આજે પણ અહીં હયાત છે ભગવાન સ્વામિનારાયણ ની વર્ષો જૂની પાઘડી,જેના માત્ર વર્ષ માં 1 જ દિવસ દર્શન થાય છે.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

આજે પણ અહીં હયાત છે ભગવાન સ્વામિનારાયણ ની વર્ષો જૂની પાઘડી,જેના માત્ર વર્ષ માં 1 જ દિવસ દર્શન થાય છે..

Advertisement

સુરતમાં ભાઈ બીજના દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાઘડી લોકોના દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવે છે. સવંત 1881માં સુરત આવેલા સ્વામિનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રીફળ આપ્યાં હતાં. જે આજે 194 વર્ષે પણ પારસી પરિવાર પાસે છે.

પારસી પરિવાર આ પાઘડીનું જીવની જેમ જતન કરે છે. ભગવાનનું માથું પોતાની પાસે હોવાનું માનતો આ પારસી પરિવાર દર ભાઈ બીજાના દિવસે પ્રેમથી તમામ લોકોને પાઘડીના દર્શન કરાવે છે.

Advertisement

તસવીરમાં જોવા મળતી આ પાઘડી આજથી 194 વર્ષ જૂની છે. જેની પાછળ પણ એક ધાર્મિક આસ્થા છુપાયેલી છે. આ પાઘડી કોઈ સામાન્ય નહીં પણ સદીઓ પૂર્વે સ્વામિનારાયણ ભગવાને ધારણ કરી હતી તે છે.

194 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યા હતા ત્યારે તે સમયના કોટવાળ તરીકે કાર્ય કરતા અરદેશરને તેમણે આ પાઘડી ભેટમાં આપી હતી. ત્યારથી આ પાઘડીને સુરતમાં આજ દિવસ સુધી સાચવામાં આવી છે.

Advertisement

પાઘડીની પાછળની ધાર્મિક વાયકા એમ છે કે, સવંત 1881માં સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યાં હતાં. સુરતમાં થોડા દિવસો રોકાયા બાદ અરદેશર કોટવાળની સેવાથી ખુશ થયેલા ભગવાને તેમને 1881ના માગશર સુદ ત્રીજના દિવસે પરત જતી વખતે કોટવાળને શ્રીફળ અને પોતાની પાઘડી આપી હતી.

જોકે, સ્વામિનારાયણ ભગવાને 194 વર્ષ પૂર્વે અરદેશર કોટવાળને પાઘડી આપી હતી. જે તેમના દીકરા જહાંગીરશાહ પાસે ગઈ પરંતુ તેમનું નાની ઉંમરે અવસાન થતાં તેમના પત્ની ડોશીબાઈ કોટવાળ પાસેથી પાઘડી તેમના મોસાળ સોરાબજી એડલજી વાડિયા પાસે ગઈ હતી.

Advertisement

ત્યારથી હાલની હયાત ત્રીજી પેઢી તહેમસ્પ અને તેમના દીકરા કેરશાસ્પ તેમના જીવની જેમ આ પાઘડીનું જતન કરી રહ્યા છે.મૂળ આ પરિવાર પારસી હોવા છતાં તેઓએ વર્ષોથી પોતાના ધર્મ સાથે સ્વામિનારાયણ ધર્મને અપનાવ્યો છે.

સૈયદપુરા વિસ્તારમાં રહેતા વાડિયા પરિવારે પાઘડી માટે અલગ રૂમ બનાવ્યો છે. જેમાં લાકડાની પેટીમાં પાઘડીને નુકસાન ન પહોંચે તે રીતે લાકડાની પેટીમાં પાઘડીને સાચવી રાખી છે.

Advertisement

દર વર્ષે ભાઈબીજના દિવસે પાઘડીના દર્શન કરાવે છે. સાથે પોતે પણ રોજ સવારે પાઘડીની પૂજા કરે છે.પારસી પરિવારના સભ્યો શ્રીજી ભગવાનની પાઘડીને તેમનું માથું હોય તે રીતે જતન કરે છે. શ્રીજીની કંઠી બાંધવાની સાથે પારસી ધર્મની જનોઈ પણ ધારણ કરે છે.

આ મામલે પારસી કેરશાસ્પજીએ જણાવ્યું હતું કે, ઘણા લોકો આ પાઘડીને લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરે અને તેના બદલામાં આર્થીક વળતર પણ ચૂકવાની વાત કરે છે પરંતુ આ અમારા પરિવારને ભગવાન તરફથી આપવામાં આવેલી અમૂલ્ય ભેટ છે.આથી આ ભેટનું આર્થિક મૂલ્ય આંકી શકાય નહીં. ભાઈ બીજના દિવસે આ પાઘડીના દર્શન કરવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, મહંતો અને ભક્તો દર્શન આવે છે.

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button