પત્ની ક્યારેય કરવા માટે ઉત્તેજિત થતી નથી,એને એવું લાગે છે કે હું રેપ કરી રહ્યો છું,શુ કરવું?..

સવાલ.હું 22 વર્ષની યુવતી છું મને હંમેશાં મૈત્રીપૂર્ણ વર્તન જ ગમે છે હું બધાં સાથે સારી રીતે જ વર્તન કરું છું અને મારાથી બને એટલી શક્ય મદદ કરવાનો પ્રયાસ કરું છું આટલી મહેનત કર્યા પછી પણ મને બહુ ખરાબ અનુભવ થયો છે.
મેં જેને ખેંચાઇને પણ મદદ કરી હોય એવી વ્યક્તિઓ જરૂરિયાતના સમયે મારી સાથે ઊભી નથી રહેતી અને મને એકલી પાડી દે છે આના કારણે મને બહુ દુ:ખ થાય છે આમાં મારો કોઇ વાંક છે?એક યુવતી (અમદાવાદ)
જવાબ.જો તમે હદથી વધારે બીજાની કેર કરવાનો નેચર ધરાવતા હોવ તો તમારે સાવધાન થઇ જવાની જરૂર છે કારણ કે આ સ્વભાવ તમને નુકસાન પહોંચાડી શકે છે બીજા વ્યક્તિની દરકાર કરવી તેઓનો ખ્યાલ રાખવો ખૂબ જ સારી બાબત છે.
પરંતુ કોઇ પણ વસ્તુ જ્યારે હદથી વધારે થવા લાગે ત્યારે તે ઘાતક બની જાય છે ઘણીવાર બીજા વ્યક્તિની સમસ્યાનો ઉકેલ લાવવામાં આપણે પોતે એટલાં ગૂંચવાઇ જઇએ છીએ અને પોતાના વિશે વિચારવાનું પણ બંધ કરી દઇએ છીએ.
ખેંચાઇને પણ મદદ કરવાના તમારા નેચરથી સમસ્યા એવા સમયે ઉભી થાય છે જ્યારે તમે પોતાની જાત પહેલાં બીજાને પ્રાથમિકતા આપવાનું શરૂ કરી દો છો વળી મોટાભાગે સામેવાળી વ્યક્તિ આ પ્રકારના સ્વભાવની વ્યક્તિને ગંભીરતાથી લેવાનું બંધ કરી દે છે.
અને તેઓ તમારી લાગણીઓની પરવા કરવાનું પણ બંધ કરી દે છે તમારાં આ સ્વભાવના કારણે તમે કદાચ એવા વ્યક્તિની પણ દેખરેખ રાખવાનું શરૂ કરી દો છો જેને તમારી ખાસ જરૂરિયાત પણ નથી હોતી જો તમે હદથી વધારે સાલસ અને દરકાર રાખનાર વ્યક્તિ હશો તો તમારા સંબંધો મજબૂત નહીં પણ કમજોર જ રહેશે.
કારણ કે તમારાં સ્વભાવના કારણે તમે હંમેશાં બીજાની હામાં હા જ મેળવશો પછી ભલે તમે તેમની વાતથી અસહમત હો તમારે એ સમજવું જરૂરી છે કે કોઇ પણ સંબંધમાં વ્યક્તિની દરકાર કરવી અલગ બાબત છે અને પોતાના મતને નિડર બનીને સામે રાખવો અલગ બાબત છે.
તમારી વાતને સહજતાથી મૂકશો તો તમારો સંબંધ વધારે મજબૂત બનશે જો તમારે અવગણનાનો ભોગ ન બનવું હોય તો સૌથી પહેલાં તો તમારી જાતને સમય આપો અને તમારી લાગણીઓને અન્ય કરતાં ટોપ પ્રાયોરિટી પર રાખો બીજાં વ્યક્તિઓનું ધ્યાન રાખો.
તેઓનું સન્માન પણ કરો પણ એક નિશ્ચિત રેખાની અંદર રહીને નહીં તો તમે તમારું આત્મ-સન્માન ગુમાવી દેશો તમારી જરૂરિયાતની દરકાર કરવાનું શરૂ કરી દો તમારાં ભવિષ્ય માટે પ્લાનિંગ કરો એવા લોકો વિશે વિચારવું બંધ કરો જે તમારા વિશે નથી વિચારતા નેગેટિવ અને બીજાના વિશે ખરાબ બોલતાં લોકોથી અંતર જાળવવાનું શરૂ કરો આનાથી તમારાં જીવનમાં હકારાત્મક ફેરફાર આવશે.
સવાલ.હું 35 વર્ષનો પરિણીત પુરુષ છું લગ્નને 8 વર્ષ થઈ ગયા છે 2 બાળકો છે લગ્નને આટલો સમય વીતી જવા છતાં પણ પત્નીમાં સે**ને લઈને ક્યારેય ઉત્સાહ જોવા મળતો નથી ક્યારેય પહેલ કરતા નથી મારા કહેવા પર જ તે બેકાર પડી રહી છે એવું લાગે છે કે હું બળાત્કાર કરી રહ્યો છું ક્યારેક તો તેની ઉદાસીનતા જોઈને બધી જ ઉત્તેજના દૂર થઈ જાય છે મને કહો શું કરું
જવાબ.આજે પણ યુવાનોને સે**નું જ્ઞાન ઓછું છે ખાસ કરીને છોકરીઓને યુવાનો હજી પણ તેમના મિત્રો સાથે અથવા અહીંથી-ત્યાંથી વાત કરીને કેટલીક માહિતી મેળવે છે પરંતુ છોકરીઓ હજુ પણ આ વિષય પર વાત કરતા શરમાતી હોય છે.
તમારી પત્ની પણ કદાચ સે* વિશે નથી જાણતી તમે તેને સે* પર એક સારું પુસ્તક વાંચવા માટે આપો સાથે ફરવા જાઓ સહવાસ પહેલાં તેમની સાથે સંવનન આલિંગન ચુંબન વગેરે જેવી પ્રવૃત્તિઓ કરીને તેમનામાં જાતીય ઉત્તેજના જગાડ્યા પછી સંબંધ બનાવો તો સહવાસ આનંદદાયક રહેશે અને સંભવત તમારી પત્નીની રુચિ પણ વધશે.
સવાલ.હું છેલ્લા બે વર્ષથી એક છોકરી સાથે રિલેશનમાં છું અમે બંને એકબીજાને ખૂબ જ ચાહીએ છીએ પરંતુ સમસ્યા એ છે કે મારી ગર્લફ્રેન્ડ મેરેજ કરવાની સ્પષ્ટ ના પાડે છે તે કહે છે કે તેને લગ્નસંસ્થામાં વિશ્વાસ જ નથી.
હું તેના સિવાય બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરવાની કલ્પના પણ કરી શકું તેમ નથી મારી વય 31 વર્ષની થઇ ગઇ છે અને હવે મારો પરિવાર મારા પર લગ્ન કરવાનું દબાણ કરી રહ્યો છે અને મારી ગર્લફ્રેન્ડ લગ્ન માટે કોઇ સંજોગોમાં તૈયાર નથી. હવે મારે શું કરવું જોઇએ?એક યુવક (વડોદરા)
જવાબ.તમારી સ્થિતિ સમજી શકાય એમ છે તમે પરિવારની લાગણી અને ગર્લફ્રેન્ડની ઇચ્છા વચ્ચે ફસાઇ ગયા છો આ પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઇએ એ નક્કી કરવા માટે પહેલાં તો તમારી શું ઇચ્છા છે એની આત્મસમીક્ષા કરો.
શું તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે મેરેજ ન થવાના હોય તો રિલેશનશિપ ચાલુ રાખવા તૈયાર છો?જો તમારો જવાબ હામાં હોય તો પણ તમે કેટલું ખેંચી શકશો?તમારી વય 31 વર્ષની થઇ ગઇ છે ત્યારે હવે તમે ડેટિંગ અને પ્રેમમાં શું ફરક છે તે કદાચ તમે જાણતા હશો.
તમે અને તમારી ગર્લફ્રેન્ડ હાલમાં રિલેશનશિપને અલગ-અલગ દૃષ્ટિકોણથી જુઓ છો હવે જ્યારે તમારી રિલેશનશીપને ચાર વર્ષ થઇ ગયા છે ત્યારે હવે આ વિશે સ્પષ્ટતા થઇ જાય એ જરૂરી છે જીવનના આ તબક્કે તમારા માટે મેરેજ કરવા કેમ જરૂરી છે તેનાં કારણોનું લિસ્ટ બનાવો અને તે અંગે તમારી ગર્લફ્રેન્ડ સાથે ચર્ચા કરો.
તમે ઈચ્છો તો આ અંગે કાઉન્સેલિંગ પણ લઈ શકો છો. તમારી ગર્લફ્રેન્ડ મેરેજને માત્ર એક ફોર્માલિટી માને છે અને તમારા બંને વચ્ચે આ જ મામલે વિચારભેદ છે જેમની સાથે તમારે વિચારભેદ હોય.
તેવા વ્યક્તિ સાથે રહેવાથી ક્યારેક તો સમસ્યા થશે જ તેની સાથે કાયમના સંબંધ રાખવા તમે સમજો છો તેટલું સરળ નહીં હોય તમારે અને તમારી ગર્લફ્રેન્ડે સાથે મળીને આ મુદ્દાઓની ચર્ચા કરવી જોઇએ અને પછી જ કોઇ નિર્ણય લેવો જોઇએ