આજે આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, જાણો વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી શરૂ થશે?…

રાજ્યમાં હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં વૉલ માર્ક પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. 6 જિલ્લામાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જો કે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવા લાગશે.
હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. જ્યારે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ અને જામનગર અને રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આમ, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને ડાંગ જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, તાપી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ અને નર્મદા જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. નવા તબક્કાની વાત કરીએ તો 26 અને 27મીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
22 થી 30 જુલાઇની વચ્ચે સમગ્ર ગુજરાતમાં ફરી વરસાદ શરૂ થશે. 26 અને 27 તારીખે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે.
જેને કારણે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વલસાડ, ડાંગ, દમણ, નવસારી, સુરત, તાપી, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં વરસાદની ભારે આગાહી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 54 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 98.29 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 69.34 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 55.12 ટકા, પૂર્વ ગુજરાતમાં 42.08 ટકા અને ઉત્તર ગુજરાતમાં 29.32 ટકા કુલ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.
સિઝનના 50 ટકા વરસાદ માટે ગુજરાતને ગત વર્ષે 7 સપ્ટેમ્બર સુધી રાહ જોવી પડી હતી. ગત વર્ષે 14 જુલાઇ સુધી મોસમનો માત્ર 19.72 ઈંચ વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં ચોમાસા દરમિયાન સામાન્ય રીતે સરેરાશ 33.46 ઈંચ વરસાદ પડતો હોય છે, જેની સામે અત્યારસુધી 17.06 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. આ પૈકી જૂનમાં 2.52 જ્યારે માત્ર જુલાઇ માસના 14 દિવસમાં 14.53 ઈંચ વરસાદ વરસ્યો છે.