પિતા મુસ્લિમ અને માતા હિન્દુ તો જાણો દીકરો કયા ધર્મમાં માને છે?..

શાહરૂખ ખાને ચાર વર્ષ બાદ ફિલ્મ પઠાણથી જોરદાર કમબેક કર્યું છે. આ ફિલ્મે 5 દિવસમાં 545 કરોડ રૂપિયાની બમ્પર કમાણી કરી લીધી છે.
બોક્સ ઓફિસ પર શાહરૂખ ખાનનું રાજ આજે પણ ચાલુ છે એમ કહેવું ખોટું નહીં હોય. જો કે, વાત કરીએ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની, જે થોડા મહિના પહેલા ડ્રગ સંબંધિત કેસને કારણે રાતોરાત હેડલાઇન્સમાં આવી ગયો હતો.
આજે અમે મીડિયા રિપોર્ટ્સને ટાંકીને તમને જણાવવાનો પ્રયત્ન કરીશું કે આર્યન ખાન કયો ધર્મ ફોલો કરે છે, હિંદુ કે મુસ્લિમ?આર્યન ખાન કયા ધર્મમાં માને છે તેનો ખુલાસો ખુદ ગૌરી ખાને એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો.
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન મુસ્લિમ છે તો ગૌરી હિંદુ છે. ગૌરી કહે છે કે બધા તહેવારો, પછી તે ઈદ હોય કે હોળી, તેના ઘરમાં પૂરા દિલથી ઉજવવામાં આવે છે.
ગૌરીએ વધુમાં કહ્યું કે આર્યન તેના પિતાની ખૂબ જ નજીક છે અને તેને ફોલો કરે છે અને તે પોતાને મુસ્લિમ માને છે. ઈન્ટરવ્યુમાં ગૌરીને પૂછવામાં આવ્યું હતું કે લગ્ન પછી તેણે ધર્મ પરિવર્તન કેમ ન કર્યું?.
આના જવાબમાં ગૌરીએ કહ્યું હતું કે, હું શાહરૂખને ખૂબ પ્રેમ કરું છું અને તેનું સન્માન કરું છું, પરંતુ શું તેનો અર્થ એ નથી કે મારે તેનો ધર્મ અપનાવવો જોઈએ? આ જ વાત શાહરુખને પણ લાગુ પડે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે શાહરૂખની દીકરી સુહાના નાની હતી, ત્યારે તેને સ્કૂલમાં એક ફોર્મ ભરવા માટે કહેવામાં આવી રહ્યું હતું, આ ફોર્મમાં એક જગ્યાએ તેણે પોતાનો ધર્મ જણાવવાનો હતો.
સુહાનાએ માસૂમિયતથી તેના પિતાને પૂછ્યું કે ધર્મ શું છે?જેના જવાબમાં કિંગ ખાને કહ્યું હતું કે અમે ભારતીય છીએ અને અમારો કોઈ ધર્મ નથી.