ચરોતરમાં આવેલું છે માં સિકોતરનું ચમત્કારીક મંદિર,900 વર્ષ જુના મંદિરમાં પૌરાણિક કાળથી માં સિકોતર માતાજીનું મંદિર સ્થાપિત છે... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ABC

ચરોતરમાં આવેલું છે માં સિકોતરનું ચમત્કારીક મંદિર,900 વર્ષ જુના મંદિરમાં પૌરાણિક કાળથી માં સિકોતર માતાજીનું મંદિર સ્થાપિત છે…

Advertisement

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારત એક એવો દેશ છે, જે પોતાની વિશેષ સંસ્કૃતિ ના કારણે પુરી દુનિયામાં ઓળખવામાં આવે છે.અહીં દેશ ના ખૂણા-ખૂણા માં એવા -એવા કામ કરવામાં આવે છે, જે ફક્ત અહીં જ દેખવા મળી શકે છે.દેશ ના દરેક ભાગ ની પોતાની એક અલગ માન્યતા છે.

તમે તો જાણો જ છો કે ભારત માં ધર્મ ને સૌથી મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. અહીં પર એટલી સંખ્યા માં મંદિર છે કે તેમને ગણી શકવા લગભગ મુશ્કેલ છે.જો આ દેશ ને મંદિરો નો દેશ કહેવામાં આવે તો કંઈ ખોટું નથી. અહીં ની દરેક ગલી માં એક મંદિર દેખવા મળી જાય છે.ખંભાતથી સાત કિલોમીટરના અંતરે આવેલું છે રાલેજ ગામ, જ્યાં આશરે નવસો વર્ષ જુના મંદિરમાં પૌરાણિક કાળથી માં સિકોતર માતાજીનું મંદિર સ્થાપિત છે.

Advertisement

ચૈત્ર માસની પૂનમ તેમજ દર રવિવારે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટે છે. આ મંદિરની પૌરાણિક કથા આ પ્રમાણે છે.ખંભાત નગરનો જગડુશા શેઠ નામનો વણિક ખુબજ ધનવાન હતો. પરદેશથી પોતાના કુટુંબીજનો અને નોકર ચાકરના કાફલા લઇ અઢળક ધન સંપત્તિ લઇ દરિયાઈ માર્ગે પોતાના વતન તરફ આવી રહ્યો હતો.

Advertisement

તે સમયે સમુદ્રમાં પવનનું જોરદાર તોફાન થતા જગડુશા શેઠે ડુંગર પાર સિંહ પર બિરાજમાન હરસિદ્ધિ ભવાનીનું ધ્યાન ધરીને પોતાના કાફલાને બચાવવા પ્રાર્થના કરતા માતાજીએ ત્રિશુળની અણીએ વહાણ કિનારે પહોંચાડી દીધું હતું. જગડુશા શેઠની ભક્તિ જોઈ પ્રસન્ન થયેલા માતાજીએ પોતાના મંદિરની સ્થાપના કરવાનો આદેશ કર્યો.

Advertisement

ત્યારથી સ્થાપના થઈ સિકોતર માતાના મંદિરની. આજના સમયમાં રાલેજગ ગામે આવેલ વહાણવટી સિકોતર મંદિરના પરચા દેશ વિદેશમાં પણ આપેલ છે. ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં વસતા ગુજરાતના લોકો પણ વારે તહેવારે અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે. સિકોતર માતાજીના મંદિરને અડીને આવેલ એક વખત સ્મશાન હતું, જ્યાં શિવ મંદિર પણ બિરાજમાન છે. ખાસ વાત એ છે કે અહીં ભારતના નકશામાં ભારતભરમાં આવેલા તમામ શિવલિંગના એક જ જગ્યાથી દર્શન થાય છે.

Advertisement

દેશભરમાં એવા ઘણા મંદિર છે જ્યાં દેવી માતાના ચમત્કાર પ્રસિદ્ધ છે, ભારતમાં દેવી માતાના ઘણા બધા મંદિર રહેલા છે અને બધાની પોતાની કોઈને કોઈ ખાસિયત છે જે તેને બધા મંદિરોથી અલગ બનાવે છે, હંમેશા આ મંદિરોની અંદર કોઈને કોઈ પ્રકારના ચમત્કાર જોવા મળે છે, જેને કારણે જ દુર દુરથી લોકો આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે, દેશમાં દેવી માં ના ઘણા ચમત્કારિક મંદિરો માંથી એક રતનગઢ માતાનું મંદિર છે.

Advertisement

આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે અહીયાની માટી અને ભભૂતમાં એક ચમત્કારિક શક્તિ છે, માન્યતા મુજબ જે કોઈ વ્યક્તિ શારીરક રીતે બીમાર રહે છે, જો તે અહીયાની ભભૂત ચાટી લે છે તો તેની તમામ બીમારીઓ દુર થઇ જાય છે, સૌથી મોટી ખાસ વાત આ મંદિરની માટીની એ છે કે તેને ચાટતા જ ઝેરીલા જીવોનું ઝેર પણ કોઈ અસર નથી કરતું.

અમે તમને દેવી માતાના આ મંદિર વિષે જાણકારી આપી રહ્યા છીએ આ મંદિર મધ્ય પ્રદેશથી લગભગ ૫૫ કી.મી. ના અંતરે રામપુર ગામમાં આવેલું છે, રતનગઢ માતાનું આ મંદિર સિંધ નદીના કિનારે બનેલું છે, દેવી માતાનું આ મંદિર ગાઢ જંગલો ની વચ્ચે આવેલું છે, આ મંદિરમાં દેવી માં ની મૂર્તિ ઉપરાંત કુંવર મહારાજની મૂર્તિ પણ સ્થિત છે.

Advertisement

અહિયાંના સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ એવું કહેવામાં આવે છે કે કુંવર મહારાજ દેવી માતાના સૌથી પરમ ભક્ત હતા, તેથી આ મંદિરની અંદર માતાની પૂજા સાથે સાથે તેમની પણ પૂજા કરવામાં આવે છે. રતનગઢ વાળા માતાના મંદિરની સૌથી ખાસ વાત એ ગણવામાં આવી રહી છે કે આ મંદિરની માટીમાં એટલી શક્તિ છે.

Advertisement

કે તે ચાટવાથી સાંપ, વિછી વગેરે કોઈ પણ પ્રકારના ઝેરીલા જીવોના ઝેર દુર થઇ જાય છે, દેવી માતાના મંદિરમાં જે ભભૂત નીકળે છે તે ઘણી જ સિદ્ધ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ ભભૂતને પાણીમાં ભેળવીને કોઈ રોગી વ્યક્તિ સેવન કરે છે તો તેનાથી તમામ પ્રકારના રોગ ઠીક થઇ જાય છે.

Advertisement

દેવી માતાના આ મંદિરમાં માત્ર માણસોને જ પરવાનગી નથી હોતી પરંતુ પશુઓનો પણ ઈલાજ કરવામાં આવે છે, અહિયાંના સ્થાનિક લોકો ભાઈ બીજના દિવસે પશુને બાંધવાના દોરડાને દેવી માં પાસે મુકે છે ત્યાર પછી આ દોરડાથી ફરી પશુને બાંધી દે છે તેનાથી પશુને કોઈ પ્રકારની શારીરિક તકલીફ છે તો તે જલ્દી દુર થઇ જાય છે.

માતાના આ મંદીરમાં ભાઈ બીજના દિવસે વિશેષ મેળો ભરાય છે, આ મેળાની અંદર સ્થાનિક લોકો સાથે સાથે દુર દુરથી ભક્ત દર્શન કરવા માટે અહિયાં આવે છે.દેવી માતાના આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ મુગલ કાળ દરમિયાન કરવામાં આવ્યું હતું, તે સમયે યુદ્ધ દરમિયાન શિવાજી વીંધ્યાનચલના જંગલોમા ભૂખ્યા તરસ્યા ભટકી રહ્યા હતા ત્યારે તેને કોઈ કન્યાએ ભોજન કરાવ્યું હતું.

Advertisement

અહીયાના સ્થાનિક લોકોએ એવું જણાવ્યું હતું કે શિવાજીએ પોતાના ગુરુ સ્વામી રામદાસને તે કન્યા વિષે પૂછ્યું તો તેમણે પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોઇને શિવાજીને જણાવ્યું કે તે કન્યા જગત જનની માં દુર્ગા હતી, જ્યારે માતાના મહિમાથી પ્રભાવિત થઈને શિવાજીએ અહિયાં દેવી મા નું મંદિર બનાવરાવી દીધું હતું, જે ભક્ત આ મંદિરમાં પોતાના સાચા મનથી માતાના દર્શન કરે છે તેની તમામ મનોકામનાઓ પુરી થાય છે.

Advertisement

આવુંજ એક બીજું મંદિર મધ્યપ્રદેશના ઉજ્જૈનના કાલીઘાટ સ્થિત કાલિકા માતાના પ્રાચીન મંદિરને ગઢ કાલિકાના નામથી ઓળખવામાં આવે છે. દેવીઓમાં કાલિકાને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગઢ કાલિકાના મંદિરમાં કાલિકાના દર્શન માટે હઝારો લોકોની ભીડ લાગે છે. તાંત્રીકોની દેવી કાલિકાના આ ચમત્કારી મંદિરની પ્રાચીનતાના વિષયમાં કોઈ નહિ જાણતું હોય, તેની સ્થાપના મહાભારત કાળમાં થઇ હતી, પરંતુ મૂર્તિઓ સતયુગ કાળથી છે.

Advertisement

પછી આ પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધાર સમ્રાટ હર્ષવર્ધન દ્વારા કરવાનો ઉલ્લેખ મળે છે, સ્ટેટકાળમાં ગ્વાલિયરના મહારાજા એ તેના પુનનિર્વાણ કરાવ્યું. કાલીકાજીના આ સ્થાન પર ગોપાલ મંદિરથી સીધું અહી સુધી જઈ શકાય છે. અને ગઢ નામના સ્થાન પર હોવાથી ગઢ કાલિકા કહેવાયા. મંદિરના પ્રવેશ દ્વાર પર આગળ સિંહની પ્રતિમા છે.

આમ તો ગઢ કાલિકાનું મંદિર શક્તિપીઠમાં શામિલ નથી, પરંતુ ઉજ્જૈન ક્ષેત્રમાં હરસિદ્ધિ શક્તિપીઠ હોવાના કારણે આ ક્ષેત્રનું મહત્વ વધી જાય છે. પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે ઉજ્જૈન માં શિપ્રા નદીના કિનારે ભૈરવ પર્વત પર માં ભગવતી ના અંશો મળ્યા હતા. તેથી આ સ્થાન કાલિકા ના નામથી પ્રખ્યાત છે.

Advertisement

આ મંદિરની નજીક આવેલ ગણેશનું પ્રાચીન અને પૌરાણિક મંદિર છે. એવી રીતે ગણેશ મંદિરની સામે પણ હનુમાન મંદિર છે. ત્યાં વિષ્ણુની સુંદર પ્રતિમા પણ છે. ખેતરની વચ્ચે ગોરા ભૈરવનું સ્થાન પણ છે. ગણેશજી ની નજીક જ થોડું દુર શીપ્રાણી પુનીત ધારા વહે છે. આ ઘટ પર અનેક સતીઓ ની મૂર્તિઓ છે. નદીના બીજા કિનારે ઉખરેશ્વર નામનું પ્રસિદ્ધ સ્મશાન પણ છે. અહી નવરાત્રીમાં લાગતા મેળા ઉપરાંત અલગ-અલગ સમય પર ઉત્સવો અને યજ્ઞો નું આયોજન થાય છે. માં કાલીકાના દર્શન માટે દુર-દુર થી લોકો આવે છે.

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button