ઘર માં રાખેલું મંદિર કયા લાકડાંનું બનેલું હોવું જોઈએ?,જાણી લો નહીં તો..

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં મંદિર યોગ્ય દિશામાં અને સ્થાનમાં ન હોય તો તે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે આવી સ્થિતિમાં જો તમે નવું ઘર બનાવી રહ્યા છો અથવા ઘર લઈ રહ્યા છો તો મંદિરની દિશાનું ધ્યાન રાખો.
જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને શાંતિનો સંચાર થાય વાસ્તુશાસ્ત્રમાં ઈશાન કોણ એટલે કે ઈશાન દિશાને ઘરમાં મંદિર બનાવવા માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે એટલા માટે મંદિર હંમેશા ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં હોવું જોઈએ એવું માનવામાં આવે છે.
કે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની સાથે ધન લક્ષ્મીની કૃપા પણ બની રહે છે આ સિવાય વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ભૂલથી પણ દક્ષિણ દિશામાં મંદિર ન બનાવવું જોઈએ આમ કરવાથી ધનની હાનિ થાય છે સાથે જ ઘરમાં અશાંતિ અને નકારાત્મક ઉર્જા પણ આવે છે.
ઘરમાં વિખવાદ વગેરે છે વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે ઊર્જા ઉત્તર-પૂર્વ દિશામાંથી ઘરમાં પ્રવેશે છે અને દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી બહાર નીકળે છે એટલા માટે પૂજા કરતી વખતે વ્યક્તિનું મુખ પૂર્વ અને પશ્ચિમ તરફ હોવું જોઈએ.
એટલા માટે મંદિર બનાવવા માટે સૌથી શુભ દિશા ઈશાન છે આ સિવાય તમે પશ્ચિમ દિશામાં પણ મંદિર બનાવી શકો છો માર્બલનું મંદિર બહારથી ખરીદવાને બદલે જો એ તમારી જરૂરિયાત મુજબનું બનાવો તો ઉત્તમ અને જો તમને એવું જ મંદિર બહારથી મળી જાય તો પણ વાંધો નહીં.
પણ એ મંદિરમાં સીધી જ ભગવાનની સ્થાપના કરવાને બદલે પહેલાં બહારથી લાવેલા મંદિર માટે જે જરૂરી હોય એ પૂજા કે પછી હવન કે એવું કરાવી લેવું ઘણા લોકો હવનમાં માનતા નથી હોતા તો એવા સમયે મંદિર ગંગાજળથી વ્યવસ્થિત સાફ થઈ જાય એવું કરવું જોઈએ.
મુંબઈ જેવા શહેરમાં ઘરમાં મંદિર માટે કોઈ ખાસ જગ્યા ન આપી હોય અને દીવાલમાં મંદિર ગોઠવવાનું હોય તો સ્વાભાવિક છે કે માર્બલનું મંદિર દીવાલમાં લગાડવાનું સહેલું નથી ઘણી વાર એવું પણ બને કે ઘર ઉપરના ફ્લોર પર હોય અને માર્બલનું મંદિર બહારથી લાવવું-લઈ જવું સરળ ન હોય.
એટલે પણ મંદિર માટે બીજું કયું મટીરિયલ વાપરી શકાય એવું પણ પૂછવાનું મન થાય તો માર્બલ સિવાય જો મંદિર બનાવવું હોય તો એ લાકડાનું બનાવવું જોઈએ સાગવાન કે સીસમ જેવા લાકડાનું મંદિર બનાવી શકાય. છેલ્લા થોડા સમયથી સવનના લાકડામાંથી પણ મંદિર બનાવવામાં આવે છે.
સવનના લાકડાનું શાસ્ત્રોમાં બહુ મહત્ત્વ છે પણ એ લાકડાને ઓળખતાં આવડવું જોઈએ સવન અને સીસમની વાત કરું તો સવનનું લાકડું પ્રમાણમાં ઘણું પોચું કહેવાય અને એની સામે સીસમ અને સાગવાનનું લાકડું મજબૂત છે.
એ આપણે સૌ જાણીએ જ છીએ ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે બજારમાંથી મઢેલું મંદિર તૈયાર લઈ લે અને એમાં ઍલ્યુમિનિયમનો ઉપયોગ થયો હોય છે પણ હું કહીશ કે ઍલ્યુમિનિયમ અમે ક્યારેય વાપરતા નથી લાકડા પર ઍલ્યુમિનિયમનું જડતર કર્યું.
હોય એવાં મંદિરો પુષ્કળ મળે છે પણ શક્ય હોય તો એવા મંદિરનો વપરાશ કરવો ન જોઈએ આ જે ઍલ્યુમિનિયમ છે એની ગણના સારી ધાતુમાં નથી થતી તમે તમારા વડીલોને પૂછશો તો કહેશે કે લોખંડ પછીના ક્રમે આ ઍલ્યુમિનિયમ ધાતુને મૂકવામાં આવે છે.
જૂના જમાનામાં તો લોકો ઍલ્યુમિનિયમનાં વાસણો ખરીદવામાં પણ નાનપ અનુભવતા એ લોખંડ જેટલી જ ઊતરતી કક્ષાની ધાતુ છે એટલે એનો ઉપયોગ મંદિરમાં તો ન જ કરવો જોઈએ હા એ વાત જુદી છે કે આપણે તો ભગવાનને તેમનું ઘર આપવું છે.
એટલે ભાવના મંદિર પ્રત્યે એટલી ન રાખી હોય પણ એવું કરવાને બદલે ઍલ્યુમિનિયમના જડતરવાળું મંદિર વાપરવાને બદલે સવનના લાકડાનું મંદિર બનાવવું વધારે સારું છે ઘણીવાર લોકો સવાર-સાંજ આરતી કર્યા પછી મંદિરમાં દીવો રાખે છે.
પરંતુ વાસ્તુ અનુસાર એવું કરવું યોગ્ય નથી પૂજા કર્યા પછી દીવો હંમેશા દક્ષિણ દિશામાં રાખવો જોઈએ આ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે મંદિર લાકડાનું બનેલું હોવું જોઈએ.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં બનેલ ભગવાનનું મંદિર હંમેશા લાકડાનું બનેલું હોવું જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે લાકડું સૌભાગ્યનું પ્રતીક છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે લાકડા સિવાય આરસનું મંદિર પણ સારું માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે