65 વર્ષે જાગ્યો હવસનો કીડો,નાની ઉંમર ની યુવતી પર હવસ મિટાવી,આ રીતે ભાંડો ફૂટ્યો..

આજકલ દુષ્કર્મના કિસ્સાઓ એટલી હદે આગળ વધી રહ્યા છે કે રોજ રોજ આપણી સામે આવા કિસ્સાઓ આવતા રહે છે ત્યારે હાલમાં જ એક કિસ્સો જૂનાગઢથી સામે આવ્યો છે જેના વિશે આપણે વિગતવાર જાણીશું જૂનાગઢના કેશોદ તાલુકાના એક ગામમાં રહેતી ૧૬ વર્ષીય સગીરા પર ગામમાં જ રહેતા.
એક આધેડે વારંવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ છે પૌત્રીની ઉંમરની કિશોરી પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવતા પીડિતાએ બાળકીને જન્મ આપતા સમગ્ર મામલાનો ભાંડાફોડ થયો હતો પીડિતાના પિતાએ ૫૫ વર્ષીય નરાધમ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કેશોદ તાલુકાના એક ગામમાં રહેતી સગીરા અને આરોપી એકબીજાને ઓળખતા હોય એકબીજાના ઘરે આવનજાવન રહેતી હતી જેનો લાભ ઉઠાવી 65 વર્ષીય કરશન ઉર્ફે બાબુ માલમેર ૧૬ વર્ષીય સગીરા પર અવારનવરા દુષ્કર્મ ગુજારી ધમકીઓ આપી હતી.
કિશોરીએ આપ્યો બાળકીને જન્મ જૂનાગઢ જિલ્લામાં અગાઉ પણ દુષ્કર્મના કિસ્સાઓ સામે આવ્યા છે પરંતુ આજનો આ કિસ્સો માનવતાને એટલી હદે શર્મસાર કરી રહ્યો છે કે સંબંધો પર પણ હવે પૂર્ણ વિરામ મુકાઇ રહ્યું છે.
65 વર્ષ કરતાં મોટી વયનો હવસખોર વૃદ્ધ કરશન માલમ કિશોરીને હવસનો શિકાર બનાતા જૂનાગઢ જિલ્લામાં ફિટકાર વરસી રહ્યો છે આ ઉપરાંત આવા હવસખોરોને આકરામાં આકરી સજા કાયદા દ્વારા થાય તેવી માંગ પણ ઉઠી છે.
કેશોદ પોલીસે હવસખોર વૃદ્ધની કરી અટકાયત માનવતાને શર્મસાર કરનાર દુષ્કર્મના કિસ્સાને લઇને વિભાગીય પોલીસ અધિક્ષક કેશોદ વી.સી.ઠક્કર દ્વારા દુષ્કર્મનો ભોગ બનનાર કિશોરી અને તેના પરિવારજનોની ફરિયાદને આધારે આરોપી કરશન માલમની અટકાયત કરી છે.
તેની સામે જાતીય દુષ્કર્મ તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિત ભારતીય દંડ સંહિતાની કેટલીક ધારાઓ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે નરાધમે વારંવાર દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બની હતી.
ગઈકાલે સગીરા જ્યારે તેના ઘર પર હતી ત્યારે પેટમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી ત્યારબાદ ઘરે જ બાળકીને જન્મ આપતા પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી હાલ સગીરાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
પીડિતાએ બાળકીને જન્મ આપતા પરિવારજનોએ સગીરાની પૂછપરછ કરી હતી ત્યારે સગીરાએ પોતાની આપવીતી જણાવી હતી બાદમાં આ મામલે પીડિતાના પિતા દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે