એક સમયે માત્ર 50 રૂપિયા કમાતો હતો “તારક મેહતાં કા ઉલ્ટા ચશ્માં” નો આ કલાકાર,આજે છે 2 રેસ્ટોરન્ટ નો માલિક, જુઓ તસવીરો….. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Article

એક સમયે માત્ર 50 રૂપિયા કમાતો હતો “તારક મેહતાં કા ઉલ્ટા ચશ્માં” નો આ કલાકાર,આજે છે 2 રેસ્ટોરન્ટ નો માલિક, જુઓ તસવીરો…..

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સીરિયલમાં અબ્દુલના પાત્રમાં લોકોની વાહવાહી મેળવનાર કલાકાર શરદ સંકલાની  ઘરે ઘરે પ્રસિદ્ધ થયો છે. 25 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરી અને અત્યાર સુધીમાં 35 થી વધુ ફિલ્મો અને ઘણા બધા ટીવી શોમાં તે કામ કરી ચૂક્યો છે.

Advertisement

પરંતુ શું તમને ખબર છે કે તે એક જમાનામાં માત્ર 50 રૂપિયામાં જ નોકરી કરતો હતો.શરદની પહેલી આવક 50 રૂપિયા હતી, પરંતુ હવે તેની પાસે 2 રેસ્ટોરન્ટ છે.ચાલો જાણીએ અબ્દુલ એટલે કે શરદના જીવન વિશે-

Advertisement

તારક મહેતા કા ઉલ્ટાહ ચશ્મા એ સબ ટીવીનો લોકપ્રિય કોમેડી શો છે. તેના બધા પાત્રો ખૂબ જોરદાર એક્ટિંગ કરે છે. અબ્દુલનો રોલ કરનાર શરદ સંકલા 25 વર્ષથી વધુ સમયથી ઇન્ડસ્ટ્રીમાં છે.

Advertisement

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શરદે હવે 35 થી વધુ ફિલ્મ્સ અને ઘણા ટીવી શૉ કર્યા છે. પરંતુ શું તમે જાણો છો કે તેમની ઓળખ સ્થાપિત કરવા માટે તેમને ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. શરદની પહેલી આવક 50 રૂપિયા હતી, પરંતુ હવે તેની પાસે 2 રેસ્ટોરન્ટ છે. ચાલો જાણીએ અબ્દુલ એટલે કે શરદના જીવન વિશે-

Advertisement

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શરદ પહેલી વાર 1990 માં ફિલ્મ ‘વંશ’ માં કેમેરા સામે દેખાયો હતો. તેણે ચાર્લી ચેપ્લિનનો રોલ કર્યો હતો, જે ખૂબ નાનું પાત્ર છે. તે સમયે શરદને માત્ર 50 રૂપિયા મળતા હતા. આ પછી તેણે ‘ખિલાડી’, ‘બાઝીગર’ અને ‘બાદશાહ’ જેવી ઘણી મોટી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. પરંતુ આ છતાં તે આઠ વર્ષ સુધી જોબલેસ રહ્યા. આ પછી તે ‘તારક મહેતા…’ માં જોડાયા અને પછી પાછળ વળીને જોયું નહીં.

Advertisement

હવે છે 2 રેસ્ટોરન્ટ્સના માલિક : અહેવાલો અનુસાર શરદ મુંબઈની બે રેસ્ટોરન્ટ્સનઆ માલિક છે. પાર્લે પોઇન્ટ જુહુમાં તેની રેસ્ટોરન્ટ છે અને બીજી ચાર્લી કબાબ અંધેરીમાં.

Advertisement

ઇન્ટરવ્યૂ દરમિયાન શરદે કહ્યું હતું કે “મને ખબર નથી કે શો કેટલો સમય ચાલશે, તેથી ભવિષ્યના રોકાણ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ડબલ મહેનત કરવી પડે છે આથી જ કારણ છે કે શરદે મુંબઈમાં બે રેસ્ટોરન્ટ ખોલી છે.

Advertisement

શરદનો જન્મ ક્યારે થયો: તમને જણાવીએ કે શરદનો જન્મ 19 જૂન 1965 માં મુંબઇમાં થયો હતો. તેની પત્નીનું નામ પ્રેમીલા સંકલા છે અને બંનેના લગ્નને 27 વર્ષ થયાં છે. શરદને કૃતિકા નામની પુત્રી અને માનવ નામનો એક પુત્ર છે. શરદે અભ્યાસ છોડી અને અભિનયની શરૂઆત કરી અને તેણે તેની પ્રથમ એડ ચેરી બ્લોસમ શૂ પોલિશમાં ચાર્લી ચેપ્લિનની ભૂમિકા ભજવી, જે ખૂબ પ્રખ્યાત થઈ હતી.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite