તારક મહેતાની દયાભાભીની લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં પર થઈ વાયરલ, જુઓ દુલ્હન દયાભાભીની ખૂબસુરત તસવીરો... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ABC

તારક મહેતાની દયાભાભીની લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં પર થઈ વાયરલ, જુઓ દુલ્હન દયાભાભીની ખૂબસુરત તસવીરો…

Advertisement

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં દયાબેનનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણી ઘણા સમયથી ટીવીથી દૂર છે, પરંતુ એક યા બીજા કારણોસર તે લાઇમલાઇટમાં રહે છે.

તેને આ શો છોડ્યાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે. ચાહકોને હજુ પણ આશા છે કે તે ચોક્કસપણે પુનરાગમન કરશે. પ્રોડ્યુસરએ તેની જગ્યા પણ ખાલી રાખી છે.

આ કારણે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે વહેલા અથવા મોડા શોમાં પરત ફરી શકે છે. સપ્ટેમ્બર 2017માં દિશાએ બાળકને જન્મ આપવાને કારણે મેટરનિટી લીવ લીધી હતી પરંતુ તે પછી તે પરત ફરી ન હતી.

દિશાના અંગત જીવન વિશે બહુ ઓછા લોકો જાણે છે, તો તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં કામ કરતા પહેલા દિશા ગુજરાતમાં થિયેટર આર્ટિસ્ટ તરીકે કામ કરતી હતી.

તેણે દેવદાસ, મંગલ પાંડે, જોધા અકબર અને સી કંપની સહિત કેટલીક હિટ ફિલ્મો પણ કરી છે. દિશાએ ખિચડી, આહત અને CED સિરિયલોમાં પણ કામ કર્યું છે.

24 નવેમ્બર 2015ના રોજ દિશાએ મુંબઈમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર પંડ્યા સાથે લગ્ન કર્યા.બંને કામના સંબંધમાં મળ્યા હતા. મયુર જાણતો હતો કે દિશા એક લોકપ્રિય અભિનેત્રી છે. જ્યારે બંનેને લાગ્યું કે તેમની વચ્ચે ખાસ બોન્ડિંગ છે, ત્યારે તેઓએ એકબીજાને સમજવા માટે વધુ સમય આપ્યો.

દિશા વાકાણીએ પોતાના લગ્નને ખૂબ જ ખાનગી રાખ્યા હતા. લગ્નમાં માત્ર પરિવાર અને મિત્રો જ હાજર હતા. દિશાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. તેના ફેન્સ તેના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા.

દિશાના લગ્નનું રિસેપ્શન 26 નવેમ્બર 2015ના રોજ મુંબઈના જુહુમાં સન એન્ડ સેન્ડ હોટેલમાં યોજાયું હતું. દિશાએ લગ્નમાં મિરર વર્ક સાથે પરંપરાગત લાલ ગુજરાતી લહેંગા પહેર્યો હતો. આ સાથે તેણે ભારે ઘરેણાં પણ રાખ્યા હતા.

લગ્નના દિવસે દિશાના પતિ મયુરે લાલ પાઘડી સાથે બેજ શેરવાની પહેરી હતી.રિસેપ્શનના દિવસે દિશાએ ગોલ્ડન ડ્રેસ પહેર્યો હતો. આ સાથે તેણે તેના ગળામાં સ્ટડેડ નેકલેસ પહેર્યો હતો. તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા.

જ્યારે મયુર પણ ઘેરા લીલા રંગની શેરવાનીમાં હતો. રિસેપ્શનમાં તારક મહેતા ઉલ્ટા ચશ્માના કલાકારો જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી, ટપ્પુ ઉર્ફે ભાવી જોષી અને અન્યોએ હાજરી આપી હતી.દિશા વાકાણીએ તેના લગ્નમાં વ્હાઇટ સિલ્કની સાડી પહેરી છે, જેની બોર્ડર અને પાલવ રેડ છે.

સાડી પર જરીનું કામ કરેલ છે. તેને આ આઉટફિટને ઘણી જ્વેલરી સાથે કેરી કર્યો છે. આ સાથે જ તેનો બ્રાઇડેલ મેકઅપ ખૂબ જ પરફેક્ટ લાગી રહ્યો છે.દિશા વાકાણીની એક દીકરી પણ છે.

લગ્નના કેટલાક વર્ષ બાદ તે માતા બની હતી. ત્યારે તેણે શોથી બ્રેક લીધો હતો અને તે હજી સુધી શોમાં પાછી ફરી નથી.દિશા વાકાણી આજે પણ દયાભાભીના નામે પોપ્યુલર છે. દિશાના ચાહકો તેને ઘણુ જ યાદ કરતા રહે છે.

હાલ તો દિશા તેની દીકરીની દેખરેખ રાખી રહી છે અને પરિવાર સાથે સમય વીતાવી રહી છે. તે સોશિયલ મીડિયાથી પણ દૂર છે.ઘણીવાર દિશાની વાપસીની ખબરો પર શોના પ્રોડ્યુસરનું નિવેદન પણ સામે આવ્યુ છે.

શોના પ્રોડ્યુસરનું નિવેદન આવ્યુ હતુ કે, તેમના વારંવાર કહેવા પર પણ દિશા કામ પર પાછી આવી શકતી નથી, જેનાથી નિરાશ થઇને મેકર્સે હવે દયાબેનની તપાસ કરવાનુ કામ શરૂ કરી દીધુ છે

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button