ભાથીજી મહારાજ નો ફાગવેલનો ઇતિહાસ જાણો,કઈ આવો છે એમને અનેરો ઇતિહાસ.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

ભાથીજી મહારાજ નો ફાગવેલનો ઇતિહાસ જાણો,કઈ આવો છે એમને અનેરો ઇતિહાસ..

ભાથીજી મહારાજના એક કલ્યાણકારી ધામ જે ફાગવેલમાં આવેલુ છે જ્યાં સદાય ભક્તોની અવરજવર રહે છે કહેવાય છે કે કોઈપણ શ્રદ્ધાળુની માનતા પૂરી થતા અહિં ભાથીજીના ચરણોમાં કાપડનો ઘોડો ચઢાવાની પરંપરા છે.

ભાથિજી કે જે ભાથી ખત્રી અથવા ભાથીજી મહારાજતરીકે ઓળખાય છે તેઓ ગુજરાત રાજ્યમાં હિંદુ ધર્મમાં દેવતા તરીકે પૂજાય છે વર્તમાન સમય મા ગુજરાત ના ગામે-ગામે બે જીવંત દેવરુપી શુરવીરો ની પૂજા કરવા મા આવે છે.

Advertisement

તેમાના એક છે વચ્છરાજ સોલંકી ઉર્ફે વાછરાદાદા ને બીજા છે ફાગવેલ ના વીર ભાથીજી મહારાજ આ બંને શૂરવીરો ની શુરવીરતા ને વર્તમાન સમય મા પણ લોકો સલામ કરે છે હાલના સમય મા પણ જો ગામ મા કોઇ ને એરુ આભડયો હોય તથા સર્પદંશ થયો.

હોય તો વાછરાદાદા તથા ભાથીજી મહારાજ ની ટેક રાખવામા આવે છે લોકકથા મુજબ ભાથિજી ક્ષત્રિય કુળના રાઠોર શાખામાં જન્મેલા ફાગવેલના ક્ષત્રિય દરબાર તખ્તસિંહજીના બીજા પુત્ર હતા જ્યારે તેઓના લગ્ન કંકુબેન સાથે ચાલુ હતા અને ચોથો ફેરો ચાલુ હતો.

Advertisement

ત્યારે તેમને ખબર પડી કે કપડવંજના મુસ્લિમ રાજાએ તેમની સામે નોધાયેલ ફરિયાદ ઉપર કાર્યવાહી કરી ગામના ગૌમાતા ગાય પર કબજો કર્યો હતો ભાથિજી પોતાના લગ્ન અપૂર્ણ છોડી પોતાની તલવાર લઇ ઘોડે ચઢ્યા તેમણે લડાઈ કરી મુસ્લિમ રાજાના લશ્કરને હરાવ્યું અને ગાયને છોડાવી.

પરંતુ લડાઈ દરમ્યાન તેમનું માથું તેના ધડ થી કપાયું અને તેઓનું ધડ લડ્યું અને અંતે તેઓ વીરગતિ પામ્યા પરંતુ તેઓ ગૌમાતા તથા અન્ય ઢોરોને મુક્ત કરી શક્યા હતા એક લોક ગાયન દર્શાવે મુજબ ભાથિજીના ધડ વગરના શરીરે મુસ્લિમ હુમલાખોરો સામે ત્યાં સુધી લડવાનું ચાલુ રાખ્યું.

Advertisement

જ્યાં સુધી શત્રુઓનો નાશ થઈ ગયો ભાથીજી મહારાજ 12 વરસની વર્યે જંગલ મા શિકાર કરવા ગયા હતા ત્યારે જંગલમા જઈ ને પાછા આવતા હતા ત્યારે એમને જોયુ કે રસ્તા માં નાગ અને નોળીયા ને બન્ને ઝગડતા જોઇ ને ભાથીજી મહારાજ નવાઈ પામે છે.

ભાથીજી મહારાજે એ બને ને છુટા પાડે છે ને નોળીયા ને ભગાડી મુકે છે આ બાજુ નાગદેવ એ જોયુ કે મારુ કોઇ એ જીવન બચાયુ છે ભાથીજી દાદા ને આશીર્વાદ આપતા હોય એમ ફેણ કરી ને એમના સ્થાને જતા રહે છે આમ ભાથીજી ને નાગ દેવતા સાથે પ્રીતી થઇ જાય છે.

Advertisement

પછી થી ભાથીજી ગરે જતા રહે છે બીજા દિવસ થી ભાથીજી દરરોજ નાગ દેવતા ને એ જ્ગ્યા જઈ ને દરરોજ દુધ પિવડાવતા હતા તેમણે નાનપણથી જ પોતાના ગરાસની રૈયતની ચિંતા માથે લીધી હતી લોકો તેમને લાડ કરતાં ભાથીજી નાગદેવતાનો અવતાર મનાય છે.

ભાથીજી સવા મહિનાના થયા ત્યારે તેમના કપાળ પર નાગની ફેણનું ચિહ્ન દેખાઇ આવેલું ઉપસી આવેલું આથી લોકો તેને કોઇ દેવતાઇ પુરુષ માનવા લાગેલા ભાથીજી ઉચ્ચ વર્ણના હોવા છતાં તેમણે કદી નાત-જાતને ગણકારી નહોતી એમણે એક હરિજન કન્યાને પોતાની સગી બહેનના રૂપમાં માની હતી.

Advertisement

અને તેમના બધાં દુ:ખો દુર કરવાની અને કોઇપણ સ્થિતીમાં તેમનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી આ જ વાત દર્શાવે છે કે ભાથીજીની ખાનદાની કેટલી મહાન હતી ભાથીજી જન્મથી જ શુભ લક્ષણો ધરાવતા હતા રમતા-રમતા એક વખત ભાથીજીની નજર નાગદેવતા પર પડી હતી.

જેથી તેઓની સાથે રમનાર છોકરાઓ ઘરે નાસી ગયા હતાં ગભરાયેલા બાળકોએ માતા અક્કલબાને સંદેશો આપ્યો હતો કે ભાથીજી તો નાગદેવતાની સાથે ઉભા છે અને નાગદેવતાને દૂધ પીવડાવે છે.

Advertisement

દરરોજ આ રીતે ભાથીજી રાફડા પાસે જઈને નાગદેવતાને દૂધ પીવડાવતા હતા ભાથીજીએ આજીવન ગાયને માટે બધું કરી છૂટવાની ટેક લીધી હતી તેઓ વીર હતાં તલવારની ધાર પર તેણે ગાયમાતાની રક્ષા કરેલી અને ગૌસેવા કરેલી કોઇ ગાયને નડે તો ભાથીજીની તલવાર એના માથે તોડાતી.

એ ઉપરાંત તેમણે નાગને મારવાની પણ મનાઇ ફરમાવેલી નાગને તે દેવતાનો અંશ માનતા સર્પ કદી જાણી જોઇને દંશ ના મારે માનવી ભુલથી કે જાણી જોઇને તેના પર પગ મુકે પ્રહાર કરે તો જ એ સ્વબચાવ માટે થઇને નાછૂટકે દંશ આપે છે.

Advertisement

આજે પર્યાવરણની રક્ષા માટેના આ પ્રયત્નની નીમ ભાથીજીએ લગભગ સાડા ત્રણસો વર્ષ અગાઉ નાખી હતી સર્પને તે દેવતાઇ રૂપ માનતા.સર્પદંશની મુસીબતના પણ તે તારણહાર હતાં ભાથીજી ગરીબોના બેલી હતાં.

તેઓ ગરીબ નિ:સહાય લોકોની સાથે હંમેશા ખડેપગે ઉભા રહેતા તેમની આ મહાનતાને લીધે જ તો લોકો આજે પણ તેમને પૂજે છે દિવસે દિવસે ભાથીજી મહારાજની યશગાથા ગાઉ-ગાઉના પંથ કાપતી પવનવેગી સાંઢણીઓની જેમ જવા લાગી લોકો એના મુખ દર્શન કરીને પોતાની જાતને ધન્ય ગણવા લાગ્યા.

Advertisement

સમય પસાર થતા ભાથીજી મહારાજ 16 વર્ષનાં થયા અને પરણવાની ઉંમર થઈ એટલે માતા-પિતાની આજ્ઞા હોવાથી ભાથીજી કંકુબા સાથે લગ્ન માટે તૈયાર થયા હતાં જાન માંડવે આવી ચુકી હતી ઢોલ વાગી રહેલા.

શરણાઇઓ પોતાના દેહના કટકા કરીને રાગ આલાપતી હોય એમ મંગળ સુરો રેલાવી રહી હતી લગ્નમંડપમાં વેદીની ફરતે ભાથીજી ફેરા ફરી રહ્યાં હતાં ભાથીજીનાં કંકુબા સાથે લગ્નની વિધિનાં ત્રણ મંગળફેરા પૂર્ણ થયા બાદ ચોથા મંગળફેરા ફરવાનાં સમયે ફાગવેલની ધરાએ જાણે પોકાર કર્યો.

Advertisement

હોય તેમ ગામમાંથી એક ભક્ત રડતા રડતા લગ્ન મંડપમાં આવ્યો હતો અને ભાથીજી મહારાજને સંદેશો આપ્યો ગામની ગાયોને દુશ્મનો પકડીને જઇ રહ્યાં છે થઇ રહ્યું પલ પહેલાં શૃંગાર રસમાં દિપતો આ નરબંકો આંખના પલકારામાં વીર રસથી કાળજાળ કાલભૈરવ બની ગયો.

આતરસુંબાનાં બહારવટિયાઓ ફાગવેલ ગામની ગાયો દોરી જાય છે આ સંદેશો સાંભળતા જ ભાથીજી મહારાજ લગ્નમંડપમાં તલવારથી પોતાની વરમાળા કાપીને ફાગવેલ ગૌ રક્ષા માટે દોડી ગયા હતાં ભાથીજી ધનુષબાણ લઈને ફાગવેલથી 6 કિમી દૂર આવેલ ખાખરીયા વનની સીમમાંથી ગાયોને દોરીને લઈ જતાં.

Advertisement

બહારવટિયાઓને રોકીને તેઓની સાથે ભાથીજી મહારાજે યુદ્વ કર્યું હતું આ યુદ્વ દરમિયાન દુશ્મનોએ એકાએક પાછળથી ભાથીજી મહારાજ ઉપર ઘા કરતા મસ્તક ધડથી અલગ કરી દીધું હતું ભાથીજીનું ધડ બહારવટિયાઓ સાથે લડતું રહ્યું ગૌ રક્ષક ભાથીજી મહારાજનાં ધડે દુશ્મનોને.

મારીને ગાયોને બચાવી લીધી હતી ભાથીજીનું ધડ દુશ્મનો સાથે સાડાત્રણ દિવસ લડતું રહ્યું અને યુદ્વનાં અંતે તેઓ વીરગતિએ પામ્યા આ બલિદાનની ગાથાને લોકો આજે પણ યાદ કરે છે ક્ષત્રિય કુળમાં સામર્થ્ય બતાવી મૃત્યું પામી તેમણે નામ અમર કર્યું હતું.

Advertisement

ભાથીજીનું માથુ ખોળામાં લઇને આ આર્યરમણી બળી હજી જેમનો પુરો પરિચય નહોતો એવા નરવીરને લઇને ભરયુવાનીમાં સતી થનાર કંકુબા જેવી સતીત્વને અમર રાખતી આર્યનારીઓને લીધે જ તો આજે ધર્મ-સંસ્કૃતિ બચી છે.

કહેવાય છે કે ભાથીજી મહારાજે પોતાની જાતે પોતાની જ મૂર્તિ બનાવી હતી પરંતુ સમયનાં અંતે આ મૂર્તિ ખૂબ જ જૂની થતા આ મૂર્તિને સમાધિ આપવામાં આવી અને એક નવી મૂર્તીનું નિર્માણ કરવામાં આવ્યું હતું અહીં આ સ્થાનક પર લોકોની અપાર આસ્થા જાડાયેલી છે.

Advertisement

ભાથીજી મહારાજને જ્યારે અગ્નિદાહ દેવાયો ત્યારે તેમણે તેમના ભાઇ હાથીજીના દેહમાં પ્રવેશ કર્યો અને કહેલું કે લોકોને કહેજો કે જેને સાપ કરડે તે બધાં મારી માનતા રાખી મને યાદ કરે જો બનવાકાળ નહિ હોય તો સર્પદંશ ઉતરી જશે અને આમ જ થાય છે.

એ તો શત પ્રતિશત્ સત્ય છે અનેક લોકો સર્પદંશમાંથી મુક્તિ પામે છે જીવતદાન પામે છે શ્રધ્ધાનો વિષય હો તો પુરાવાની શી જરૂર હાથીજીએ ભાથીજીના અવતારકાર્યમાં સહયોગ આપ્યો તેમને પણ લોકો દેવતાઇ અંશ માનતા તેમના દર્શન માટે આતુર બનતા આજે હાથીજીની પણ પૂજા થાય છે.

Advertisement

આજે ગામેગામ ભાથીજીના મંદિરો ડેરીઓ આવેલ છે લોકો ભક્તિભાવ પૂર્વક ભાથીજી-હાથીજીને શીશ નમાવે છે ફાગવેલમાં ભાથીજી મહારાજનું ભવ્ય મંદિર આવેલ છે અહિં ભાથીજીના પ્રાગટ્ય દિવસે એટલે કે બેસતાં વર્ષને દિવસે મેળો ભરાય છે.

ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા માટે અહીં આવે છે અને મનોકામના પૂરી થતા વિવિધ વસ્તુઓ ચઢાવવામાં આવે છે ખાસ કાપડનો કે ચાંદીનો ઘોડો અહીં ચઢાવવામાં આવે છે કારણ કે શૂરવીર ભાથીજી મહારાજ સફેદ ઘોડા પર સવાર થઈને યુદ્વ લડવા નીકળ્યા હતા.

Advertisement

સાથે જ અહીં મોટી સંખ્યામાં ચાંદીનાં છત્તર ચઢાવે છે ઘણા લોકો અહી સંતાન માટે પણ માનતા રાખે છે અને સંતાન પ્રાપ્તિ થતાં અહીંયા આવીને ઘોડીયું ચઢાવે છે દૂર દૂરથી લોકો અહીં ચાલીને પણ આવે છે અને ભાથીજી મહારાજની સામે શિશ ઝૂકાવે છે.

ભાથીજીને નાગદેવતાની સાથે જાણે કે એક અનોખો નાતો હતો જ્યારે ભાથીજી વિરગતિ પામ્યા ત્યારે પણ નાગદેવતા તેના દેહની પાસે જ રહ્યા હતા માટે આજે પણ ફાગવેલ ખાતેનાં આ મંદિરમાં એવું કહેવામાં આવે છે.

Advertisement

કે જે કોઈ પણ વ્યક્તિને ગમે તેવો ઝેરી સાપ કરડે અને તેને અહીં લાવવામાં આવે તો સાપનું ઝહેર જલદી જ ઉતરી જાય છે અહીનાં મંદિરમાં નાગ દેવતાની પણ ખાસ પૂજા કરવામાં આવે છે હાલમાં આ મંદિરનાં જીર્ણોદ્વાનું કાર્ય ચાલી રહ્યું છે જેમાં રાજસ્થાનનાં ખાસ પથ્થરો મંગાવીને તેનાં પર સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે જેનાં પિલ્લર મંદિરની શોભા વધારી રહ્યાં છે

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite