એક ભાઈ માટે બહેને બીજા બાળક ને આપ્યો જન્મ,કારણ કે….

આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં લગ્નનું ઘણું મહત્વ હોઈ છે આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન એક વાર આવે છે.
જેના કારણે દરેક વ્યક્તિની ઈચ્છા પોતાના લગ્નમાં પોતાના મિત્રો અને સાગા સંબંધીઓ હાજર રહે અને તેમની સાથે તેઓ પોતાના જીવનનો આ મૂલ્યવાન ક્ષણ માણી શકે તેમ હોઈ છે આપણે સૌ જાણીએ છીએ.
કે દરેક વ્યક્તિના જીવનમાં અનેક સંબંધ જોવા મળે છે આ તમામ સંબંધો પૈકી ભાઈ બહેનનો સંબંધ ઘણો જ ખાસ માનવામાં આવે છે બહેન નાની હોઈ કે મોટી પરંતુ તે પોતાના ભાઈની સાંબળ રાખવામાં કોઈ પણ કસર છોડતી નથી.
એક બહેન નાની હોય કે મોટી હંમેશા તે સૌ પહેલાં તેના ભાઈ ખુશ રહે એવું વિચારતી હોય છે ત્યારે સલોની જાનીએ આ રક્ષાબંધન પહેલાં તેમના ભાઈ સાગરને પોતાનો કાળજાનો કટકો ભેટ આપી સમાજમાં એક બહુમૂલ્ય ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મૂળ કપડવંજના સાગર ભટ્ટ અને રુત્વી ભટ્ટના લગ્નને ઘણાં વર્ષો થયાં છતાં તેમના ઘરે પારણું બંધાયું નહોતું જેની ચિંતા તેમની બહેન સલોનીને સતત સતાવતી હતી જે બાદ સલોનીએ નિર્ણય કર્યો કે હું મારું બીજું બાળક મારા ભાઈ સાગરને આપીશ.
અને એના સૂના સંસારમાં ખુશી લાવીશ આ વાત સૌ પહેલાં સલોનીએ તેમના સાસુ-સસરા પતિને કરી અને બધાએ તરત જ હા પાડી દીધી આજે સલોનીએ જન્મ આપેલી નીર્વી નામની બાળકી સાઉથ આફ્રિકા.
તેમના ભાઈ સાગર ભટ્ટને ત્યાં મામા-મામી સાથે પાલક માતા-પિતાનો પ્રેમ દેવકી અને યશોદાની જેમ મેળવી રહી છે અત્યારે સાગરના પરિવારમાં બાળકની કિલકારીથી અનોખો આનંદ છે.
આમ આ રક્ષાબંધને નિઃસંતાન ભાઈ-ભાભીને માતા-પિતા બનવાથી વધારે ખુશીની એક બહેન માટે શું હોઈ શકે આ અંગે બાળકીને જન્મ આપનાર સલોની તેમના ભાઈ સાગર અને ભાભી રુત્વી સાસુ-સસરા અને માતા-પિતા સાથે ખાસ વાતચીત કરી હતી.
જેના શબ્દશ અહીં રજૂ કરી રહ્યા છીએ આ અંગે વાત કરતાં સલોની જાનીએ જણાવ્યું હતું કે મને એવું થતું હતું કે મારે એક દીકરો છે પણ મારા ભાઈને લગ્નના ઘણાં વર્ષ થયાં છતાં કોઈ બાળક નથી અને એમને પણ એક સંતાન હોવું જોઈએ જેથી એમનો એક પરિવાર સંપૂર્ણ થઈ જાય.
એટલે મને થયું કે હું જ મારા બીજા બાળકને જન્મ આપી મારા ભાઈનો પરિવાર પૂર્ણ કરું આ વાત મેં મારા સાસુ-સસરા અને પતિને કરી અને એમણે આ વાત સાંભળી તરત જ હા પાડી દીધી જે બાદ આ વાત મેં મારા મમ્મી-પપ્પાને પણ કરી.
અને એ પણ આ સાંભળી ખૂબ જ ખુશ થઈ ગયા આ માટે હું ખુદને લકી સમજું છું સલોનીએ વધુમાં કહ્યું કે મેં જ્યારે મારા ભાભીને બાળકી સોંપી ત્યારે તે હરખના આંસુએ રડવા લાગ્યા અને એમની આટલી ખુશી જોઈને.
મારી આંખમાંથી પણ હરખના આંસુ સરી પડ્યા હતાં મારો ભાઈ પણ રાજી થઈ ગયો હતો અત્યારે મારા ભાઈ-ભાભી આફ્રિકા છે ત્યાં દીકરીને પણ રાજકુમારી કરતાં વિશેષ રાખે છે એ જોઈને એવું લાગે છે કે એ મારી દીકરીનો સેકન્ડ મધર છે.
મારી બાળકી આપી ત્યારે એક મા હોવાને લીધે ઘડીક મનમાં વિચાર આવ્યો હતો પણ એનાથી વધારે આનંદ એ વાતનો હતો કે તે મારા ભાઈના જ ઘરે રહેશે અને મારે તેને મળવું હશે ત્યારે ભવિષ્યમાં મળી પણ શકીશ મને વિશ્વાસ છે.
કે મારો ભાઈ મારી કરતાં વધુ સારી રીતે દીકરીને રાખે છે અને મોટી કરી રહ્યો છે સલોનીના સગા ભાઈ સાગર ભટ્ટે દિવ્ય જણાવ્યું હતું કે જ્યારે મારી બહેને તેનું બીજુ બાળક મને આપવાની વાત કરી ત્યારે હું ખુબ જ ખુશ હતો.
એ વખતે હું શું રિએક્શન આપું એનું પણ ભાન ન રહ્યું એટલો હરખ હતો મેં તરત જ હા પાડી દીધી આ પછી મારી પત્ની રુત્વીને પણ આ વાત જણાવીએ ત્યારે એ ખુબ જ ખુશ હતી આ માટે મારી બહેનનું ઋણ જિંદગીભર ચૂકવી શકીશ નહીં.
આજે અમે મારી બહેનની દીકરીના મામા-મામી નહીં પણ માતા-પિતાનો પ્રેમ આપીએ છીએ અને અમારી આ સગી દીકરી જ છે રક્ષાબંધને મારી બહેને મને ભેટ આપી એક દાખલો બેસાડ્યો છે.
સલોનીના ભાભી રુત્વી ભટ્ટે જણાવ્યું કે જ્યારે મને મારા હસબન્ડે નિર્વી વિશે વાત કરી ત્યારે હું મારા નણંદના ડિશિજનથી એટલી ખુશ થઈ કે મારી આંખો હરખથી છલકાઈ ગઈ કે મારા વિશે કોઈ આવું પણ સારું વિચારે છે.
મારી દીકરી અત્યારે મારી પાસે છે એને ખૂબ જ પ્રેમ આપીએ છીએ અને મારી નણંદનો આભાર માનું એટલો ઓછો છે નિર્વીના લીધે માત્ર ભાઈ-બહેનનો જ સંબંઘ નહીં પણ નણંદ અને ભાભીનો સંબંધ સ્ટ્રોંગ બન્યો છે.
આ એક વ્યક્તિને લીધે નહીં પણ પરિવારના બધા સભ્યોના લીધે શક્ય થયું છે આ અંગે સલોનીના પતિ મિતેષ જાનીએ જણાવ્યું હતું કે મારી પત્નીએ મને જણાવ્યું કે અમારું બીજું બાળક મારા સાળા સાગરને આપવું છે.
તો આ વાત સાંભળી મને ખૂબ જ ગર્વ થયો કે મારી પત્નીનું આ પગલું દરેક બહેન માટે ઉદાહરણરુપ છે આ માટે મેં તરત જ મારી પત્નીને હા પાડી અને ફુલ જેવી દીકરી હસતાં-હસતાં સલોનીના ભાઈ સાગરને આપી એનો સંસાર પુરો કર્યો.
સલોનીના સાસુએ કહ્યું કે મારી વહુ સલોનીનો દીકરો જ્યારે સાત વર્ષનો થયો ત્યાં સુધી તેના ભાઈ સાગરને કોઈ સંતાન નહોતું ત્યારથી જ મેં નક્કી કરી રાખ્યું હતું કે સલોનીનું બીજું બાળક બેબી કે બાબો સાગરને આપવાનો છે.
આ પછી અચાનક સલોનીએ અમને ઘરમાં તેના ભાઈને પોતાનું બાળક આપવાની વાત કરી અને અમે તરત જ હા પાડી દીધી હતી વધુમાં હીના બહેને કહ્યું કે સાગરને જ્યારે અમે આ વાત કરી ત્યારે તે એટલે ખુશ થયો કે વાત જવા જ દો.
હું એ રીતે મારી વહુ સલોનીને સપોર્ટ કરતી હતી કે આવનારું બાળક સાગરને આપવાનું છે એટલે તારું બાળક એકદમ સ્વસ્થ આવે અને તારા ભાઈનું સપનું રોળાય નહીં આપણે ગમે તેમ કરીને તારા ભાઈનું સપનું સાકાર કરવાનું છે.
એ રીતે મેં પ્રેગ્નન્સી દરમિયાન મેં મારી વહુની પહેલાં કરતાં પણ વિશેષ કાળજી રાખી હતી સલોનીના સસરા હરિઓમ જાનીએ કહ્યું કે અમે જે નિર્ણયો લઈએ તે માટે અમારા બાળકો હંમેશા તૈયાર જ હોય છે.
આ વાત માટે અમે પરિવારના ચાર સભ્યોએ સાથે મળીને નિર્ણય કર્યો સૌ પહેલાં સલોની અને મારા દીકરા મિતેષને પૂછ્યું કે તમારું જે બીજું બાળક આવે એ આપણે સાગરને આપવાનું છે આ પછી એવી વાત થઈ કે સાગરને પણ એકવાર આ અંગે પૂછીએ.
અને સાગરે તરત જ હા પાડી દીધી અને ખૂબ જ રાજી પણ થયો આ નિર્યણથી દર વખતે એવું કહીએ કે દર રક્ષાબંધને ભાઈ બહેનને ભેટ આપે છે પણ આમાં બહેને તેના ભાઈને ભેટ આપી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે બાળકી ભલે અત્યારે અમારી વહુ સલોનીના ભાઈને ત્યાં આફ્રિકા છે દરરોજ વીડિયોકોલથી અમે તેને રમાડીને સંતોષ માનીએ છીએ સાથે મન પણ મક્કમ કરીને બેઠા છીએ કે ભલે બાળકી ત્યાં છે.
પણ એ આપણાં દીકરા પાસે જ છે અને સાગર અમારો દીકરો જ છે અત્યારે સાગર અમારા કરતાં પણ વિશેષ રીતે દીકરીને રાખી રહ્યો છે સલોનીની પ્રેગ્નન્સીમાં ટ્રિટમેન્ટ કરરનારા ડૉક્ટર મંજુબેન દવેએ કહ્યું કે.
જ્યારે પ્રેગ્નન્સીના ફર્સ્ટ સ્ટેજ પર સલોની અમારે ત્યાં આવી ત્યારે એણે વાત કરી કે આવનારું બાળક તે તેના સગા ભાઈને આપશે એ સાંભળીને પણ મને ખૂબ જ સારું લાગ્યું
આ પછી મેં મારી દીકરીની જેમ સલોનીની પ્રેગ્નન્સીથી ડિલિવરી સુધી ટ્રિટમેન્ટ કરી સલોનીએ આપણા સમાજમાં એક ઉત્તમ ઉદાહર પુરું પાડ્યું છે કે જો આવી રીતે એકબીજા સાથ આપે તો કોઈનું ઘર ક્યારેય ઘર સૂનું ના રહે.