ચેતજો/અંબાલાલ પટેલ ની મોટી આગાહી,10 દિવસ સુધીમાં અહીં ધોધમાર વરસાદ ની અગાહી…

હાલમાં ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈને ગુજરાતના હવામાનશાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે 2 થી 4 ઓગસ્ટ દરમિયાન વરસાદ શરૂ થશે.
આશ્લેષા નક્ષત્રમાં વરસાદ વધશે. દક્ષિણ ગુજરાતમાં 10 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાથી લોકો ફરી ચિંતિત છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવતીકાલથી રાજ્યમાં ઉઘાડ નીકળવાની તૈયારી છે. પરંતુ વરસાદનો ત્રીજો રાઉન્ડ 4 ઓગસ્ટથી શરૂ થશે.
રાજ્યમાં 4 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ થયો છે, જેના કારણે સિઝનનો 65 ટકાથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે.
ઓગસ્ટ અને સપ્ટેમ્બર આવવાના બાકી છે. રાજ્યમાં અનેક જળાશયો, નદીઓ અને કુવાઓ વરસાદી પાણીથી ભરાઈ ગયા છે. જો કે વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થયો છે. જુલાઈમાં અપેક્ષા કરતા 56 ટકા વધુ વરસાદ નોંધાયો છે. બીજી ઓગસ્ટથી વરસાદની તીવ્રતા વધશે તેવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે.
ગુજરાતના 55 ડેમમાં 90 ટકાથી વધારે પાણીનો જથ્થો આવી ચૂક્યો છે. ગુજરાતના 6 ડેમમાં 80 ટકાથી 90 ટકા પાણી ભરાયું છે. જ્યારે 17 ડેમમાં 70થી 80 ટકા પાણી આવ્યું છે. પરંતુ હજુ ગુજરાતના 128 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી છે. બીજી તરફ નર્મદા ડેમની સપાટી 130.86 મીટરે પહોંચી છે.
સરદાર સરોવર ડેમમાં 74.19 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 44.29 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 71.81 ટકા, કચ્છના 20 ડેમમાં 70.39 ટકા, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 55.29 ટકા એમ રાજ્યના 207 ડેમમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટી 130.86 મીટરે પહોંચી ગઈ છે.
રાજ્યના 206માંથી 34 ડેમ ઓવરફ્લો થયા છે, 100 ટકા ડેમ છલોછલ થયા હોય તેમાં સૌરાષ્ટ્રના 13, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 7 અને મધ્ય ગુજરાતના એક ડેમનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં હજુ પાણીની ખાસ આવક થઈ નથી, ત્યાંના 15 ડેમોમાં 24.38 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર સહિત ગુજરાતના 207 ડેમોમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 69.75 ટકા વરસાદ નોંધાયો છે. હવે રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે, વરસાદે વિરામ લેતાની સાથે જ બફારાનું પ્રમાણ અને તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. બીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થયો હતો.
સતત વરસાદ બાદ હવે ખેડૂતો પણ ઈચ્છી રહ્યા છે કે વરસાદ થોડો સમય માટે વિરામ લે. કારણ કે પાકની વૃદ્ધિ માટે ઉઘાડ નીકળે તે જરૂરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી એટલે કે 28 જુલાઈથી વરસાદનું જોર ઘટી જશે. જોકે, આ દરમિયાન વાદળછાયું વાતાવરણ બન્યું રહેશે.