આવ રે વરસાદ, ગુજરાતના આ વિસ્તારોમાં થશે ભારેથી અતિભારે વરસાદ, આ વિસ્તારોમાં અપાયું રેડ એલર્ટ….

અમદાવાદ શહેરના લોકોની લાંબા વિરામ બાદ આજે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદીઓએ હાશકારો અનુભવ્યો છે.અમદાવાદમાં આજે સવારથી બોપલ, ઘુમા, એસજી હાઇવે, સેટેલાઇટ, વસ્ત્રાલ, જશોદા નગર, નારોલ અને નિકોલ જેવા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં વરસાદની આગાહી કરી છે.
જ્યારે હવામાન વિભાગે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 5 જુલાઈએ વરસાદની આગાહી કરી છે. 5 જુલાઈએ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. આ ઉપરાંત નવસારી, દમણ, વલસાડ, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી છે.
બીજી તરફ નવસારી, સુરત, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકા, બોટાદ અને ગીર સોમનાથમાં 6 જુલાઈના રોજ વરસાદની સંભાવના છે. રાજ્યના 147 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. મહેસાણાના સતલાસણમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો માંગરોળમાં 1.8 ઈંચ, નવસારીમાં 2.5 ઈંચ, વડાલીમાં 1.8 ઈંચ અને માંડવીમાં 1.8 ઈંચ વરસાદ નોંધાયો છે.
જ્યારે વીરપુરમાં 1.5 ઇંચ, સોનગઢમાં 1.5 ઇંચ, સોનગઢમાં 1.5 ઇંચ, ખાંબામાં 1.5 ઇંચ, કરજણમાં 1.5 ઇંચ, કરજણમાં 1.5 ઇંચ, વિજયનગરમાં 1.5 ઇંચ, નેત્રંગમાં 1.5 ઇંચ, બરવાળામાં 1.5 ઇંચ વરસાદ. પલસાણામાં 1.3 ઈંચ, જોડીયામાં 1.3 ઈંચ, તિલકવાડામાં 1.3 ઈંચ અને દિયોદરમાં 1.3 ઈંચ વરસાદ પડતાં રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
વરસાદના આંકડા મુજબ, અમદાવાદમાં અત્યાર સુધીમાં 1.33 ઈંચ સાથે સિઝનનો માત્ર 4.27 ટકા જ વરસાદ પડ્યો છે. અમદાવાદ જિલ્લામાં સિઝનનો માત્ર 7.39 ટકા વરસાદ બે ઈંચ નોંધાયો છે. ગયા વર્ષની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં ગયા વર્ષે 3 જુલાઈ સુધીમાં 5.31 ઈંચ સાથે સિઝનનો 16.3 ટકા વરસાદ નોંધાયો હતો.
અમદાવાદ જિલ્લામાં પણ 4 ઈંચ સાથે સિઝનનો 14 ટકા વરસાદ નોંધાયો છે. આમ, અમદાવાદ શહેર અને જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ઘણો ઓછો વરસાદ થયો છે.
હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓ સહિત બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. પરિણામે, NDRFના 25 સભ્યોની ટીમ બનાસકાંઠાના જિલ્લા મથક પાલનપુર ખાતે તૈનાત કરવામાં આવી છે અને સ્ટેન્ડબાય પર છે. એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી લાઈવ બોય, લાઈવ જેકેટ્સ, રબર બોટ તેમજ વૃક્ષ કાપવાના મશીનો સહિતના સાધનોથી સુસજ્જ છે.
એનડીઆરએફની આ ટીમ તે જગ્યાએ જશે જ્યાં વધુ વરસાદ અને બચાવ કામગીરીની જરૂર છે અને રાહત અને બચાવ કામગીરી હાથ ધરશે. રાજ્યના હવામાન વિભાગે 7મી સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જારી રહેશે.
હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે તંત્ર એલર્ટ પર છે. એનડીઆરએફની ટીમ તૈયાર છે. ભારે વરસાદને પગલે બનાસકાંઠા, ગાંધીનગર, આણંદ, પાલનપુર, નવસારી અને સુરતમાં NDRFની ટીમોને સાધનો સાથે તૈનાત કરવામાં આવી છે.