નિયમોનું ઉલ્લંઘન કર્યા બાદ કિંજલ દવે એ આપ્યો જવાબ માત્ર કલાકારોને હેરાન કરવાનું બંધ કરો, નેતા ઓ ને …..
ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ધીમેધીમે ઘટી રહ્યું છે પણ હજી તે જડમૂળમાંથી ગયું નથી અને ચાલતી આપણા રાજ્યની ગાઇડલાઇન મુજબ તમે ટોળામાં ભેગા થઈ શકતા નથી તો આમાં ગાઇડલાઈન ના ઉલ્લંઘનના કેટલાક કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેમાંનો એક કિસ્સો ખૂબ વિવાદમાં ચાલી રહ્યો છે કિંજલ દવે આ મુદ્દા ઉપર એક નિવેદન આપ્યું છે
હિંમતનગરમાં કિંજલ દવે નો એક કાર્યક્રમ હતો.
કિંજલ દવે આ નિયમનું ઉલ્લંઘન ઉપર પોતાની એક લાગણી વ્યક્ત કરી છે
કલાકારો અને રાજકીય માણસો આ બંનેમાં કેમ તફાવત કરવામાં આવે છે તેવું કિંજલ દવે નિવેદન આપ્યું છે
રાજ્યના આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ કોરોના ના સંક્રમણમાં આવી ગયા છે
અને રાજ્યમાં ચાલતી ચુંટણીના લીધે રાજકીય પક્ષો પોતાના રેલીઓ અને કાર્યક્રમો પણ યોજી રહ્યા છે
તેમાં સોશિયલ ડિસ્ટન્સ નુ સેજ પણ ધ્યાન રાખવામાં આવતું નથી
બીજી તરફ અમુક મેગાસિટી ઓ મા રાત્રી કર્ફ્યુ નું પણ રાજકીય પક્ષો દ્વારા ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો છે તો હાલ તાજેતરમાં જ એક કાર્યક્રમ યોજાયું હતું જેમાં કિંજલ દવે મુખ્ય ગાયિકા હતી અને તેમના સાથી ચાર કલાકારો પણ હતા આ કાર્યક્રમ હિંમતનગરના ઇડરના રોજ વિલા બંગ્લોઝ ખાતે રાખવામાં આવ્યું હતું.
જાણવા મળ્યા મુજબ આ કાર્યક્રમની મંજૂરી લેવામાં આવી ન હતી તો કોરોના ની આવી મહામારીમાં નિયમોના સરેઆમ ધજાગરા ઊડી રહ્યા હતા આ વાતની જાણ પોલીસને થતાં પોલીસે રેડ પાડી હતી અને સ્ટેજ ઉપર ઉપસ્થિત ચાર જણ ઉપર ફરિયાદ નોંધી હતી ત્યારે કિંજલ દવે હવે નિયમોના ઉલ્લંઘન વિશે એક લાગણીભર્યું નિવેદન આપે છે
કિંજલ દવે નું કહેવું છે કે માત્ર કલાકારોને હેરાન કરવાનું બંધ કરો
કિંજલ દવે પોતાના લાગણીભર્યા નિવેદનમાં કીધું છે કે અગિયાર મહિના થી અમારું રોજગાર બંધ છે મારા ગ્રુપના ૨૦થી ૨૫ લોકો બેરોજગાર થઇ ગયા છે અને આ હેરાનગતિથી અમને બે ત્રણ કલાકારોને ટાર્ગેટ કરીને જ કરવામાં આવી રહી છે જો અમને કાર્યક્રમ ના કરવા દો તેનાથી અમને કોઈ જ વિરોધ નથી પણ રાજકીય નેતાઓ ના કાર્યક્રમો કેમ? તેમાં નિયમનું ઉલ્લંઘન કેમ દેખાતું નથી?
ફક્ત કલાકારો ના પ્રોગ્રામ માં જ કે નિયમનો ભંગ થયેલો દેખાય છે 11 મહિના બાદ પ્રથમ કાર્યક્રમ આજે કર્યો તો પણ આ રીતે અમને ટાર્ગેટ કેમ કરવામાં આવ્યા આવું જ પોતાનું લાગણીભર્યું નિવેદન કિંજલ દવે પોતાના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર મૂક્યું હતું.