આ છે દુનિયાનું સૌથી મોંઘુ કબૂતર જેની ખાસિયત જાણીને તમારા પણ હોશ ઉડી જશે…

દુનિયા આખી જાણે છે કે એક સમય હતો કે જ્યારે કબૂતર પોસ્ટમેનનું કામ કરતા હતા વર્તમાન સમયે તો કબૂતરો પાસે આવું કામ કરાવવામાં આવતું નથી અત્યારે તો આ કબૂતરો શહેરની ઉંચી ઇમારતોમાં ગૂટર ગૂ કરે છે.
કબૂતર ખૂબ જ સામાન્ય પક્ષી માનવામાં આવે છે આપણી આસપાસ જોઇએ તો કબૂતર લગભગ બધે જ જોવા મળે છે રાજા-રજવાડાઓના સમયમાં સંદેશાવાહક તરીકે કબૂતર લોકપ્રિય પક્ષી હતું.
પરંતુ હવેના આધુનિક સમયમાં આ પક્ષી સામાન્ય મહત્વ ધરાવે છે રસપ્રદ બાબત એ છે કે વિશ્વમાં કબૂતરની એક એવી પ્રજાતિ છે જે સામાન્ય નથી આ અસામાન્ય કબૂતર અતિ મૂલ્યવાન છે જો કે દુનિયામાં ઘણા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે જે ખૂબ જ સુંદર હોય છે.
પરંતુ કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ ઘરમાં રાખવા યોગ્ય હોય છે અને તેમાંથી કેટલાક એટલા સુંદર હોય છે કે આપણે સામાન્ય રીતે કેટલાક પક્ષીઓને જોતા રહીએ છીએ આ પક્ષીઓ ખૂબ જ સુંદર હોય છે જેમ કે પોપટ કબૂતર વગેરે ઘરોમાં રાખવામાં આવે છે.
આજે અમે તમને એક એવા કબૂતર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે વિશ્વના સૌથી મોંઘા કબૂતરનું બિરુદ ધરાવે છે જેની કિંમત સાંભળીને તમે પણ વિચારવા પર મજબૂર થઈ જશો તો ચાલો જાણીએ બેલ્જિયન બ્રીડના આ કબૂતરનું નામ છે.
ગોલ્ડ તાજેતરમાં જ ચીનના એક બિઝનેસમેને આ કબૂતરને બે કરોડની અદભૂત કિંમતે ખરીદ્યું છે તેનું નામ છે ગોલ્ડ ગોલ્ડના નવા માલિક તેનો ઉપયોગ અન્ય કબૂતરોના સંવર્ધન માટે કરશે આ કબૂતરના માલિકને કબૂતર ઉછેરવાનો ખૂબ જ શોખ છે.
અને તે આ કબૂતરનો ઉપયોગ સંવર્ધનમાં કરશે કારણ કે આ કબૂતરની ખાસ વાત એ છે કે એક સ્પર્ધામાં તેણે પોતાને ટોચના નંબરે રાખ્યો હતો તે ખૂબ જ ઝડપથી ઉડે છે જો આપણે એમ કહીએ કે આ કબૂતર દુનિયાના તમામ કબૂતરો કરતાં વધુ ઝડપથી ઉડે છે.
તો કહેવું ખોટું નહીં હોય આ પેહલા પણ એક કબૂતર ખૂબ જ ઉચા ભાવે વેચવામાં આવ્યું હતું બેલ્જિયમમાં એક નિલામી થઇ જેમાં એક માદા કબૂતરને 14 કરોડ કરતા પણ વધારે કિંમતમાં ખરીદવામાં આવ્યું છે.
આ એક રેકોર્ડ છે બેલ્જિયમની આ બે વર્ષની માદાનું નામ ન્યૂ કિમ છે જેને 19 લાખ ડોલર 14 કરોડ 15 લાખ રુપિયા માં ખરીદવામાં આવ્યું છે આ રેસર કબૂતરને પાળનાર કુર્ત વાઉવર અને તેમનો પરિવાર આ ખબર સાંભળીને હેરાન છે.
ન્યૂ કિમે વર્ષ 2018માં અનેક સ્પર્ધાઓ જીતી છે જેમાં નેશનલ મિડલ ડિસ્ટેન્સ રેસ પણ સામેલ છે ત્યારબાદ તે રિટાયર થઇ ગઇ રેસિંગ કબૂતર દસ વર્ષની ઉંમર સુધી ઇંડા મુકી શકે છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે ન્યૂ કિમને તેના નવા માલિક પ્રજનન માટે ઉપયોગ કરશે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ચીનમાં કબૂતરોની રેસ ઘણી પ્રસિદ્ધ બની છે