મારો દીકરો 10 છોકરીઓ જોડે સુવે તો તારે શુ,સાંજે તો બિસ્તર પર તારી જોડે આવે છે ને….

અમદાવાદ શહેરની એક યુવતીના લગ્ન થોડા વર્ષો પહેલા આણંદમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન પછી આ યુવતીને ખબર પડી કે તેના પતિના ફોન પર એક છોકરીનો ફોન આવ્યો હતો અને તેણે તેના પતિને આ વિશે પૂછ્યું. જેથી પતિ ઉશ્કેરાઈ ગયો.
જોકે, યુવતીને ખબર પડી હતી કે તેના પતિનું યુવતી સાથે લગ્ન પહેલા અફેર હતું. સાસુએ એમ કહીને દીકરાનો પક્ષ લીધો કે મારો દીકરો દિવસે 10 છોકરીઓ સાથે સૂવે છે પણ રાત્રે તમારી પાસે આવે છે.
બાદમાં પતિ અને નણંદએ મળીને યુવતી પર દહેજની માંગણી માટે ત્રાસ ગુજાર્યો હતો અને પતિએ પણ ત્રણ વખત છૂટાછેડા માંગ્યા હતા.આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પોલીસે તપાસ શરૂ કરી હતી.હાલમાં અમદાવાદના જમાલપુરમાં રહેતી 26 વર્ષીય યુવતીને તેણીએ પ્રેમજાળમાં ફસાવી હતી.
વિસ્તારના આણંદમાં રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2022માં યુવતીના મુસ્લિમ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન થયા બાદ તે તેના સાસરે રહેવા ગઈ હતી. લગ્નના બે દિવસ બાદ યુવતીના પતિનો ફોન આવ્યો.
જ્યારે યુવતીએ તેના પતિને આ વિશે પૂછ્યું તો પતિ ગુસ્સે થઈ ગયો અને તેની સાથે મારઝૂડ કરવા લાગ્યો. બાદમાં ખબર પડી કે તેનો પતિ પહેલેથી જ પરિણીત છે અને યુવતી સાથે તેનું અફેર હતું.
યુવતીએ તેની સાસુને ફરિયાદ કરતાં સાસુએ કહ્યું કે મારો દીકરો દિવસ દરમિયાન 10 છોકરીઓ સાથે સુવે છે પરંતુ તે રાત્રે તમારી પાસે આવે છે અને તેના પુત્રનું નામ લઈને યુવતી સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.
થોડા દિવસો બાદ સાસરેથી આવેલી યુવતીની નણંદ એ યુવતી સાથે ઘરના કામ બાબતે ઝઘડો શરૂ કરી દીધો હતો અને માર મારવા લાગ્યો હતો અને દસ લાખ રૂપિયા લઈ આવવાની માંગણી કરી હતી કે અમે દહેજમાં કંઈ લાવ્યા નથી.જ્યારે યુવતીએ દહેજ લાવવાની ના પાડી તો તેનો પતિ ગુસ્સે થઈ ગયો અને તેને માર મારવા લાગ્યો.
જેમાં તેની નણંદ પણ સામેલ હતી અને નણંદએ તેના બંને હાથ પકડી રાખ્યા હતા અને પતિએ તેને ખરાબ રીતે માર માર્યો હતો અને ત્રણ વખત તલાક-તલાક-તલાક કહીને ઘરની બહાર કાઢી મૂકી હતી. પરંતુ યુવતીએ હિંમત ભેગી કરી સમગ્ર મામલાની ફરિયાદ કરતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
આવોજ એક બીજો કિસ્સો,વડોદરા શહેરની યુવતી ના દિલ્હી ખાતેના યુવક સાથે લગ્ન થયા બાદ કાર માટે પતિએ પત્નીને મારી શારીરિક અને માનસિક ત્રાસ આપી દહેજ પેટે રૂપિયા 5 લાખની માગ કરતા પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોલીસે આ મામલે દહેજ પ્રથા અને સ્ત્રી અત્યાચારની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વર્ષ 2019 દરમિયાન વડોદરા શહેરના બાજવા કરોળિયા રોડ પર રહેતી યુવતીના લગ્ન દિલ્હીના બેગમપુર ખાતે રહેતા મુકેગિરી ગોસ્વામી સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા.
લગ્નના દસ દિવસ બાદ પતિએ તારા પિતાએ લગ્નમાં કાર આપી નથી અને બાઈક લઈ આવ્યા જેથી કાર લાવવાનું કહી દે નહીં તો તને રાખીશું નહીં તેમ જણાવી પત્નીને મહેણાં ટોણા મારવાનું શરૂ કર્યું હતું.
જેઠાણી જણાવતી હતી કે તારા પતિ સાથે મારી બહેનના લગ્ન થવાના હતા પણ તારા લગ્ન થઈ ગયા છે. તારા પિતા કાર નહીં આપે તો છૂટાછેડા કરી મારી બહેનના લગ્ન કરાવી દઈશું.
જોકે થોડા સમય અગાઉ જેઠાણી નું નિધન થયું હતું. જેઠાણી ની બહેન અને પતિ વચ્ચે અનૈતિક સંબંધો હોવાની જાણ પણ પત્નીને લગ્ન પછી થઈ હતી. ત્યારબાદ પતિ પત્નીને વતન ઉત્તર પ્રદેશ લઈ જઈ માર મારતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
જ્યાંથી યુવતીના પિતા તેને વડોદરા પરત લઇ આવ્યા હતા. પત્ની ને તેડી જવા માટે પતિ કાર માટે રૂપિયા 5 લાખ માગતા પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.