હનુમાન જી ના ચરણો માં સ્ત્રી બનીને આ ચમત્કારી મંદિર માં બેઠા છે ન્યાય ના દેવતા,જાણો શુ છે ઇતિહાસ.... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
Dharmik

હનુમાન જી ના ચરણો માં સ્ત્રી બનીને આ ચમત્કારી મંદિર માં બેઠા છે ન્યાય ના દેવતા,જાણો શુ છે ઇતિહાસ….

Advertisement

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે હનુમાનજી આજે કળયુગ ના સમય માં સૌથી જલ્દી પુકાર સાંભળવા વાળા દેવતાઓ માંથી એક છે.

હનુમાન જી મહિલાઓ ની કેટલી ઈજ્જત કરે છે, તે પણ કોઈ ને જણાવવા ની જરૂરત નથી. એવામાં તેમની ચરણો માં કોઈ સ્ત્રી નું બેસવું કોઈ આશ્ચર્ય થી ઓછું નથી લાગતું. આજે અમે તમને એક એવા મંદિર ના વિશે જણાવવા જઈ રહ્યા છે, જ્યાં હનુમાન જી ના ચરણો માં એક સ્ત્રી બેસેલી છે.

Advertisement

મિત્રો તમને જણાવી દઈએ કે અમે વાત કરી રહ્યા છે ગુજરાત માં ભાવનગર ના સારંગપુર માં સ્થિત હનુમાન મંદિર ની, જ્યાં તેમના ચરણો માં સ્ત્રી ના રૂપ માં કોઈ બીજું નહીં પરંતુ ન્યાય ના દેવતા થી ઓળખાવા વાળા શનિદેવ બેસેલા છે. હનુમાન જી ના આ મંદિર ને કષ્ટભંજન હનુમાન મંદિર ના નામ થી ઓળખાય છે.

હનુમાન જી ની આ મૂર્તિ ને દેખીને બધા એક વખત વિચારવા પર મજબુર થઇ જાય છે છેવટે કેમ શનિદેવ હનુમાન જી ના ચરણો માં સ્ત્રી રૂપ માં બેસેલા છે. તેનો જવાબ તમને ક્યાંય બીજે નહિ પરંતુ પૌરાણિક કથાઓ માં મળશે. છેવટે કેમ બેસવું પડ્યું શનિદેવ ને હનુમાન જી ના ચરણો માં આવો જાણીએ.

Advertisement

શનિદેવ ના ક્રોધ થી વધી ગયુ હતું લોકો નું દુઃખ,શાસ્ત્રો માં હનુમાન જી અને શનિદેવ થી જોડાયેલા ઘણા પ્રસંગ સાંભળવા મળે છે. તેમાં હનુમાન જી એ શનિદેવ ને કેવી રીતે બરાબર કર્યા, તે પણ જણાવવામાં આવ્યું છે. એક સમય હતો જયારે શનિદેવ નો પ્રકોપ કંઇક વધતે જ વધી ગયો હતો.

Advertisement

બધા લોકો ને દુઃખ અને પરેશાનીઓ નો સામનો કરવો પડી રહ્યો હતો. શનિદેવ ના પ્રકોપ થી બચવા માટે ભક્તો એ હનુમાન જી થી પ્રાર્થના કરી. ભક્તો ની પુકાર સાંભળીને હનુમાન જી શનિદેવ પર ક્રોધિત થઇ ગયા અને તેમને તેનો દંડ આપવા નિશ્ચય કર્યો. જયારે તે શનિદેવ ને ખબર પડી તો ત્યારે હનુમાન જી ના ક્રોધ થી બચવાના ઉપાય વિચારવા લાગ્યા.

જ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા ત્યારબાદ અનાદિમૂળઅક્ષરમૂર્તિ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળનંદ સ્વામી સત્સંગ-પ્રસારાર્થે વિચરણ કરતાં હતા અને તેઓ અનેક ગામોમાં જઈને હરિભક્તોને ભગવાની ભક્તિનું રસપાન કરાવ્યું છે.એકવાર સ્વામી બોટાદ ગામે આવ્યાં.સદગુરુશ્રીના દર્શનાર્થે સાળંગપુરના દરબાર વાઘા ખાચર આવ્યાં. વાઘા ખાચરે વેણ વદ્યાં સ્વામી, અમારે બે પ્રકારના કાળ પડ્યાં છે.

Advertisement

ત્રણ વરસથી વરસાદ નથી અને બીજું, અમારા ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાના લીધે સંતો આવતા નથી, જેથી સત્સંગનો દુકાળ છે.ગોપાળનંદ સ્વામી ભક્તોની મનોવ્યથા સમજી ગયાં અને સ્વામીજીએ અનંત જીવોના દુ:ખ દૂર કરે તેવા શ્રી કષ્ટભંજન હનુમાનજીને પધારવવાનો તત્કાળ શુભ સંકલ્પ કર્યો. સાળંગપુર ગામના પાદરામાં એક પાળિયા પર સ્વહસ્તે હનુમાનજીની મૂર્તિ દોરી આપી.

બોટાદ ગામનાં જ કાના કડિયાને બોલાવીને સુંદર, આકર્ષક અને ભાવવાહી મૂર્તિ બનાવડાવી અને તાત્કાલિકપણે નવ્ય-ભવ્ય અને રૂપકડું મંદિર બનાવવામાં આવ્યું. સવંત 1905ના આસો સદ પાંચમના દિવસે સાળંગપુર ગામમાં યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ એક ભવ્ય મહોત્સવમાં વેદોક્તવિધિથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની આ મૂર્તિની સ્થાપના કરી. આ મૂર્તિની સૌપ્રથમ આરતી નૈષ્ઠિક વ્રતધારી શુકમુનિ તથા ગોવિંદાનંદ સ્વામીએ ઉતારી.

Advertisement

આરતી સમયે સ.ગુ શ્રી ગોપાળનંદ સ્વામી એક લાકડીને પોતાની દાઢીએ ટેકવીને મૂર્તિસામે ત્રાટક વિધિ કરતા ઊભા રહ્યાં અને આ મૂર્તિમાં હનુમાનજી મહારાજને અવિર્ભાવ કરવાનો સંકલ્પ કર્યો અને સમાધિયોગમાં શ્રીજીના સંકેત દ્વારા હનુમાનજીને આ મૂર્તિમાં સદા પ્રગટ બિરાજવા આહ્વાન આપ્યું. ગુરુ ગોપાળનંદજી સ્વામીની આજ્ઞા થતાંની સાથે જ શ્રી રામદૂત હનુમાનજી આ મૂર્તિમાં તત્કાળ અવિર્ભાવ પામ્યા, તે સાથે જે આ મૂર્તિ થર થર ધ્રુજવા લાગી. સર્વસુખદાતા સ્વામીજીના આહ્વાન બાદ મૂર્તિમાં બિરાજીને મારૂતિનંદન હંસવા લાગ્યાં.

હનુમાજીની હસતા જોઈને સૌ કોઈ સંતગણોએ ગોપાળા નંદ સ્વામીને પ્રાર્થના કરીને હે! સ્વામી તમે હનુમાનજીને શાંત કરાવો નહીંતર આસપાસના આપણાં મોટાં મંદિરોના દેવો વચ્ચે હનુમાનજીમાં બહુ ઐશ્વર્ય હશે ત્યાં કોણ જશે અને તેમનું મહત્વ ઘટી જશે! સ્વામી મૂર્તિમાંથી દષ્ટિ પાછી ખેંચી લીધી.આજે પણ હનુમાનજી ભક્તોના દુઃખો દૂર કરે છે અને અહીંયા એ પ્રસાદી લાકડી હજી પણ હયાત છે.જીવનમાં એકવાર તો કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરવાજોઈએ.

Advertisement

સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશાં સાધુઓની સેવા કરતા, તેમની ભકિત કરતા. સમય જતાં જીવા ખાચર બાદ તેમના પુત્ર વાઘા ખાચર પણ તેમની ભકિત કરતા રહ્યા. એવી લોકવાયકા છે કે આજથી 150 વર્ષ પહેલાં સાળંગપુરમાં ભારે દુકાળ પડ્યો હતો. પ્રાણી હોય કે મનુષ્ય – પાણી વિના દરેકની હાલત દયનીય બની. આ દુકાળ સાળંગપુર આખાને ભરખી લેશે તેમ જણાતું.

આ સમયે વાધા ખાચરે શ્રી ગોપાલાનંદે સ્વામીને વિનંતી કરતાં કહયુ કે સ્વામી અમારે તો બે પ્રકારના કાળ પડયા છે. એક ત્રણ વરસથી વરસાદ નથી થયો અને બીજુ આ બોટાદ અને કરિયાણીના દરબારો સમૃધ્ધ હોવાથી તેઓ સંતોને રોકિ રાખે છે જેથી અમોને સતસંગનો લાભ નથી મળતો.

Advertisement

આ સાંભળી ગોપાળાનંદ ગંભીર બની ગયા અને તેમણે કહ્યુ કે ભીડ ભાંગે એવા હનુમાનજી ની પ્રતીષ્ઠા કરી આપુ. સ્વામી ગોપાલાનંદે વાધા ખાચરને સાળંગપુરાથી પથ્થર લાવવાનું કહ્યું. તેમાં કોલસાથી હનુમાનજીની મૂર્તિ દોરી આપી વાધા ખાચરને સ્વામીજીએ એક શિલ્પી બોલાવી લાવવા કહ્યું અને સ્વામીજી કડિયાને કહ્યુ કે આમા એવી મૂર્તિ કંડાર કે વિશ્વમાં તેની નામના થાય.

ત્યારબાદ સ્વામીજી મૂર્તિને સાળંગપુર લઈ ગયા અને વિક્રમ સવંત ૧૯૦૫(ઇ.સ.૧૮૫૦) ના આસો વદ પાંચમના દિવસે સાળંગપુર ગામમાં યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ અનેક સંતો-વિદ્રાનો, બ્રાહ્મણો અને હરિભકતોને આંમત્રિત કયૉ. ભવ્ય મોહત્સવમાં વેદોકતવિધિથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની સ્થાપના કરી.

Advertisement

સ્વામી ગોપાલાનંદના મુખ્ય શિષ્ય શુકમુનિએ આરતી કરી. આરતી સમયે સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીએક લાકડીને પોતાની દાઢી સાથે ટેકવીને મુર્તિ સામે ત્રાટક વિધિ કરતાં ઊભા છે. પોતે સંકલ્પ કરે છે કે આ મુર્તિમાં હનુમાનજી મહારાજ આવિભૉવ થાઓ.

ત્યારે આરતીના પાંચમા તબક્કા બાદ મૂર્તિ હલવા લાગી. ગોપાળ સ્વામીએ શ્રી હનુમાનજી મહારાજને વિનંતી કરી કે આપના ચરણે આવેલ હર કોઈ મનુષ્યોનાં દુઃખ દુર કરજો, પીડિતોને સવૅ પ્રકાર મુકત કરી એ સવૅના ઉધ્ધાર કરજો.મુર્તિ તો હજુ સુધી ધ્રુજતી હતી. તેથી ભકતોએ સ્વામીને પ્રાથૅના કરી કે સ્વામી બાજુમાં ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ તથા ધોલેરાના શ્રીમદનમોહનજી મહારાજનું માહાત્મય ધટી જશે માટે માટે મુર્તી ને ધ્રુજતી બંધ કરો. ત્યારથી આ મુર્તિ ભક્તોના કષ્ટ નિવારવા લાગી ને સાળંગપુરના હનુમાનનું નામ કષ્ટભંજન પડી ગયું.

Advertisement

સ્વામીજીની કૃપાથી નાની જગ્યામાં શરૂ થયેલા મંદિરનું વ્યવસ્થિત બાંધકામ વિક્રમ સંવત 1956માં (ઈ.સ. 1900માં ) શરૂ થયું. વધુ ને વધુ શ્રધ્ધાળુઓ આ મંદિરનો લાભ લઇ શકે એ માટે ઇ.સ1956માં શરૂ થયેલ વ્યવસ્થિત બાંધકામ આજે 2011 સુધીમાં આ મંદિરને વિશાળ મંદિરમાં ફેરવવામાં આવ્યું છે. તો ચાલો જાણીયે આ મંદિરની વિષેસતા વિષે.

આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ છે. જેને આરસના પથ્થરથી જડવામાં આવ્યું છે. હનુમાનજીની મૂર્તિ ત્યાં રૂમમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ રૂમના બારણા ચાંદીના છે. મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં આચાર્ય કે કોઠારીને પ્રવેશ નથી. મંદિરની આસપાસ ખુલ્લી જગ્યા છે. સવારની મંગળા આરતીથી દર્શન શરૂ થાય છે જે બપોરના બાર વાગ્યા સુધી ખુલ્લા રહે છે. ત્યારબાદ બપોરે 4 વાગે આ મંદિર ખૂલે છે અને સાંજે સંધ્યા આરતી બાદ મંદિર બંધ થાય છે.

Advertisement

બધી જ જાતિના અને ધર્મના લોકો અહીં દર્શન કરવા આવે છે. દેશના જુદા જુદા વિભાગોમાંથી અને રાજયોમાંથી આવેલા ભક્તોની મનની મુરાદ અહીં પૂરી થાય છે. એવું કહેવાય છે કે દુષ્ટાત્માઓ કે પ્રેતાત્માઓથી પીડાતા ભક્તોનો પણ અહીં આવી દર્શન કરવાથી છુટકારો થાય છે. પ્રેતાત્માવાળી વ્યકિત મંદિરના પરિસરમાં પ્રવેશતાં જ મંદિર ધ્રૂજવા લાગે છે. ભગવાનની મૂર્તિ સામે આવતાં જ અને ધૂપનો ધુમાડો તેના શ્વાસમાં જતાં તેમજ હનુમાનજીના મંત્રો ભણતાં જ પ્રેતાત્મા નાસી જાય છે.

મંદિરની પાસે જ ધર્મશાળા આવેલી છે, જેમાં 50 રૂમો છે. ત્યાં રહેનાર ભક્તોને મફત જમાડવામાં આવે છે. ભક્તોને જે ઈચ્છા હોય તે ભગવાનને આપે. મંદિરના સ્થાનક પાસે જ ગૌશાળાછે. મંદિરની વ્યવસ્થા- કમિટી પાસે 600 એકર જમીન ઈનામમાં મેળલી છે. જેમાં 200 એકરમાં મંદિર તરફથી વાવણી કરી અનાજ ઉગાડવામાં આવે છે.

Advertisement

સાળંગપુર હનુમાનજીના મંદિર પાસે સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્થાનનું મંદિર છે. તેમાં સ્વામી સહજાનંદ,સ્વામી યજ્ઞ પુરુષદાસજીની પ્રતિમાઓ છે. સ્વામી સહજાનંદ સ્વામીનાં પગલાં છે અને અન્ય મંદિર રાધાકૃષ્ણનું મંદિર છે. આમ સાળંગપુર હનુમાનજીના મંદિરનું ઘણું મોટું મહત્વ છે.

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button