુ નાના-નાના ગામડાઓમાં અશિક્ષિત વર્ગ સુધી આવી યોજનાઓ ઘણા કારણોસર પહોંચી શકતી નથી.
મારા ઘરમાં પણ માતા-પિતા સંપૂર્ણપણે અશિક્ષિત હોવાથી એમને પડેલી તકલીફોથી હું વાકેફ છું. અને એટલે જ એમને પડતી મુશ્કેલીઓએ મને શિક્ષણ અને સમાજમાં કંઈક યોગદાન આપવાની પ્રેરણા આપી છે.
મારી લગ્ન કંકોત્રી મારા મિત્રોએ ફેસબુક, વોટ્સઅપ જેવા સોશિયલ મીડિયા મારફતે શેર કરી હોવાથી આજે અસંખ્ય લોકો સુધી પહોંચી ચુકી છે.
જો આ કંકોત્રી બધા લોકોમાંથી માત્ર 10% લોકોને કંઈ મદદરૂપ થશે તો હું મારા પ્રયત્નોને સફળ માનીશ. મારી કંકોત્રીમાં સરકારની 12 યોજનાઓનો સમાવેશ કર્યો છે