Article
IPL 2022: ચેન્નાઈની સાથે દીપક ચહરને પણ થયું મોટું નુકસાન, ગુમાવવા પડશે 14 કરોડ રૂપિયા, જાણો શું છે પગારનો નિયમ
ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ફાસ્ટ બોલર દીપક ચહર ઈજાના કારણે IPL 2022માંથી બહાર થઈ ગયો છે. તે આ સિઝનમાં એક પણ મેચ રમ્યો નથી અને ટીમના કેમ્પનો ભાગ પણ બની શક્યો નથી. જો કે તે પરત ફરે તેવી અપેક્ષા હતી, પરંતુ નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેના પુનર્વસન દરમિયાન ફરીથી થયેલી ઈજાએ તમામ શક્યતાઓને સમાપ્ત કરી દીધી.
ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ફાસ્ટ બોલર દીપક ચહર ઈજાના કારણે IPL 2022માંથી બહાર થઈ ગયો છે. તે આ સિઝનમાં એક પણ મેચ રમ્યો નથી અને ટીમના કેમ્પનો ભાગ પણ બની શક્યો નથી. જો કે તે પરત ફરે તેવી અપેક્ષા હતી, પરંતુ નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેના પુનર્વસન દરમિયાન ફરીથી થયેલી ઈજાએ તમામ શક્યતાઓને સમાપ્ત કરી દીધી. IPL દ્વારા શુક્રવારે જારી કરાયેલા નિવેદનમાં પુષ્ટિ કરવામાં આવી હતી કે તે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. જમણા હાથના 29 વર્ષીય ફાસ્ટ બોલર દીપકને પણ ઈજાના કારણે આર્થિક રીતે નુકસાન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપકને તેની હરાજીની રકમમાંથી એક પણ રૂપિયો નહીં મળે. દીપક, જે ચેન્નાઈના બોલિંગ આક્રમણનો મહત્વનો ભાગ હતો, તેને ફ્રેન્ચાઈઝી દ્વારા આ વખતની મેગા ઓક્શનમાં 14 કરોડની મોટી રકમ સાથે સામેલ કરવામાં આવ્યો હતો. આવો જાણીએ IPLમાં ખેલાડીઓના પગાર સાથે જોડાયેલા નિયમો શું કહે છે…