જાણો કોણ છે આ સ્વામિનારાયણ ના સંત જેમને BJP એ આપી છે ટિકિટ,પોતાની પાસે છે કરોડોની સંપત્તિ…

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ચરમસીમાએ પહોંચી છે. ગુરુવાર સુધી રાજ્યભરમાંથી ભરાયેલા ઉમેદવારી પત્રોની સંખ્યા માત્ર 60 હતી. પરંતુ શુક્રવારે એક જ દિવસમાં 430થી વધુ ઉમેદવારી પત્રો ભરાયા છે. શુક્રવારે ઉમેદવારી પત્ર ભરનારા ઉમેદવારોમાં સ્વામિનારાયણ સંત ડીકે સ્વામી પણ સામેલ છે.
ભાજપે તેમને જંબુસર બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. નોમિનેશન એફિડેવિટમાં સબમિટ કરેલી વિગતો મુજબ, તેમની પાસે રૂ. 89 લાખની સ્થાવર મિલકત છે જ્યારે સ્વ-સંપાદિત સ્થાવર મિલકતની ખરીદ કિંમત રૂ. 47 લાખ છે.
બેંકમાંથી કુલ 71.70 લાખની લોન લીધી હતી.તેમની પાસે 50,000 રૂપિયા રોકડા છે, વિવિધ બેંક ખાતાઓમાં 10.99 લાખ રૂપિયા છે. આ ઉપરાંત તેમની પાસે 51 એકરની ચાર ખેતીલાયક જમીન છે.
જેની વર્તમાન કિંમત 47 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે, ગરુડેશ્વર ખાતે 155.17 ચોરસ મીટરનો પ્લોટ, જેની કિંમત 2 લાખ રૂપિયા છે, આમોદ ખાતે એક પેટ્રોલ પંપ છે, જેની વર્તમાન કિંમત 40 લાખ રૂપિયા છે. તેણે બેંકમાંથી કુલ 71.70 લાખ રૂપિયાની લોન લીધી છે.
આ નેતા તેમના સમર્થકો સાથે આજે ફોર્મ ભરવા પહોંચ્યા હતા.દરમિયાન પ્રથમ તબક્કાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો માટે હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. શનિવાર-રવિવારે ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં અને સોમવાર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.
જેના કારણે આજે જે બેઠકો પર પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાવાની છે ત્યાં ફોર્મ આપવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આજે તેમના સમર્થકો સાથે આગેવાનો ફોર્મ ભરવા પહોંચ્યા હતા.
ભગવાં વસ્ત્રો, ગળામાં માળા અને કપાળ પર તિલક લગાવતા સ્વામિનારાયણના સંત ડીકે સ્વામીને જંબુસર બેઠક પરથી ભાજપે રણસંગ્રામમાં ઉતાર્યા છે. આમોદના નાહિયેર ગુરુકુળના સંત અને ભરૂચ સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલના સંચાલક ડીકે સ્વામીને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નજીકના માનવામાં આવે છે.
માત્ર 9 વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરનાર દેવકિશોરજી સાધુ, એટલે કે ડીકે સ્વામી અનેક વર્ષોથી ભાજપ અને સંઘ સાથે જોડાયેલા છે. આમોદમાં 150થી વધુ આદિવાસી પરિવારોના ધર્માંતરણ વચ્ચે જંબુસરમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરી સામે લોકોમાં ભારે નારાજગી હતી.
તેમણે અને તેમના પુત્ર બંનેએ આ વખતે ટિકિટ માગી હતી. જોકે 2017થી ટિકિટ માટે પ્રયાસો કરતા સક્રિય કાર્યકર ડીકે સ્વામીને આ વખતે ટિકિટ મળી છે. ડીકે સ્વામી સ્થાનિક હિન્દુ મતદારો પર મજબૂત પકડ ધરાવે છે. તેમના મોટી સંખ્યામાં અનુયાયીઓ પણ છે.