દાહોદ ના આ મેળા માં યુવકો પોતાની મનપસંદ યુવતીઓને શોધીને કરી શકે છે લગ્ન..

ભારતીય સંસ્કૃતિમાં છોકરીઓ દ્વારા ઇચ્છિત જીવનસાથી શોધવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે આ માટે સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવતી પોતાની પસંદગીનો વર પસંદ કરતી હતી.
ઘણા ઐતિહાસિક અને ધાર્મિક ગ્રંથોમાં આવા સ્વયંવરોનો ઉલ્લેખ છે સમયની સાથે સમાજમાં પરિવર્તન આવ્યું જેનાથી સામાન્ય લોકોની જીવનશૈલી પણ બદલાઈ ગઈ પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય સમાજમાં આ પ્રકારની પ્રથાઓ હજુ પણ એક અલગ સ્વરૂપમાં જીવંત છે.
જ્યાં યુવક-યુવતીઓ પોતાના જીવનસાથીને પોતાની મરજીથી પસંદ કરે છે દાહોદ જિલ્લાના ગરબાડાના જેસાવાડામાં પરંપરાગત ગોળ ગધેડાનો મેળો ભરાયો હતો સ્વયંવર પ્રથાની સાથે જોડાયેલા મેળાને માણવા માટે હજારોની સંખ્યામાં માનવ મેદની ઉમટી હતી.
હોળી બાદથી મેળાઓની સીઝન પુર બહારમાં ચાલી રહી છે નીત નવા મેળાઓની મઝા લોકો લઇ રહ્યા છે ત્યારે જેસાવાડામાં સુપ્રસિદ્ધ ગોળ ગધેડાનો મેળો યોજાયો હતો જેમાં યુવતીઓની સોટીઓનો માર ખાતા જઈને અનેક યુવકોએ થાંભલા ઉપર ચડીને ગોળની પોટલી પાડવાની કોશિશ કરી હતી.
આ ગોળ ગધેડાનાં મેળામાં તેમાં ચમચમતી સોટીઓ લઇ અને નાચતી મહિલાઓ અને યુવતીઓ આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા ત્યારે આ મહિલાઓની સોટીઓનો માર ખાતા ખાતા જેસાવાડા ગામના જ કટારા પરિવારનો યુવાનને ગોળ ગધેડે ચઢવામાં સફળ થઇ.
વિજેતા બનતા ઉપસ્થીત નાગરીકોએ તેને વધાવ્યો હતો ચમચમતી સોટીઓના મારખાતા બચતા ગોળ ગધેડે ચઢવામાં સફળ થયો થયો હતો ત્યારબાદ નીચે ઉતારતા હોય છે ઝાડ ઉપર ચડનાર ગધેડો બને છે તેથી તેને ગોળ ગધેડો કહેવામાં આવે છે.
સદીઓથી ચાલતી આવતી આ પ્રક્રિયામાં સમય સાથે પરિવર્તન આવ્યું છે ત્યાં અત્યારે મેળાનું આયોજન તો થાય છે પરંતુ સ્વયંવરને કોઈ જ પ્રાધાન્ય નથી આપવામાં આવતું હોળી પર્વે આદિવાસીઓની અનેરી અનેક પરંપરાઓ યોજાય છે દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે.
હોળી પર્વ આવતાની સાથે જ દાહોદ જિલ્લાની રોનક બદલાઈ જાય છે મજુરી અર્થે બહાર ગામ ગયેલા તમામ આદિવાસીઓ હોળીનો તહેવાર ધામ ધૂમથી ઉજવવા માટે માદરે વતન પરત ફરે છે ત્યારે હોળી પર્વે આદિવાસીઓની અનેરી અનેક પરંપરાઓ ના દર્શન લોકો ને કરવા મળે છે.
હોળી પર્વ બાદ મંગળવારે છઠના રોજ જેસાવાડા ગામે અનેક માન્યતા તો સાથે જોડાયેલો ગોળ ગધેડાનો મેળો ભરાયો હતો તેમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ સહીત સ્થાનીક લોકો ઉમટી પડ્યા હતા.
બપોરના એક કલાકે ગોળ ગધેડાનો આરંભ થયો હતો મહિલાઓ અને યુવતીઓ ગોળ ગધેડા ફરતે ચમચમતી સોટીઓ લઇ ગીતો ગાતી જોવા મળી હતી જે યુવાન ગોળ ગધેડે ચઢવાનો પ્રયત્ન કરતો હતો તેને સોટીઓનો માર મારી અને ઉપર ચઢતા અટકાવતા જોવા મળ્યા