માં મોગલ કોનો અવતાર છે?,જાણો માં મોગલના પરચા ની વાત,કબરાઉ ધામનો આ વીડિયો જોવો... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

માં મોગલ કોનો અવતાર છે?,જાણો માં મોગલના પરચા ની વાત,કબરાઉ ધામનો આ વીડિયો જોવો…

ભગુડાવાળી માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે. માં મોગલના પરચા લાખો લોકોને થયા છે અને હજુ પણ માં મોગલનો સાક્ષાતકાર લોકોને થાય છે. જે લોકો પણ માં મોગલના દરબારમાં પગ મૂકે છે.

માં કહ્યા વગર જ પોતાના ભક્તની તકલીફ દૂર કરી દે છે. બધા દેવી દેવતાઓમાં માં મોગલ એક છે.જે કહ્યા વગર પોતાના બાળકોના દુઃખ દૂર કરી દે છે. એનું નામ મોગલ કહેવાય.

Advertisement

માં મોગલે હજારો ઘરમાં દીકરા આપ્યા છે. ડોક્ટરોએ પણ થાકીને ના પાડી દીધી હોય કે હવે તમારે સંતાન થવાની કોઈ આશા નથી આવા દંપતીઓના ઘરે માં મોગલે દીકરા આપે છે. ભગુડામાં જાઓ ત્યારે દીવાલ પર હજારો દીકરાઓના ફોટા લાગેલા છે.

આને માં મોગલ કહેવાય.આજે આપણે જાણીશું મોગલ માં નો ઈતિહાસ જાણીશું. આ ઇતિહાસ સાડા તેરસો વર્ષ જુનો છે. મોગલ માં ના પિતાનું નામ દેવસુર ધાંધણીયા અને માતાનું નામ રાણબાઈ માં હતું.

Advertisement

આઈનું જન્મ સ્થળ ભીમરાણા છે. માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા. આથી તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મુંગા છે, પરંતુ તેમની શકિતનો કોઈને ખ્યાલ ન હતો.મોગલ માં ના લગ્ન 40 વર્ષની ઉંમરે થયેલા.

માં મોગલનું સાસરું એટલે જુનગાઢના ભેંસાણ તાલુકાનું ગોરવયાળી ગામ. માતાજી તેના ફઈના દિકરા સાથે પરણેલા. ગઢવી સમાજની એક પ્રથા છે કે ફઈ પાછળ ભત્રીજી જાય છે, એટલે કે ફઈના દિકરા સાથે દિકરીના લગ્ન કરવામાં આવે છે.

Advertisement

ગાડા, ધોડા પર માં ની જાન આવી હતી. માં ને કામમાં 15 જેટલી ગાયો આપી, ભેંસો આપી સાથો સાથ એ સમયે દિકરી સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા, તો એ સમયે આઈ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા.

એ સમયે માં ના લગ્ન અખાત્રીજના રોજ થયા હતા. પહેલાના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું. માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણે માતાજીને ઘણા સવાલ પુછયા.

Advertisement

પરંતુ મોગલ માં કંઈ બોલ્યા નહીં એટલે ચારણે વાંજીને પ્રશ્નો પુછયા તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરીચય પણ આપ્યો. આમ વાતો કરતા કરતા જાણ આગળ વધી.વાંજીએ ચારણને કીધું કે બાપુ, હું કઈક જાણું છું એટલે કવિરાજ બોલ્યા, બેટા તું શું જાણસ?.

ત્યારે વાંજીએ અળદના દાણા લઈ ઘા કર્યો અને કહ્યું જો. પછી જેમ જળબંબાકાર તુટી ગઈ હોય અને હળહળાટ પાણી આવતું હોય, તેમ જાનૈયા કપડા ઉંચા પકડી દુધમાં ઢફળ ઢફળ હાલવા માંડયા અને સાથો સાથ મોગલ માં પણ હાલવા માંડયા.

Advertisement

જેથી લોકોને થયું કે આમાં લાંબી બુઘ્ધી નથી. નકકર આવું ન કરે.વાંજીએ આ પરચો દેખાડયો અને અળદના દાણા નાખી વાંજીએ જંગલ પણ સળગાવ્યું. આમ આગળ વધતા ગયા અને ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા.

ત્યારે મોગલ માં ના સાસરા પક્ષે સામૈયાની તૈયારી કરી અને ઢોલ-નગારા લઈને આવ્યા. પહેલાનાં સમયમાં એવો નિયમ હતો કે દસૈયુ ન્હાયા પછી જ કોઈ નવોઢા તેના કપડા બદલી શકે, પરંતુ મોગલ માં એ તે કપડા તો પહેલા જ બદલી નાખ્યા હતા.

Advertisement

ચારણને મનમાં એક વિચાર આવ્યો કે, તેમણે વાંજીને કોઈપણ પ્રકારની સાબાસી ન આપી. એટલે વાંજીની બાજુમાં જઈ કવિરાજ બોલ્યા કે સાબાસ વાંજી, તું તો કામની બાઈ લાગશ. એટલું બોલી ઉંચો હાથ કરી વાંજીની તાળી લીધી. અને ચારણોનાં રીતિ.

રીવાજ અનુસાર પરનારીની તાળી ન લેવાય. તોય ચારણે તાળી લીધી અને આ તાળીનો પટાકો પડતા મોગલ માં ના ભ્રમર ફર્યા, અને માં એ સામે નજર કરી કહ્યું, એ ચારણ, આ તો આપણી બેન દિકરી કેવાય એની હારે તે હાથ તાળી લીધી.

Advertisement

શરમ નથી આવતી. ઉપરાંત કહ્યું કે, આઈ માં ને જિંદગી પણ તેની જ સાથે કાઢવાની હતી. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મુંગી આઈ બોલી, અને ત્યારે માં કોપાયમાન થયા.

માના વાળ ઉંચા થઈ ગયા અને મહાકાળીરૂપ ધારણ કર્યું. મહાકાળીએ મચ્છરાળી મોગલ કાંકળવાળી લેર કરે ઉપરના છંદ એટલે મહાકાળીમાંથી માં મોગલનું અવતરણ થયું.મોગલનું આ મહાકાળીરૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો.

Advertisement

તેઓ માં ને પગે લાગવા માંડયા પરંતુ માતાજીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની કોઈને જાણ ન હતી. આ સમયે માં મોગલે ધરતીને અરજ કરી મને તારામાં સંભાળી દે અને ધરતી ફાટવા માંડી. પરણેતરના કપડા પહેરેલા અને મોગલ ધીમે-ધીમે ધરતીમાં સમાવવા લાગ્યા.

વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે એક તાળીનાં કારણે માં એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. લોકોને ખબર પડશે. તો જીવવું મુશ્કેલ થઈ જશે. વાંજી આવીને દોડીને આઈના પગમાં પડી અને બોલ્યા કે તાર તોય મારી તું ને માર તોય મારી તું એટલે માં એ દયા ખાઈ વાંજીને ખોળામાં લીઘી.

Advertisement

તો આ કારણે વાંજી આજે પણ ભીમરાણા મોગલ માં સ્થાયે સ્થાપિત છે અને હાલ પણ ભીમરાણાના ફળામાં મેલડી માં, સિકોતેર માં, આઈ વાંજી, વચ્છરાજ સોલંકી અને વીર કે જે ક્ષેત્રપાળ છે. પછી માં મોગલ ગોરવીયાળીની ધરતીમાં સમાઈ ગયા, અને હાલ મોગલ પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે.

ધરતીમાં સમાતા સમયે મોગલ માં ના શબ્દો હતા કે, બાપ ચારણો માટે હરહંમેશ આશીર્વાદ રહેવાના અને નવ લાખ લોબળીયાળીને જન્મ માટે ચારણનો જ ખોળો જોઈએ અન્ય કુળમાં આઈ નો અવતરે.

Advertisement

નવ લાખ લોબળીયાળીમાંથી મોગલે મહાકાળીમાંથી અવતરેલ છે. ધરતીમાં સમાતા સમયે મોગલ માં એ પરણેતરનો પોષાક પહેર્યો હતો. આઈ બોલ્યા કે આ પોષાક પહેર્યો છે તેના કારણે એમનો જે પરીવાર છે, તે દર ત્રણ વર્ષે માં ને આ પોષાક પહેરાવે.

આ કારણે મોગલ માં નો તરવાળો રાતના 12 વાગ્યે પહેરાય છે, અને એ વખતે માં નો ભુવો હોય તે છાબને અડી અને ધાબળી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી માં મોગલનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય તેના પર પડે, અને લોકોમાં કોટીના પાપ નષ્ટ થાય તેવા મોગલ માં ના આશીર્વાદ છે.

Advertisement

આમ છાબને અડવા માં મોગલ આવે અને ત્રણ વર્ષે આઈને વસ્ત્રો ચડાવવામાં આવે તેનું નામ તરવાળો. તરવાળા માટે એક ચારણી ચરજ છે.તરવાળા ઓરાવો માડી તરવાળા ઓરાવો મોળી મોગલ માને કાજે, આઈ ડાઢાળીને કાજે. ઉપર મુજબની ચરજુ ચારણોમાં ગવાય છે.

પહેલાના સમયે રાતના તરવેળાનો સમય હોય, ગુગળનો ધુપ થતા હોય અને ચારણી આઈ ચરજુ ગાય એટલે ભલભલાના હૃદય ધધળી જાય, અને ન ધુણતા હોય એય ધુણવા લાગે. આ આર્ત નાદની તાકાત છે. આર્તનાદ થાય એટલે મળા પણ ઉભા થાય અને ચારણની ધાબળી માંની તાકાત છે કે ધાબળી ઓઢી આઈ મળદા પર હાથ ફેરવે એટલે મળદા પણ ઉભા થઈ જાય.

Advertisement

ચારણોનાં સાડા ત્રણ પાળામાં નવ લાખ લોબળીયાળી, ચોરાસી ચારણ અને અનેક સંત ઈશરા સો પરમેશ્વરા સાંઈજી જુલો, કોલવો ભગત, જેતબાઈ માં, હાંસબાઈ માં, રાધામાં આવા મહાન મહાન દેવતાઓ અને દેવીઓ થઈ ગયા છે.

આમ માંની ચરજુ અલગ અલગ ધામોમાં ગવાઈ છે, પરંતુ માં નો તરવેળો માત્ર ને માત્ર ચારણ જ પહેરી શકે. પરંતુ હાલ ઈત્તર વર્ગ પણ તરવાળા પહેરવા માંડયા છે. ખંભે ધાબળી પણ રાખવા માંડયા છે.

Advertisement

ધાબળી અને તરવાળાનો મહિમા તો ચારણ જ જાણે. આવી ચારણી જોગમાયાઓ ચારણ સમાજમાં થઈ ગઈ. ભારતવર્ષમાં ઘણી જગદંબા પ્રગટ થઇ છે. ગુજરાતમાં મોગલ માં બધાને ફળ આપે છે, પણ મોગલમાં કોણ હતા અને માતાજી કઈ રીતે ચારણ કુળમાં પૂજાય છે એનો ઇતિહાસ આ છે.

આશરે 450 વર્ષ જેટલો પ્રાચિન ઇતિહાસ ધરાવતાં આ માતાજીનાં સ્થાનકનું અનેરૂ મહત્વ રહેલુ છે. તળાજા તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગુડા ગામ આવેલું છે. ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુડા ગામમાં આઈ મોગલ બેઠી છે.

Advertisement

આ ગામ જ્યાં આઈ મોગલ હાજરાહજૂર છે.આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે. દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુડા માઁ મોગલનું ધામ. તો ચાલો જાણીએ આ મોગલધામ ભગુડાનો ઇતિહાસ.

ચારણોનાં સાડા ત્રણ પાળામાં નવ લાખ લોબળીયાળી, ચોરાસી ચારણ અને અનેક સંત ઈશરા સો પરમેશ્વરા સાંઈજી જુલો,કોલવો ભગત,જેતબાઈ માં,હાંસબાઈ માં,રાધામાં આવા મહાન મહાન દેવતાઓ અને દેવીઓ થઈ ગયા છે.

Advertisement

આમ માંની ચરજુ અલગ અલગ ધામોમાં ગવાઈ છે પરંતુ માંનો તરવેળો માત્ર ને માત્ર ચારણ જ પહેરી શકે પરંતુ હાલ ઈત્તર વર્ગ પણ તરવાળા પહેરવા માંડયા છે. ખંભે ધાબળી પણ રાખવા માંડયા છે.

ધાબળી અને તરવાળાનો મહિમા તો ચારણ જ જાણે. આવી ચારણી જોગમાયાઓ ચારણ સમાજમાં થઈ ગઈ તો આવી ચારણી આઈને લઈ ઘનશ્યામગીરીબાપુએ માતાજીના 21 નામની પુસ્તિકા બહાર પાડી છે.

Advertisement

મોગલ માંના 21 નામ એટલે મુંગુઆઈ, માંગલ આઈ, મોગલ આઈ, લાડકીઆઈ, મંગલાઆઈ, મચ્છરાળીઆઈ, હલ્કારીઆઈ, ડાઢાળીઆઈ, શિરોમણી આઈ, રાધેશ્રીઆઈ, ધાંધળીયાણીઆઈ, મોગલેશ્વરાય, મહાકાળી આઈ, ચારણકુળ તારણીઆઈ, જઅસવારી આઈ, નવ લાખ નેજાળી, હેમપાંબાળી, હેમપોબાળી એટલે હિમાલયને પાંખુ આવે અને જે ઠંડો પવન આવે તેવી મહેર વરસાવનાર એટલે મોગલ અને લોબળીયાળી, ઓખાદળવાળી આઈ.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite