વિવાદો માં રહેનારી કીર્તિ પટેલ ની કેમ કરવામાં આવી ધરપકડ,જાણો વિગતવાર..

ફેમસ ટિક ટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર ચર્ચામાં છે આ પહેલા પણ ઘણી વખત વિવાદોમાં આવી ચુકેલી ટિક ટોક સ્ટાર કીર્તિ પટેલને આ વખતે માર મારવાની ધમકી આપવાના આરોપમાં પોલીસે ધરપકડ કરી છે.
ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કરતી વખતે કીર્તિ પટેલે જૂનાગઢના રહેવાસી જમન ભાયાણીને માર મારવાની ધમકી આપી હતી આ પછી કીર્તિ પટેલ યુવકને માર મારવા તેના સાગરિતો સાથે જૂનાગઢના ભેંસાણ પહોંચી ગઈ હતી.
પોલીસે કીર્તિ પટેલ અને તેના સાગરિતોની બે કાર પણ જપ્ત કરી છે ટિક ટોક સ્ટાર અને તેના મિત્રોએ ગુરુવારે એક યુવકને ધમકી આપવા માટે લગભગ 450 કિલોમીટરની મુસાફરી કરી હતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુવકની ટિક ટોક સ્ટાર સાથે દલીલ થઈ હતી.
મામલો હાથમાંથી બહાર નીકળે તે પહેલા સ્થાનિક પોલીસે ટિક ટોક સ્ટાર કીર્તિ પટેલ અને તેના સાથીઓની ધરપકડ કરી હતી કીર્તિ સહિત 10 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જમન ભાયાણી નામના આ યુવકને કીર્તિ પટેલે ધમકી આપી હતી.
તે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીનો ભત્રીજો હોવાનું કહેવાય છે ભેસાણનાં નવા બસસ્ટેશન સામે રહેતા 48 વર્ષનાં જમનભાઈ બાવાભાઈ ભાયાણી વિરુદ્ધ કિર્તી પટેલ ધણા સમયથી પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડીમાંથી બેફામ વાણી વિલાસ કરતી હતી.
તેમજ જમનભાઈ ભાયાણીને વીડિયોના માધ્યમથી અપશબ્દો બોલીને માર મારવાની ધમકી આપતી હતી કીર્તિ પટેલ સાગરીતો સાથે ભેંસાણ આવી પહોંચતા ભેસાણ પોલીસ અને એલ.સી.બી.એ કીર્તિ પટેલ અને તેના સાગરીતોને ઝડપી લીધા હતા.
જમનભાઈની ફરિયાદ લઈને પોલીસે કીર્તિ પટેલ સુરત અજય મંગુ જેબલીયા સુરત અવનીક ભરત વધાસીયા સુરત ભરત ધીરુ મજેઠીયા નાના ભાદરકા જીતેન્દ્રસિંહ રાઠોડ અમદાવાદ જતિન લાઠીયા સુરત વૈશાખ અરવિંદ રફાળીયા સુરત યશ.
વિપુલભાઈ મુજપરા સુરત સુરેન્દ્રસિંહ જસુ સિસોદિયા સાણંદ જયદિપ લાઠીયા સુરત વિરુદ્ધ ગેરકાયદે મંડળી રચીને માર મારી મારવાની ધમકી આપ્યાની ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કીર્તિ પટેલે ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા વીડિયોમાં તેણે કહ્યું હતું કે ભૂપત ભાયાણીના ભત્રીજાએ દીકરીઓ વિરુદ્ધ અપશબ્દો બોલ્યા છે તેથી જ હું ભેંસાણ જાઉં છું જો મને કંઈ થશે તો ભૂપત ભાયાણી જવાબદાર રહેશે.
અગાઉ કર્ણાવતી ક્લબ સામે મારામારીની ઘટનામાં કોમલ પંચાલ નામની મહિલાએ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી આ કેસમાં ફરિયાદીએ મહિલા પર મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો કિર્તી પટેલ તેની પાસેથી બદલો લેવા સતત હેરાન કરતો હતો કરવામાં આવી રહી હતી