ભાભી ની સામે દિયર પેન્ટ કાઢીને ઉભો થઇ ગયો,પછી ભાભી બરાડા પાડવા લાગી.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

ભાભી ની સામે દિયર પેન્ટ કાઢીને ઉભો થઇ ગયો,પછી ભાભી બરાડા પાડવા લાગી..

Advertisement

ભારતમાં મહિલા પર થતાં અત્યાચારો દિવસેને દિવસે વધી રહ્યા છે. મહિલાઓ પર થતાં અત્યાચારોમાં બળાત્કાર, ઘરેલું હિંસા, છેડતી, શારીરિક અને માનસિક શોષણ વગેરે જેવા અત્યાચારો વધી રહ્યાં છે.મહિલાઓની સમસ્યાઓમાં ઘટાડો થવાને બદલે આપણે જોઇ રહયા છીએ કે તેમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.

મહિલાઓની છેડતી, તેમના પર થતા બળાત્કાર-અત્યાચાર તેમના સાથે અવૈધ સંબંધ, તેમનું શોષણ, ઘરેલું હિંસા, બાળકીઓને દુધપીતી કરવી, ભ્રુણહત્યા વગેરે અનેકાનેક સમસ્યાઓ વધુ વિકરાળ બનતી જાય છે.

ઘણીવાર પરિવારના સભ્યો જ મહિલાઓને શારીરિક ત્રાસ અને શોષણ કરતા હોય છે. આજે આવો જ એક કિસ્સો અમદાવાદના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે,જેમાં એવું સામે આવ્યું છે કે સગા દિયરે જ પોતાની ભાભીની છેડતી કરી હતી.

મળતી માહિતી મુજબ એવું પણ કહેવામાં આવે છે કે મહિલા તેની સાસુ પાસે હતી તે સમયે દિયર સાથે કોઈ બાબતે બોલાચાલી થઇ હતી. આટલું જ નહિ પરંતુ દિયરે તો આ પરિણીત મહિલાની સામે પોતાનો પેન્ટ કાઢીને ઉભો થઇ ગયો હતો અને કહ્યું કે આજે તો બતાવી જ દઉં.

અચનાક દિયરના આવા વર્તનથી મહિલા ઘરમાં બૂમાબૂમ કરી હતી. આ સમયે સસરા આવીને એવું કહેવામાં લાગ્યા કે તું કેમ અમારા દીકરાને બદનામ કરે છે.એટલે કે વહુનો પક્ષ લેવા કરતા પોતાના દીકારોનો પક્ષ લીધો હતો. મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ 34 વર્ષીય મહિલાએ પોલીસ ફરિયાદમાં એવું જણાવ્યું છે કે પોતે લગ્ન પછી પતિ સાથે પરિવારમાં રહે છે.

પરંતુ ગત સાંજે પોતાના ઘરેથી સાસુની સેવા કરવા માટે આવી હતી. પરંતુ આ સમયે ત્યાં રહેલા દિયરે તેની સામે જોઇને થુંકે છે. માટે મહિલાએ આનું કારણ પૂછ્યું હતું.પરંતુ આનું કારણ જણાવવાના બદલે દિયર અચનાક ગુસ્સે થઈને આજે તો તને બતાવી જ દઉં કહીને પોતાનો પેન્ટ ઉતારીને ભાભી સામે ઉભો થઇ ગયો હતો.

આવી સ્થિતિમાં મહિલા ગભરાઈને અચનાક બુમાબુમ કરવા લાગી હતી. જયારે ત્યાં ઘરમાં હાજર સસરા આવીને એવું કહેવા લાગ્યા કે કેમ મારા પુત્રને બદનામ કરે છે આવું કહીને વધારે ઝઘડો કરવા લાગી ગયા હતા. જો કે ગભરાયેલી મહિલાએ બુમાબુમ કરી હતી.

જેથી સસરા સહિત તમામ લોકો દોડી આવ્યા હતા. અમારા પુત્રને શા માટે બદનામ કરી રહી છે તેમ કહીને મહિલા સાથે તકરાર શરૂ કરી હતી. મહિલાની દેરાણીએ આવીને ઇંટ લઇને મહિલાને માર મારવાનું શરૂ કર્યું હતું.

જેથી ટોળા એકત્ર થયા હતા. સમગ્ર બાબતે આખરે મહિલાએ પોલીસને જાણ કરી હતી. એવું પણ કહેવામાં આવે છે કે એક નાની બાબતે ઝગડો એટલો વધી ગયો કે દેયરે છેડતી તો કરી કરી પરંતુ મહિલાની દેરાણી એક ઈંટ લઈને મહિલાના પેટ અને શરીરના અન્ય ભાગે મારવાનો પણ કોશિસ કરી હતી. આખરે આ મામલો પોલીસ સુધી આગળ વધી ગયો હતો. આખરે મહિલાએ ઘરના સભ્યો સાથે ફરિયાદ નોંધાવી હતી,જેમાં પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધારાની તપાસ પણ હાથ ધરી છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button