80 વર્ષે દીકરો આપી એ જ દીકરા ના 80 વર્ષે લગ્ન કરાવનાર માં મેલડીના પરચા ની વાત.... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
Article

80 વર્ષે દીકરો આપી એ જ દીકરા ના 80 વર્ષે લગ્ન કરાવનાર માં મેલડીના પરચા ની વાત….

Advertisement

ઘણા વર્ષો પહેલા સૌરાષ્ટ્રની ધરતી પર માં પાટની બાજરીયાનું ગામ છે આ ગામમાં દેવીપૂજાકના ફુબા હતા એમ હિરયો દેવીપૂજક અને તેની બાઈ રુષમેન માં ની પૂજા કરતા હતા 70 વર્ષ ની ઉંમરે રુષમેનને કોઈ સંતાન ન હતું માં મેલડીએ રુષમેન ને સારા દિવસો બતાવ્યા એક દિવસની વાત છે 70 વર્ષની ઉંમરે રુષમેન ને પ્રસુતિ ની પ્રેરણા ઉપડી હિરયો આમ તેમ આટા મારે અને મા ને કારગારે હે મારી મેલડી તું ગામ ટોળે બેસી હોય અને આ ઉંમરે મારી પત્ની ને દીકરો આપે છે.

તો તેની આ હાલત મારાથી જોવાતી નથી તેની ઉંમર થઈ ગઈ છે ને કઈક ચમત્કાર કરીને મારી પત્ની અને મારા દીકરા નો જીવ બચાવ મારી પત્ની મરી જશે તો હું જીવતો નહિ રહી શકું એટલા માં તો એક 80 વર્ષ ની ડોસી સફેદ સાડી કપડામાં છુટા વાળ રાખીને હાથમાં લાકડી સાથે વાંકી ચાલતી આવી અને હિરયા ના ઘરનું બારણું ખાખડાવ્યું હિરયા ને સમજાય ગયું કે માનો ન માનો અડધી રાત્રે કોઈ બોલાવ્યા વગર આવ્યું હોય તો મારી મેલડી જ આવો હોય.

રાત્રે 1.30 વાગ્યા નો સમય થયો અને ધીમે ધીમે આકસમાંથી ઉડીને સમડી લીમડા પર બેઠી અને બોલી હિરયા મને સાંભળે છે હિરયો બોલ્યો બોલ માડી હું સાંભળું છું માએ કહ્યું તે મને સભાળી નહિ લે તારી પત્ની ના પેટે દીકરો છે ને હું તેને રામડીને જાવ છું 70 વર્ષની તારી પત્ની ને મેં દીકરો આપ્યો છે અને એનું નામ જીવનયો રાખ્યો છે અને સંભાળ તારી અને તારી પત્નીની ઉમર કેટલી હિરયો બોલ્યો માં મારી ઉંમર 80 અને મારી પત્નીની 70 પણ માં તને શરમ ન આવી તે મને 80 વર્ષે દીકરો આપ્યો.

આ સાંભળી માંડીએ કહ્યું કે સંભાળ મેં તને 80 વર્ષે દીકરો આપ્યો તો તારો જીવણીયો 80 વર્ષ સુધી વાંઢો રહશે તેનું કોઈ માંગુ નહિ આવે પણ હું મેલડી તેને 80 વર્ષે ઘોડીએ ચઢાવીશ આ મારું વેણ છે હિરયા એ કહ્યું હે માં આ તો ગજબ થઈ જાશે 80 વર્ષે જીવણીયાને કોણ કોણ દીકરી આપશે માં બોલી તારો દેહ ત્યારે નહિ હોય પણ હું મેલડી જીવણીયાના માં બાપ બની માંગુ નાખવા જઈશ ગામડે ગામડે ફરી તારા જીવણીયા માટે કન્યા શોધી ઘોડે ચઢાવી ઢોલ વગાડીને લગ્ન કરાવું તો માનજે કે તારા બાપની દેવી બોલી હતી.

સમય જતા દીકરો સવા મહિનાનો થયો એટલે હિરયા એ માતા ના દાખલા વગાડી ને માતા ને જમાડી હિરયા એ કહ્યું માંડી આજે છેલ્લી વખત જામળું છું પછી હું નહીં હોઉં માએ કહ્યું મારા મઢ માંથી એક ચંદરવો કાઢી ઓઢી લે સરગપુરમાં થી મારો બોટયો તને લેવા આવશે તારા જીવણીયાની ચિંતા ન કરતો આમ કરતા 12 મહિના પછી રુષમેન પણ મૃત્યુ પામી નાનો જીવણીયો દોઢ વર્ષનો થયો ને ઘોડિયામાં સૂતો સૂતો રડતો હતો અને મેલડીએ આવી ને હીંચકો નાખ્યો અને જીવણીયો છાનો થઇ ગયો આમ કરતા કરતા સમય ગયો 5,10,25,50,વર્ષો નો જીવણીયો થઈ ગયો.

જીવણીયો વાઢો હતો એટલે ગામના લોકો તેને બોલાવતા ન હતા જીવણીયો તો માં મેલડી ની સેવા પૂજા કરતો આખી રાત દાખલા વગાડી જીવણીયો રાત પસાર કરતો અને સવાર થતા જ જીવણીયો મઢ માં સુઈ જતો એક વાર જીવણીયો માં મેલડી ને કહેવા લાગ્યો કે માંડી હું 80 વર્ષનો થઈ ગયો મારી સાથે કોઈ બોલાતું નથી કે રામ રામ કરતું નથી મેં શુ અપરાધ કર્યો છે માં એ મધરાત્રે સપનામાં આવિને કહ્યું કે મારા જીવણીયા હું તારી વિહત મેલડી છું.

તારા બાપને મેં વચન આપ્યું હતું કે તારા લગ્ન 80 વર્ષ સુધી હું નહીં થવા દવ આમ કહી માએ જીવણીયાના સમયની વાત કરી જીવણીયાએ કહ્યું કે માંડી 80 વર્ષ પુરા થાય પછી શું આ સાંભળી મા મેલડી બોલ્યા ગામના દરબારની અંદર એક રાતું ઘોડું બાંધ્યું છે સવારમાં જઇ બાપુ પાસે એ ઘોડું માગજે એટલે બાપુ તને હાથમાં ઘોડાની લગામ આપે તો માનજે કે મેલડીએ તને ઘોડું અપાવ્યું છે.

જીવણીયાએ કહ્યું કે માંડી ઘોડું લઈને હું શું કરીશ માએ કહ્યું કે ઘોડા પર બેસી માં દીકરો બન્ને ચઢીને ગામેગામ તારા માટે કન્યા શોધીશું એક દિવસ એક કાગળ આવ્યો માને કહ્યું માં વિરામગામ પરગના થી એક કાગળ આવ્યો છે દેવીપૂજક ની નાત ભેગી થઈ છે દીકરા દીકરીઓ બધા આવના છે અને મેળો જામવાનો છે માએ કહ્યું હાલ જીવણીયા ત્યાં જ તારા માટે કન્યા શોધી લઈશ.

બન્યું એવું કે વિરામગામમાં મૂનસર તળાવની પાસે દેવીપૂજકોએ માતા નો ટાવો માંડ્યો છે માતા ના દાખલા વાગતા હતા માનશો ભેગા થઈ ને બેઠા હતા મેલડીએ નજર માંડી ને ઘોડું ઉભું રખાયું વિરામગામ ના વડલે જીવણીયાને ઉભો રાખી મેલડી બૈરાંના ટોળાં માં આવીને બેઠી અને બાઈઓને પૂછવા લાગી મારા દીકરા માટે માંગુ નાખવું છે કોઈ કન્યા છે બાઈઓ એ પૂછ્યું ઉમર કેટલી માંડીએ કહ્યું મારો દીકરો 80 વર્ષ નો છે.

એક ડોસી બોલી અમારા ગામમાં એક કન્યા 70 વર્ષની છે તેનું નામ જીવની છે માંડીએ તેનું સરનામું પુછ્યું મેલડી દેવીપૂજાકના ત્યાં આટો મારવા ગયા પૂછતાં પૂછતાં જીવણીના છાપરે ગયા ચાપરમાં જીવની બાજરા નો રોટલો બનાવતી હતી જીવણીએ નિયમ લીધો હતો કે કોઈ માતા દીકરો લઈને આવે તો જ લગ્ન કરું નહીં તો આખી જિંદગી કુંવારી જ રહીશ ડોસીએ આવી ને પૂછ્યું કે જીવની ઘરે છે જીવણીએ કહ્યું અંદર આવો તમે કોણ છો શુ કામ આવ્યા છો ડોશી છું મારો દીકરો પરણવવો છે કન્યા શોધવા આવી છું તમે કુંવારા છો કે પરણેલા જીવની બોલી કુંવારી છું મેલડી લગ્ન કરવા છે જીવની બોલી કે મારી મેલડી જેવી સાસુ મળે ને હું મોડું ધોવા જાવ લગ્ન કરવા છે મારે.

આ સાંભળી માં બોલ્યા જીવની ઓળખી ગઈ જીવની બોલી 70 વર્ષથી મારી બાપની દેવીની ભક્તિ કરું છું ને તને ન ઓળખું માંડી તારા દિકરા નું નામ જીવનયો છે ને જીવણીએ મેલડીને ખાટલો ધાઢી ને બેસાડી અને કહ્યું માંડી એક શરતે લગ્ન કરું ગામના તાળવે મારી નાત ભેગી થઈ છે તારા જીવણીયાને કહે કે લોટ ચાડવાના ઝારા માં સવાશેર પાણી લઈને અહીં આવે તો મારે તને લોટ બાંધીને જમાળવી છે શરત સાંભળી માંડી તળાવ ને પાડે વડલા પાસે ગયા જીવણીયા કન્યા મળી ગઈ છે.

80 વષૅ મળી પણ લાખ રૂપિયાની મળી જીવન ઘોડેથી નીચે ઉતરી જા મને જીવણીએ લોટ ચાડવાનો ઝારો આપ્યો છે મનસુર તળાવ માંથી સવા શેર પાણી લઈ જા તો એ લોટ બાંધી રોટલા કરે જીવણીયાએ કહ્યું કે જીવની ગાંડી થઈ ગઈ છે ઝારા માં કેવી રીતે પાણી રહેશે માંડીએ કહ્યું કે આ તો તારી પારખું લેવા બેઠી છે તું જાતો ખરો જીવન તળાવ ગયો અને ઝારો બોડી પાણી ભર્યું ત્યાંતો મદમાખીઓ કાને કાને ગોઠવાઈ ગઈ અને ઝરા માં સવા શેર પાણી રહી ગયું.

જીવણીયો પાણી લઈને ગયો અને કહ્યું કે તે મારું પારખું કર્યું ને હવે મારે તારું પારખું કરવુ છે એમાં પાસ થઈસ તો જ લગ્ન કરીશ મારે લગ્ન પહેલા મારે મારી માને જમાળવી છે જીવની પગ નો ચૂલો બનાવે તેના ઉપર જીવની તાવો માંડી એક હાથે જ રોટલો ટીપે અને તાવડીમાં નાખે રોટલા ઉઠવવા તાવેતો નહીં પણ જીભના ટેરવે રોટલો ફેરવે ને મેલડીને જમાડે તો જ લગ્ન કરવા છે જીવણીએ કહ્યું હું પણ માતા ની જ છું તો હું પણ દેવીપૂજાકની દીકરી છું જાગ માંડી મારો બાપ તો જતો રહ્યો પણ તારી કુવાનસી તને જગાડવા આવી છે.

આ જીવણીયાની મેલડી પાણી લાવી ટીપુંય પાડવા ન દીધું એ જીવણીયો કહે છે કે પગ નો ચૂલો બનાવી એક હાથે ઘડી જીભ ના ટેરવે ઉઠલાવ બોલ હવે શું કરું માતા એ કહ્યું તારા બાપની મેલડી હું બેઠી છું જા એક હાથ તારો અને એક હાથ મારો તારા જીભના ટેરવે હું બેસીશ પછી જીવની રોટલો બનાવવા બેસી ત્યાં એક હાથે લોટ બાંધે ત્યાં એક હાથે રોટલો તૈયાર થઈ જાય રોટલો ઉટલાવવા જીભ બહાર કાઢી ત્યાં માતા ટેરવા પાર આવી અને રોટલો તૈયાર કર્યો આવી રીતે જીવણીએ માં મેલડી ને જમાડી જીવણીએ કહ્યુ કે જીવન હવે જામ્યો ને જીવણીયાએ કહ્યું કે હા હવે લગ્ન કરીશ.

આ સાંભળી જીવની બોલી કે હવે મારે તારું એક છેલ્લું પારખું કરવું છે તું એક હાથમાં ડાકલુ ને એક જ હાથમાં ગેડી અને ડાકલું વાગાડીને તારી માતા ને જગાડ તો જ તું અસલી દેવીપૂજક અને પછી જ હું તારી સાથે લગ્ન કરું જીવણીયાએ ચિંતા થી માંડી ની સામે જોયું માએ તેને ઈશારો આપ્યો જીવણીયાએ દાખલું લીધું ત્યાં બીજા હાથની ગેડી મેલડી બની અને ડાખલા વાગવા માંડ્યા દેવીપૂજકની વચ્ચે મેલડી આવી ને ઉભી થઈ ગઈ ખમ્મા નાત ના ભાઈઓ ને આજે મને વિરામગામનું મૂનસર તળાવ ને વડલો ગમ્યા છે આ વડલા નીચે મારા જીવણીયા અને જીવણીના લગ્ન કરાવું ને જગતમાં મારું નામ રાખું કે મેલડી આવી હતી આમ વિરામગામ માં વડલા નીચે ઘોડી પર ચઢાવી ઢોલ વગાડી જીવની સાથે તેના લગ્ન કરાવ્યા.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button