ગોગા મહારાજનો ચમત્કાર/લીમડા ના ઝાડ માંથી દૂધ નીકળતા લોકોની જામી ભીડ…

આજના હળાહળ કલિયુગમાં પણ અનેક ચમત્કારિક ઘટનાઓ જોવા મળતી હોય છે આજના આ યુગમાં રોજેરોજ અલગ-અલગ ચમત્કારી ઘટનાઓ સામે આવતી હોય છે જેના કારણે લોકોમાં ચમત્કારી ઘટનાઓને લઇને આસ્થા ઉભી થતી હોય છે.
લીમડાના વૃક્ષોમાંથી માત્ર એક જ ઝાડમાંથી નીકળતા દૂધ જેવા પદાર્થની ધાર આસપાસ ઘણા લોકો બેઠા છે કેટલાક ભજન ગાઈ રહ્યા છે અને કેટલાક દીવો પ્રગટાવી રહ્યા છે મહિલાઓ ખોળો ફેલાવીને મન્નત માંગી રહી છે.
જે કોઈ પણ તેના વિશે સાંભળી રહ્યું છે તે તેને જોવા માટે સીધું પહોંચી રહ્યું છે લાખણી તાલુકાના ધુણસોલ ગામે ગોગા મહારાજના મંદિર પાસે એક અજીબ ઘટના સામે આવી લીમડાનાં ઝાડ માંથી દૂધ જેવું પ્રવાહી નીકળવાની ઘટના સામે આવી છે.
લાખણી ના ધુણસોલ ગામે વર્ષો જૂનું ગોગા બાપજી નું મંદિર આવેલ છે જે બેલાળીયા ગોગા મહારાજ નાં નામથી ઓળખાતા આ મંદિરની જગ્યામાં કેટલાક વૃક્ષો છે જે પૈકી એક મંદિરની સામેનાં લીમડાનાં વૃક્ષ માંથી દૂધ જેવું પ્રવાહી નીકળતાં.
ગ્રામજનોમાં ભારે કુતુહલ સર્જાયું લોકો આને ભગવાન નો ચમત્કાર માનીને પુજા અર્ચના પણ કરવામાં આવી રહી છે લોકોનું કહેવું છે કે આ ગોગા મહારાજ નો ચમત્કાર માનીને પુજા અર્ચના કરવામાં આવી રહી છે.
લીમડા માંથી દૂધ જેવું પ્રવાહી નીકળતા ની જાણ આજુબાજુનાં લોકોને થતાં મોટી સંખ્યામાં લોકો આ ઘટના જોવા ઉમટી પડ્યા સમગ્ર ઘટના જોઈ લોકો પણ આચાર્યમાં મુકાયાં અનેક લોકો આ ઘટનાં લઇ દેવી દેવતાઓનો ચમત્કાર માની રહ્યા છે.
અને લોકો દ્વારા પૂજા પાઠ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે પરંતુ આ ઘટનામાં અંધવિશ્વાસ કે પછી કોઈ સચ્ચાઈ આ એક તપાસનો વિષય છે વનસ્પતિ શાસ્ત્ર માં આવી ઘટનાને રસાયણીક ક્રિયા તરીકે વર્ણવવામાં આવી છે.
જેમાં લીમડા ના વૃક્ષ માંથી તરલ પદાર્થ નીકળે તે જીઓલોજીકલ ડીસ ઓર્ડરની બીમારી થઇ હોવાનું જણાવાયું છે લીમડાના થડ માંથી સફેદ દૂધ જેવું પ્રવાહી નીકળે છે એ ઘટના ચાર -પાંચ દિવા બાદ બંધ થઇ જાય છે.