દરરોજ મમ્મી પોતાની જમવાની ડીશ નો ફોટો કોઈને વોટ્સએપ ઉપર મોકલતી હતી,દીકરીએ કરણ જાણ્યું તો.... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
Article

દરરોજ મમ્મી પોતાની જમવાની ડીશ નો ફોટો કોઈને વોટ્સએપ ઉપર મોકલતી હતી,દીકરીએ કરણ જાણ્યું તો….

Advertisement

મિત્રો અહીંયા એક પરિવારની વાત છે જ્યારે દીકરો બહારગામ ભણવા ગયો હતો ત્યારે તેને ત્યાં ભણવા માટે ત્રણ વર્ષ પૂરા કરવાના હતા અને દીકરાના મમ્મી ઘરમાં એકલાં જ રહેતાં હતાં દીકરા ના પિતા થોડા વર્ષો પહેલા જ અવસાન પામ્યા હતા દીકરીને પરણાવી દીધી હતી તેને પણ બે વર્ષ થયા હતા અને એક દિવસે સવારે અચાનક દીકરી તેની માતા ના ઘરે આવી જાય છે.

અને તેને અચાનક જ આવી ને કોઈ પણ જાણ કર્યા વગર જ સરપ્રાઈઝ આપી દે છે. માતા પણ પહેલાં તો એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે કે કેમ તેની દીકરી જાણ કર્યા વગર જ અહીં આવી છે, પહેલા તો દીકરી ને તબિયત પૂછે છે દીકરી આવવાથી માતા પોતે પણ ખુશ પણ થાય છે. દીકરી અને તેની માતા બંને નાસ્તો કરવા બેસી જાય છે.

અને થોડા સમય પછી નાસ્તો પૂરો કર્યા પછી દીકરીના હાલચાલ દીકરીના સાસરીમાં બધા લોકો શું કરી રહ્યા છે, જમાઈ મજામાં છે કે કેમ એની જાણકારી મેળવે છે

જોતજોતામાં રસોઈનો સમય પણ થઈ જાય છે દીકરી માતાને મદદ કરાવવા માટે રસોડામાં આવે છે પરંતુ માતાએ ચોખ્ખું કહ્યું હતું કે તો બહાર બેસ હમણાં જ રસોઈ થઈ જશે. બસ થોડા સમય ની તો વાત છે.

મિત્રો થોડા સમય પછી રસોઈ પણ તૈયાર થઈ જાય છે. માતા બહાર આવીને બધું ડાઇનિંગ ટેબલ ઉપર વ્યવસ્થિત ગોઠવી દે છે પછી એક થાળી કાઢે છે અને ધ્યાનથી પોતાની થાળી સજાવી ને બધું તેમાં ગોઠવી દે છે. આ બધું જોઈને દીકરીને થોડી નવાઈ તો લાગે છે

તેમ છતાં શું થઈ રહ્યું છે તે તે ચૂપચાપ જોઈ રહી છે. અને થોડા સમય પછી થાળી સજાવીને તેનો ફોટો પાડે છે અને કોઈને વોટ્સએપ કરી રહી હોય તેવું લાગ્યું હતું.

દીકરી તો આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, તેને તરત જ કહ્યું હતું કે, મમ્મી આ તમે જમવા પહેલા ખાવા નો ફોટો પાડીને વોટ્સએપ ઉપર મુકવાનો શોખ ક્યારે વિકસાવ્યો છે મમ્મી એ હસીને જવાબ આપ્યો હતો અરે તારો ભાઈ પણ, એને મને ફોનમાં કહ્યું હતું કે, હું તમારાથી આટલું દૂર રહું છું અને હોસ્ટેલનું ખાવાનું ખાઈ રહ્યો છું. તમે રોજ મને લંચ અને ડિનર માં જે પણ ખાઓ છો.

તેનો ફોટો મોકલજો જેથી હું તે જોઈને હોસ્ટેલ નું ખાવાનું પણ જાણે ઘરનું ખાવાનું જ હોય એ રીતે જમી શકીશ દીકરીને આ વાત થોડી અજુગતી લાગી હતી એટલે તરત જ તેણે ભાઈ વિશે ફરિયાદ કરવા લાગે છે

શું મમ્મી તમે પણ તમારા લાડ-પ્યાર ના કારણે જ તે સાવ બગડી ગયો છે. હવે આટલો મોટો પણ થઈ ગયો છે તેમ છતાં એ મોટો થશે કે કેમ કે પછી આવી રીતના નાના છોકરાઓની જેમ ફાલતુ જીદ જ કર્યા કરશે.

આટલું બોલ્યા પછી તે અને તેની માતા બન્ને સાથે જમવા બેસી ગયા હતા, જમવાનું ખૂબ જ સરસ બન્યું હતું એટલે માતાના દીકરીએ વખાણ પણ કર્યા હતા અને થોડા સમય પછી જમવા પછી આરામ કરવાનું કહ્યું હતું એટલે મમ્મી ને થોડા સમયમાં જ ઊંઘ આવી ગઈ હતી એટલે દીકરીએ તરત જ તેના ભાઈ ને ફોન કર્યો હતો ફોન કરીને ભાઇને ફોન ઉપર કહ્યું હતું.

તને ખબર નથી પડતી તે આ મમ્મી પાસે શું વળી નવી ડ્યુટી શરૂ કરાવી દીધી છે કે શું આટલા દુર હોવા છતાં મમ્મી ને તકલીફ આપવામાં તું કંઈ બાકી જ નથી રાખતો ભાઈ સંપૂર્ણપણે આ વાતથી સાવ અજાણ હતો

એટલે તેને કહ્યું મારે દીદી એવું કંઈ જ નથી તમે કેમ આવું બધું કહી રહ્યા છો હું શું કામ મમ્મીને પરેશાન કરું સામેથી જવાબ મળ્યો હતો તો પછી મારા વહાલા ભાઈ મને એક વાતનો જવાબ આપ કે દરરોજ તું મમ્મી પાસેથી લંચ અને ડિનર નો ફોટો શું કામ મંગાવ્યા કરતો હોય છે.

દીદી ના મોઢે થી આવી ફરિયાદ સાંભળી લીધી એટલે ભાઈ ના મુખેથી સ્માઈલ નીકળી ગઈ હતી, દીદી એ કહ્યું હું તને કહી રહી છું અને તું હસી રહ્યો છે ભાઈ નો આવો અવાજ થોડો સીરીયસ થઇ ગયો હતો

પછી તેને કહ્યું દીદી પપ્પાનું આવું બની ગયા પછી, તમારા લગ્ન થયા હતા અને હમણાં સુધી હું પણ તેઓની સાથે જ રહેતો હતો પરંતુ હું પણ હવે હોસ્ટેલમાં રહેવા આવી ગયો હતો.

ત્યાર પછી મમ્મી ઘરે સાવ એકલા જ રહે છે થોડા દિવસો પહેલાની જ આ વાત છે મને થોડા દિવસ માટે રજા મળી હતી એટલે હું ત્યાં ઘરે આવ્યો હતો મમ્મી એક દિવસ બહાર ગયા હતા ત્યારે કામવાળી એ મને કહ્યું કે, તમે તમારી મમ્મી ઉપર થોડું ધ્યાન રાખજો કારણ કે કોઈ કોઈ દિવસ તો મમ્મી કશુંયે બનાવતા જ નથી હોતા તેનું મન ન હોય તો એકદમ સાદુ બનાવીને ખાઈ લે છે.

અને ઘણી વખત ખીચડી તો પછી કોઈ વખત તો માત્ર દાળ ભાત માંજ ચલાવી લેતા હોય છે. અને આખા દિવસ દરમિયાન તમે થોડો સમય કાઢીને એમની સાથે વાત પણ કરતા રહેજો કારણ કે આખો દિવસ તે એકદમ ઉદાસ રહ્યા કરે છે હું પણ વિચારમાં પડી ગયો હતો કે હું હાજર ન હોય ત્યારે મમ્મીને કોણ પૂરેપૂરું ખવડાવશે એમાં મને એક આઈડિયા આવ્યો હતો એટલે મેં કહ્યું કે મને તમે ફોટો પાડીને મોકલજો.

અને આ આઈડિયા કામ કરી ગયો છે બે વખત સારું જમવાનું પણ બનાવે છે અને પૂરેપૂરું ખાઈ પણ લેતા હોય છે અને એ થોડી વ્યસ્ત પણ થઈ ગઈ છે એટલે તેના ઉદાસીનતા માં પણ ઘણો બધો ફેર પડ્યો છે.

જવાબ સાંભળીને દીકરી ની આંખો છલકી ગઈ હતી, તે પોતાના ભાઈને અણસમજુ અને નાનો સમજતી હતી પરંતુ એનાથી ઉલટું નીકળ્યું હતું. તરત જ ગળે ડૂમો ભરાઈ ગયો હતો તેમ છતાં એટલું જ બોલી શકે ભાઈ ખરેખર તું હવે મોટો થઈ ગયો છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button