ધંધામાં સતત ખોટ જઈ રહી હતી તો આ વ્યક્તિએ માં મોગલની માનતા રાખી, ધંધામાં પ્રગતિ થતાં આ વ્યક્તિ 15,550 રૂપિયા લઇને માનતા પુરી કરવા મોગલધામ પહોંચ્યા અને પછી…

[4:54 PM, 6/28/2022] Akhil mt: આજના સમયે મોટા ભાગના લોકોનાં આસ્થાનું પ્રતિક એટલે મોગલ માં. મોગલ માતાનાં ધામો ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે. જેમાં ભગુડા, ઓખાધરા, કબરાઉં વગેરે માના મુખ્ય ધામો છે. જ્યાં દિવસ દરમિયાન હજારો ભાવિક ભક્તો માતાના દર્શને આવતા જ હોય છે. માતાજી મુખ્ય તો ચારણ કુળના દેવી છે.
પરંતુ મોગલ માતાને અઢારે વર્ણના લોકો પૂજે છે.બધા જ ધર્મ કે જ્ઞાતિના લોકો મોગલ માં પર ખુબ જ શ્રદ્ધા રાખતા હોય છે.માતાજીના પરચા આજના સમયે હળાહળ કળયુગમાં પણ અપરમપાર છે.મોગલ માતાના નામ પર ખોટા સોગંધ પણ ન ખાઈ શકાય, તેવી લોકોમાં માતાજીની શ્રધ્ધા અને કૃપા છે.ભગુડા વારીમાં મોગલના પરચા અત્યાર સુધી લાખો ભક્તોને થયા હશે.
માં મોગલ આજે પણ આ કળિયુગમાં હાજર હજુર છે. જે ભક્તો પણ તેમને સાચા દિલથી માને છે. તેમના દરેક કામો માં મોગલ પુરા કરે છે. માં મોગલે ઘણા એવા લોકોના ઘરે પારણાં બંધાવ્યા છે.કે જેમને 10 વર્ષ સુધી દવાઓ ખાધી હોય અને ડોક્ટરો એ પણ હાથ નીચે મૂકી દીધા હોય.આજે અમે તમને માં મોગલના પરચાની એક સત્ય ઘટના જાણવા જઈ રહ્યા છીએ. ભગુડાવાળી માં મોગલ ના પરચા છે અપરંપાર. આજે પણ દિન દુખિયાના દુઃખ દૂર કરે છે.
માં મોગલ ના દરબાર માં જો કોઈ સાચા દિલથી પ્રાર્થના કરે છે. તો તેની મનોકામના પૂર્ણ થાય છે. થોડા સમય પહેલા એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે માં મોગલ ના દરબારમાં આવ્યો હતો. મણીધર બાપુએ પૂછ્યું શું માનતા હતી ત્યારે યુવકે કહ્યું મે માં મોગલ ના ચરણોમા 15550 રૂપિયા ચઢાવવાની માનતા રાખી હતી.
જે તેણે મણીધર બાપુને આપ્યા અને મણીધર બાપુના આશીર્વાદ લીધા. મણીધર બાપુ એ પણ એ યુવકને આશીર્વાદ આપતા કહ્યું કે બેટા તે કેવી માનતા રાખી હતી. તે યુવકે કહ્યું કે મેં મારા ધંધામાં ઘણી ખોટ જઈ રહી હતી.
ત્યારે મે માં મોગલની માનતા માની હતી, મને માં મોગલ પર વિશ્વાસ હતો.પછી થોડાક જ દિવસોમાં મારા ધંધામાં ખૂબ જ પ્રગતિ થઈ ગઈ. એટલા માટે મે રાખેલી માનતા પૂરી કરવા માટે આવ્યો છું. ત્યારે મણીધર બાપુએ એ 15550 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને યુવકને પાછા આપ્યા અને કહ્યું કે આ પૈસા તારી બહેનને આપી દેજે માં મોગલ ખુશ થઈ જશે.માં મોગલ તારી બધી મનોકામના પૂરી કરશે. કહેવાય છે કે માં મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.
હાલમાં આવોજ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં માં ના આશિર્વાદ થી એક મહિલા ના દુઃખ દૂર થયા છે. જણાવી દઈએ કે એક મહિલાની માતા ને સતત પગ નો દુખાવો હતો. જેના કારણે અનેક દવા કરવા છતા પણ જ્યારે માં ની વેદના ઓછિ ના થઈ.ત્યારે મહિલાએ માં મોગલ ને માનતા કરી અને સાજા થવા પર સોનાની વીંટી ચડાવ્વાની વાત કરી.
જોકે માનતા ના થોડા જ દિવસ માં ચમત્કાર થયો અને યુવતી ની માંને સારું થતાં તે જ્યારે કબરાઉ ધામમાં વિરાજમાન માં મોગલ ના મંદિર ગયા અને મણીધર બાપુને વીંટી આપી જે બાદ મણીધર બાપુએ વીંટી લઈને મહિલા ને પરત કરી કહ્યું કે માં મોગલે તારી વીંટી સ્વિકાર લીધી છે. લે હવે આ વીંટી પરત લઈજા.