આવનાર 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ….

બપોર બાદ રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડ્યો હતો. જેમાં અમરેલી જિલ્લામાં મેઘરાજાએ મેઘમહેર કરી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ગ્રામીણ પંથકમાં વરસાદી માહોલ જારી રહ્યો છે. બરડા, હાથસણી, રાવળ સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે.
રાજ્યમાં દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો વરસાદથી વધુ પ્રભાવિત થશે. આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને જામનગરમાં સારા વરસાદની અપેક્ષા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેવા કે વલસાડ, નવસારી, સુરત, ખેડામાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.જો કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને બાદ કરતાં સમગ્ર રાજ્યના કેટલાક ભાગોમાં હજુ પણ વરસાદ પડ્યો નથી. ખેડૂતોની વાવણી અટકી જવાથી ખેડૂતો પરેશાન છે.
અમરેલી જીલ્લા પર મેઘરાજા સતત મહેરબાન છે. બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થયો છે. બગસરા, માણેક વાડા અને લુખીયામાં સારો વરસાદ થયો છે. વાવણી લાયક વરસાદથી વિસ્તારના ખેડૂતો ખુશ છે. લીલીયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
છેલ્લા 15 દિવસથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. લીલીયા પંથકના પાંચ તલવાડા ગામમાં બપોર બાદ વરસાદ શરૂ થયો છે. સતત વરસાદથી ખેડૂતો ખુશ છે. કેટલાક વિસ્તારોમાં ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે
જૂનાગઢ, સુરત અને નવસારીના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મહેર કરી રહ્યા છે. જૂનાગઢ માળીયા હાટીના તાલુકામાં ગાજવીજ અને વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ગડુ, શેરબાગ અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી જોવા મળી હતી.
ગડુ, સમઢીયાળા, ખુરાશા, જડકા, ધણેજ, ભંડુરી, ગાલોદર, જુથલ, પાણીધારા, લાઠોદરા, ગગેચા જેવા ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની ગતિવિધિઓ જોવા મળી રહી છે.
હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જામેલો જ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સુરત, સુરત,વલસાડ, નવસારી,તાપી,ડાંગ,દમણ દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બાજુ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.