અંબાજીમાં થયો મોટો ચમત્કાર, મરેલો વ્યક્તિ થયો જીવતો…

ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાં આવેલું અંબાજી મંદિર 51 શક્તિપીઠ પૈકીનું એક પરમ પવિત્ર શક્તિપીઠ છે. ગુજરાત અને દેશના લાખો કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક અંબાજી જેમના મંદિરની મુલાકાતે રોજ હજારો લોકો આવે છે. પાલનપુરથી આશરે 65 કિલોમીટરના અંતરે આવેલું અંબાજી માતાનું મંદિર માઉન્ટ આબુથી 45 કિલોમીટર અને ગુજરાત-રાજસ્થાન સીમા નજીકના આબુરોડથી માત્ર 20 કિલોમીટરનું અંતર ધરાવે છે.
આરાસુરી અંબાજી માતાજીના સ્થાનકમાં કોઇ પ્રતિમા અથવા ચિત્ર નથી. શ્રી વીસા યંત્રની પૂજા કરવામાં આવે છે. આ યંત્ર અંગે એવી માન્યતા છે કે આ એક શ્રીયંત્ર છે. જે ઉજ્જૈન નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું છે અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે.
દર મહિનાની આઠમે આ યંત્રની પૂજા કરવામાં આવે છે. અંબાજી તીર્થ ક્ષેત્રમાં માતાના દર્શનાર્થે બારેમાસ યાત્રીઓ આવે છે.દર માસની પૂનમે મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવે છે. ધાર્મિક દ્રષ્ટિએ અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ સરસ્વતી નદીનું ઉદગમસ્થાન અને આદ્યશક્તિનું પુરાણપ્રસિધ્ધ સ્થાન છે.
અંબાજીથી બે કિલોમીટર દૂર ગબ્બરની ગોખ આવેલી છે જેને અંબામાતાનું આદિસ્થાન માનવામાં આવે છે.અંબાજીમાં ભાદરવી પુનમે મેળો ભરાય છે અને શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને માતાનાં દર્શને આવીને ધન્યતા અનુભવે છે. અરવલ્લીની ગિરિમાળામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજી દરિયાઈ સપાટીથી 150 ફૂટની ઉંચાઈ પર આવેલ છે. ગબ્બરની ટોચે આવેલા અંબાજી મંદિરે જવા માટે 999 પગથિયાં ચડીને જઈ શકાય છે.
અંબાજી મંદિરમાં રહેલા શ્રી વીસા યંત્રની સામે હંમેશા અખંડ દીવો પ્રજવલ્લિત રહે છે. ગબ્બર ગોખની નજીકમાં જ સનસેટ પોઇન્ટ છે જ્યાંથી સૂર્યોદય અને સૂર્યાસ્ત નજારો જોવા જેવો હોય છે. આ સિવાય પર્વતની ગુફા માતાજીના ઝૂલા તથા રોપ વે દ્વારા ટ્રિપની મજા માણવા જેવી હોય છે. થોડા સમય પહેલાં જ અંબાજીમાં એક વિચિત્ર ઘટના બની છે જેમાં એક મૃતક જીવતો બહાર આવ્યો છે.
અંબાજીના કુંભારિયાની ઘટનાએ લોકોમાં ભારે ઉત્સુકતા જગાવી છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. મિત્રોના કહેવા પ્રમાણે, ઘણી મહેનત બાદ માણસને ખાઈમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
પ્રથમ તો આ વ્યક્તિ મૃત હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું, પરંતુ આ વ્યક્તિનો પગ હલતો જણાતાં પોલીસે તેને તરત જ ખાઈમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ઘણી જહેમત બાદ ખાડામાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો, જેનાથી સ્થાનિક લોકો અને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ.આ પછી વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ દ્વારા અંબાજી જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી આ વ્યક્તિ કેવી રીતે ગટરમાં ફસાઈ ગયો હતો તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ આ વ્યક્તિ અજાણ્યો અને અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું છે. ઘણા લોકો એવું પણ માને છે કે ઠંડીથી બચવા વ્યક્તિના નાળામાં પ્રવેશી ગઈ છે. સ્થાનિક લોકો પણ તેને મા અંબાનો ચમત્કાર માને છે કારણ કે તે વ્યક્તિ પહેલા મૃત હાલતમાં મળી આવ્યો હતો અને પછી પાછો જીવતો થયો હતો.