ગુજરાતના આ ચમત્કારી મંદિર માં દીકરા ને દાન માં આપી દેવાની પરંપરા છે,ઝાલા ભગત ની આ જગ્યા એ છે આવી પરંપરા..

આપણા ગુજરાતની ધરતી એટલી પવિત્ર છે કે ગુજરાતના ખૂણે ખૂણે હજારો-લાખો પવિત્ર સ્થાનકો આવેલા છે આ તમામ સ્થાનકોમાં રોજે રોજ ઘણા એવા ચમત્કારો પણ જોવા મળે છે.
તેથી જ આ સ્થાનકોમાં ઘણી મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવે છે અને દર્શન કરીને તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ પણ કરતા હોય છે આજે આપણે એક એવી જ પરચારૂપી જગ્યા વિષે જાણીએ ગુજરાતની ધરતી પર ઘણા બધા નાના મોટા દેવી દેવતાઓના પવિત્ર મંદિરો આવેલા છે.
દરેક મંદિરમાં ભક્તો મોટી મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે ઘણા મંદિરોમાં તો રોજેરોજ ઘણા ચમત્કારો પણ થતા જોવા મળે છે તેથી ભક્તો ઘણી મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે.
દર્શન કરીને દરેક ભક્તો તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ કરતા હોય છે આજે આપણે એક એવી જ પરચારૂપી જગ્યા વિષે વાત કરીશું દરેક લોકો વીરપુરમાં બિરાજમાન જલારામ બાપાના મંદિરમાં દર્શને તો ગયા જ હશે.
તેવી જ રીતે જલારામ બાપાના પહેલા સ્વરૂપ અને ઇતિહાસની જો વાત કરવામાં આવે તો તેઓ પહેલા વાંકાનેરના મેસરીયા ગામમાં રહેતા હતા મેસરીયા ગામમાં એક પીરાણું આવેલું છે આ જગ્યાને ઝાલા ભગતની જગ્યા અને નામ એટલે બાપા જલારામનો આગળનો અવતાર છે.
આ જગ્યા પર નિઃસંતાન દંપતીઓ પણ માનતા લઈને આવતા હોય છે અને જયારે તેમને બાળકો થાય એટલે તે દંપતીઓ તેમના બાળકોને કેટલાક દિવસો કે મહિનાઓ સુધી દાનમાં પણ આપતા હોય છે.
ઝાલા ભગતે આ જગ્યા પર સમાધિ લીધી હતી અને તેઓએ સમાધિ લેતા પહેલા એવું પણ કહ્યું હતું તેમનો આગળનો જન્મ વીરપુર ગામમાં થશે આથી અત્યાર સુધી પૂજ્ય શ્રી જલારામ બાપાના ઘણા પરચાઓ જોવા મળ્યા છે.
જલારામ બાપા એક વખત મેસરીયા ગામમાં આવ્યા પણ હતા અને તેમના આગળના જન્મની ઉધારી હતી તે ચૂકવી પણ ગયા હતા બાપા ઘણા એવા પરચાઓ પૂરતા જ રહે છે આથી જે ભક્તો તેમની માનતા લઈને આવે છે.
તે દરેક લોકોની માનતા જલારામ બાપા પુરી કરીને તેમનું જીવન ખુશીઓથી ભરી દેતા હોય છે સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ.વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો.
તે ભગવાન રામના ભક્ત હતા જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ રસ નહોતો તેઓ હંમેશા યાત્રાળુઓ સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા.
અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું ૧૮૧૬ની સાલમાં ૧૬ વર્ષની ઊંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યાં વીરબાઈ પણ ધાર્મિક અને સંતઆત્મા હતા.
આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારીવૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું વીસ વર્ષની વયે જલારામે આયોધ્યા કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું.
ત્યારે પત્નિ વીરબાઈ પણ તેમની સાથે જોડાયા ૧૮ વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા ભોજા ભગતે તેમને ગુરુ મંત્ર માળા અને શ્રી રામનું નામ આપ્યું.
તેમના ગુરુના આશીર્વાદથી તેમણે સદાવ્રત ની શરૂઆત કરી સદાવ્રત એ એવું સ્થળ છે કે જ્યાં સાધુ-સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના બારે મહિના અને ૨૪ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે