બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યાએ આવી રીતે બિકિની રાઉંડમાં જીત્યો હતો મિસ વર્લ્ડનો ખિતાબ, લોકોએ ઐશ્વર્યાની આ બિકિની તસ્વીરો ક્યારેય જોયેલી નહીં હોય

એશ્વર્યા રાય બચ્ચન બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓ માંથી એક છે. તેની સુંદરતાની ચર્ચા આખા વિશ્વમાં થતી હોય છે. એશ્વર્યા મિસ વર્લ્ડ પણ રહી ચુકી છે. અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા બાદ એશ્વર્યાએ ફિલ્મોમાં કામ કરવાનું ખુબ જ ઓછું કરી દીધું છે. અમિતાભ બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા સામાન્ય રીતે તો ટ્રેડિશનલ ડ્રેસમાં નજર આવે છે.
પરંતુ તેની અમુક પુલ ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.લગ્ન પહેલા એશ્વર્યા રાયે અક્ષય કુમારની સાથે પુલમાં ફોટોશુટ કરાવ્યું હતું. અક્ષય અને એશ્વર્યા રાય નું આ ફોટોશુટ તે સમયે ખુબ જ ચર્ચામાં રહેલું હતું. તે સમયે એશ્વર્યા રાયની આ તસ્વીરો ખુબ જ વાયરલ થઇ હતી.
એશ્વર્યા રાય હાલમાં જ પોતાનો ૪૮મો જન્મદિવસ ઉજવેલો હતો. સુંદરતા અને અદાઓથી દુનિયા ઉપર રાજ કરવાવાળી આ હસીનાની આજે અમે તમને મિસ વર્લ્ડ કોમ્પિટિશન દરમિયાન ની રાઉન્ડની તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ. એશ્વર્યા રાય વર્ષ ૧૯૯૪માં મિસ યુનિવર્સ નો ખિતાબ પોતાના માથા ઉપર સજાવીને ભારતમાં પરત ફરી તો દરેક લોકો તેના વિશે વાત કરવા લાગ્યા હતા. આ ખિતાબને મેળવવા માટે ઐશ્વર્યાએ ખુબ જ મહેનત કરેલી હતી.
મિસ વર્લ્ડ કોમ્પિટિશનમાં બિકિની રાઉન્ડ પણ હોય છે. અહીંયા બધી કન્ટેસ્ટન્ટ ને બિકીની અને મોનોકોની પહેરીને રેમ્પ ઉપર વોક કરવાનું હોય છે અને સાથોસાથ ફોટોશુટ પણ કરાવવાનું હોય છે.
તેમાં એશ્વર્યા રાય બચ્ચને પણ જ્યારે ૨૧ વર્ષની ઉંમરમાં આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો, તો તેમણે બિકીની રાઉન્ડમાં પોતાની સુંદરતા અને આત્મવિશ્વાસથી બધા લોકોને ઈમ્પ્રેસ કરી દીધા હતા.
આજે પણ એશ્વર્યા રાય બચ્ચનના આ બિકીની રાઉન્ડની ખુબ જ ચર્ચાઓ થતી હોય છે. બ્લેક હીલ્સમાં જ્યારે એશ્વર્યા એ રેમ્પ ઉપર વોક કરેલ હતું તો દરેક લોકો તેને જોતા રહી ગયા હતા.
એશ્વર્યા ની સુંદરતા થી કોઈપણ વ્યક્તિ પોતાની નજર હટાવી શકતો નથી, પરંતુ જ્યારે તેના માથા ઉપર તાજ સજાવવામાં આવેલો હતો, ત્યારે એશ્વર્યાને જ સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા હતા.
એશ્વર્યા મિસ ઇન્ડિયા નો ખિતાબ જીતવામાં ભલે ચુકી ગઈ હોય પરંતુ તેને એજ વર્ષે મિસ વર્લ્ડ નો ખિતાબ જીતેલો હતો અને તેની સુંદરતાનો જાદુ દરેક લોકો ઉપર જોવા મળ્યો હતો. વળી આટલી સુંદર હસીના ઉપર ફિલ્મકારોની નજર ન પડે એવું કેવી રીતે બની શકે છે. ૧૯૯૭ માં એશ્વર્યા એ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી.
મણિરત્નમની “ઇરુવર” ફિલ્મથી એશ્વર્યાએ ડેબ્યુ કરેલ હતું. ફિલ્મ તમિલમાં હતી અને એશ્વર્યા ને તમિલ ભાષા આવડતી હતી નહીં, એટલા માટે તેના અવાજને અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ડબ કરવામાં આવેલ હતો. એશ્વર્યા ની આ પહેલી ફિલ્મ સફળ રહી હતી. એશ્વર્યા રાય એ ફિલ્મોમાં પણ તમામ બીકીની અને ગ્લેમરસ આપેલા હતા. જોકે ફેન્સ તેને ટ્રેડિશનલ લુક્સ માં વધારે પસંદ કરે છે.