ચેતજો/વરસાદ ને લઈને હવામાન વિભાગ ની મોટી આગાહી,આ તારીખે ધોધમાર વરસાદ ની અગાહી…

થોડા દિવસો પેહલા જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થયો હતો ત્યાબાદ હવે રાજ્યમાં આગામી 24 થી 48 કલાકમાં વધુ વરસાદની શક્યતા છે હવામાન વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર ઓછા દબાણને કારણે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની અસર સમગ્ર રાજ્ય પર યથાવત છે.
અને પાકિસ્તાનના દક્ષિણી વિસ્તારો પર સંકળાયેલ સાયક્લોનિક સરક્યુલેશનની અસર પણ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસમાં રાજ્યના મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SEOC દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર સૌરાષ્ટ્ર પ્રદેશમાં રાજકોટ જિલ્લાના ત્રણ તાલુકા જામકંડોરણા ઉપલેટા અને લોધિકા માં ગુરુવારે સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં અનુક્રમે 114 મીમી,107 મીમી અને 92 મીમી વરસાદ નોંધાયો હતો.
SEOCના જણાવ્યા મુજબ આ જ રીતે વલસાડ જિલ્લાના વાપીમાં 90 મીમી જૂનાગઢના મેંદરડામાં 87 મીમી જૂનાગઢના ભેસાણ અને સુરતમાં ચોર્યાસી 85 મીમી ગીર સોમનાથના સુત્રાપાડામાં 84 મીમી વલસાડના કપરાડામાં 79 મીમી અને ગીર સોમનાથના ઉનામાં.
79 મીમી વરસાદ નોંધાયો છે 75 મીમી વરસાદ થયો હતો ગુજરાતમાં માત્ર એક દિવસમાં 140 તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ પાટણમાં નોંધાયો હતો જ્યારે ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધીમે ધીમે વરસાદ પડ્યો તો બીજી બાજુ મધ્ય ગુજરાતમાં પણ છૂટો વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પાટણ માં નોંધાયો હતો ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં વરસાદ જ્યારે અમદાવાદ અને સુરેન્દ્રનગર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાનમાં મુકાયા છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એક બાજુ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે.
ગુજરાતમાં સારો વરસાદ પડતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના નદીનાાળાઓ છલકાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે તો બીજી તરફ અમદાવાદ અને સુરેન્દ્રનગરના જિલ્લા અને તાલુકાઓમાં આજે પણ વાવણી લાયક વરસાદ નહીં થાય.
તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે તેની સંભાવના નહીવત જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે આગામી 24 થી 48 કલાક દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ.
તો અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે દેશની રાજધાની દિલ્હીના કેટલાક ભાગોમાં બુધવારે સવારે હળવો વરસાદ પડ્યો હતો પરંતુ દિવસ દરમિયાન વધુ ભેજને કારણે લોકો પરેશાન થયા હતા.
દિલ્હીની સફદરજંગ વેધશાળાએ બુધવારે સવારે 8:30 થી સાંજે 5:30 વાગ્યાની વચ્ચે રાજધાનીમાં બે મિમી વરસાદ નોંધ્યો હતો લઘુત્તમ તાપમાન 26.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન 37.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ હતું.
ભેજનું પ્રમાણ 68 થી 95 ટકા હતું સ્કાયમેટ વેધરના વાઇસ પ્રેસિડેન્ટ હવામાનશાસ્ત્રીના જણાવ્યા અનુસાર કે ઉચ્ચ ભેજ અને ઉચ્ચ તાપમાન સંવર્ધક વાદળો બનાવે છે જેના કારણે ઓછો વરસાદ થાય છે તેમણે કહ્યું કે અમે છેલ્લા બે દિવસથી દિલ્હી અને તેની આસપાસના ઉત્તર પ્રદેશના ભાગોમાં આ જોઈ રહ્યા છીએ હવામાનશાસ્ત્રીએ જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં કન્વેક્શનને કારણે વરસાદની સંભાવના છે.