ગુજરાતમાં કોઇની જોડે નથી એવી મોંઘી ગાડી ખરીદી દેવ પગલી એ,જોવો આલીશાન ગાડીની તસવીરો..

ગુજરાતી ગાયક દેવ પગલીના ગીત ચાંદ વાલા મુખડા અને માટલા ઉપર માટલું ખૂબ જ ફેમસ થયા છે દેવ પગલીને આ ગીત પછી ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે તેથી તેને પોતાની ફી પણ વધારી દીધી છે.
આ બે ગીત બાદ તેને સાઉથમાંથી પણ ઓફરો આવી રહી છે તો તેને ચાંદ વાલા મુખડા ગીત પર અત્યાર સધીમાં 47 લાખ રીલ્સ બની ચૂકી છે ત્યારે દેવ પગલીનો થોડો પરિચય મેળવીએ દેવ પગલી ડીસા તાલુકાના આસેડા ગામનો રહેવાસી છે.
તેનું સાચુ નામ દેવ પૂરી છે તેને ક્રિકેટર અથવા એકટર બનવાનો શોખ હતો દેવ પગલી ઘર છોડીને આ સપનું પૂરું કરવા માટે મુંબઈ ભાગી ગયો તેને અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીને મળવાના ખૂબ પ્રયાસ કર્યા.
ત્યારબાદ ક્રિકેટરની આશા રાખી તે વડોદરા ગયો વડોદરામાં પણ તે ઈરફાન પઠાણના ઘરે મળવા ગયો પણ ઈરફાનના પિતાની મુલાકાત પણ થઇ ન શકી એટલે તેનું આ સપનું પણ અધૂરું રહ્યું ત્યારબાદ દેવ પગલીએ ગીતકાર તરીકે કામની શરૂઆત કરી.
તેને કિંજલ દવેના એક સોંગમાં પણ અભિનય કર્યો ત્યારબાદ તેને ગાવાની શરૂઆત કરી હવે તે ખૂબ ફેમસ થઇ ચૂક્યો છે ગુજરાતમાં આજ સુધી કોઈ સિંગર કે સેલેબે આ પ્રકારની કાર ખરીદી નથી દેવ પગલીએ ખરીદેલી યલો રંગની કાર ખૂબ જ મસ્ત દેખાય છે.
દેવ પગલીએ ડીસી બ્રાન્ડની કાર ખરીદી છે આ બ્રાન્ડની કાર ગુજરાતમાં લગભગ કોઈ સેલેબ પાસે નથી ટુ-સીટરની આ કારમાં દેવ પગલીનો વટ પડે છે ફેમસ ગુજરાતી ડિઝાઈનર દિલીપ છાબરિયાની કંપની ડિસી અવંતી આ પ્રકારની કાર ડિઝાઈન કરે છે.
દેવ પગલીએ પરિવારના સભ્યો સાથે નવી કારના ફોટો પડાવ્યા છે પરિવારે કારને ચાંદલા કરીને પૂજા કરી હતી આ તકે પરિવાર ખૂબ ખુશ દેખાતો હતો નોંધનીય છે કે માટલા ઉપર માટલું અને ચાંદ વાલા મુખડા ગીતથી રાતોરાત ગુજરાતમાં ઘરે ઘરે જાણીતા બની ગયેલા.
દેવ પગલી પાસે એક સમયે મરચું અને હળદર લાવવાના પૈસા નહોતાં દેવ પગલીએ જણાવ્યું હતું કે મારા પિતા પાગલ થઈને મૃત્યુ પામ્યા હતા મેં ઘર છોડ્યું ત્યારે હું માતાને કહીને આવ્યો હતો કે મારા પિતા પાગલ થઇને મૃત્યુ પામ્યા પણ હું આખી દુનિયાને પાગલ કરીને આવીશ શરૂઆત તો ઘણા વર્ષોથી થઇ હતી.
અને ત્યારબાદ લાખ રૂપિયાના ઘાઘરાથી લોકોનું ધ્યાન ખેંચાયું આટલા ઉપર માટલું ગીત મેં કારમાં બેસીને 20 કિલોમીટરના અંતરમાં લખ્યું છે તેમને વધુમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં મોટા પ્રોજેક્ટ લઇને આવી રહ્યો છે હૈદરાબાદ અને બેંગ્લોરમાં શૂટિંગ માટે જવાની તૈયારી છે.
તેના પછી વિદેશમાં પણ શૂટિંગ માટે વાત થઇ છે ઘરમાં તેલ અને હળદર લાવવાના પૈસા ન હોતા ડીસા તાલુકાના આસેડા ગામમાં હું રહેતો હતો અને આ ઘર આજે પણ ઝૂંપડું છે.
ઝૂંપડાને પણ બંગલો આજે પણ કરી શકું છું પણ એ નથી એટલા માટે કરતો કે ત્યાં મારી ઔકાત છૂપાયેલી છે કે દેવ પગલી આ છે ઘણી કઠીન પરિસ્થિતિનો સામનો કર્યો છે બહેન અને માતાએ પણ કઠીન પરિસ્થિતિમાં કામ કર્યું છે.