જુઓ ગુજરાતી ફિલ્મોનાં ખૂંખાર વિલન ફિરોજ ઈરાનીનું ઘર,તસવીરો જોઈ દિલ ખુશ થઈ જશે

નમસ્કાર મિત્રો આજે આ લેખ દ્વારા આપ સૌનુ સ્વાગત કરિએ છે મિત્રો જ્યારે પણ આપણે વિલન શબ્દ સાંભળીએ છે ત્યારે આપણે બોલિવુડના અમરિશ પુરીની યાદ આવે છે પરંતુ ફ્ક્ત બોલિવુડ મા જ નહી પરંતુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા પણ એક વિલન એવા છે જેઓને લોકો આજે પણ ગુસ્સાથી અને ધૃણા થી યાદ કરે છે
પરંતુ તેઓ તેમની અસલ જિંદગીમા ખુબજ સારા અભિનેતા છે મિત્રો આજે આપણે જેમના વિશે વાત કરી રહ્યા છે તેઓનુ નામ ફિરોજ ઇરાની છે મિત્રો લગભગ દરેક ગુજરતી ફિલ્મોમા વિલન તરિકે પોતાની ઓળખ બનાવનાર ફિરોજ ઇરાનીના જીવન વિશે આજે આપણે જાનિશુ.
મિત્રો અભિનેતા, ડિરેકટર,લેખક,અને નિર્માતા એવા ફિરોઝ ઈરાણીનો જન્મ ગુજરાતમાં જ થયો હતો અને તેઓ સાથે ચાર ભાઈ-બહેનો નો પણ જેમા ઈન્દ્ર કુમાર, અરુણા ઈરાણી, આદી ઈરાણી, કુકુ કોહલી જેમણે પોત પોતાની રીતે ભારતીય ફિલ્મ જગતને સર કર્યું છે તે પરિવાર માંથી ફિરોઝ ઈરાણી આવે છે.
તેમજ 1970થી લગાતાર કાર્યરત ફિરોઝ ઈરાણી ગુજરાતી ફિલ્મોનાં સુવર્ણ સમયમાં મૂળુ માણેક, એલબેલી નાર, ધરતીનાં અમી, દીયર વટુ, મેરુ માલણ, અભાન લક્ષ્મી જેવી ફિલ્મોમાં કામ કર્યું તેમજ સમકાલીન ગુજરાતી ફિલ્મોમાં પણ તેમની પ્રતિભા શોભાવી રહ્યા છે.
ગુજરાતી ફિલ્મ્સમાં વિલનની વાત કરવામાં આવે તો સૌ પહેલાં આપણી નજર સામે એક જ ચહેરો આવે છે. આ ચહેરો એટલે ફિરોઝ ઈરાની. ફિરોઝ ઈરાનીને સ્ક્રિન પર જોઈએ એટલે તરત જ આપણા ચહેરા પર ગુસ્સો અથવા ઘૃણાના ભાવ આવી જ જાય એ સ્વાભાવિક છે.
ફિરોઝ ઈરાનીએ પોતાની એક્ટિંગના દમ પર વિલનના રોલમાં જીવ રેડી દીધો છે તો આવો આજે આપણે જાણીએ ફિરોઝ ઈરાનીની અંગત તથા પ્રોફેશનલ લાઈફ અંગે આજે ફિરોઝ ઈરાની 70 વર્ષના છે પરંતુ ફિલ્મ્સમાં એકદમ એક્ટિવ રહે છે.
મિત્રો ફિરોઝ ઈરાનીએ કામક્ષી સાથે લગ્ન કર્યા છે ફિરોજ ઇરાની તથા કામાક્ષીની લવસ્ટોરી પણ ફિલ્મી છેફિરોઝ ઈરાની પહેલી જ નજરમાં કામાક્ષીને પ્રેમ કરવા લાગ્યા હતાં. કામાક્ષી ડાન્સર હતાં અને તેઓ જ્યારે નવરાત્રિમાં ગરબા રમતા ત્યારે તેમને જોવા માટે ખાસ ફિરોઝ ઈરાની જતા હતાં.
ફિરોઝ ઈરાનીએ કહ્યું હતું, સામાન્ય રીતે સંપન્ન પરિવારની દીકરીઓ ડાન્સ કરતી નથી પરંતુ કામાક્ષી પોતાના પેશનને વળગી રહી હતી તેમજ મેં દોઢ વર્ષ સુધી કામાક્ષીને મનાવવાનો પ્રયાસ કર્યો હતો અને પછી તેણે લગ્ન માટે હા પાડી હતી તેને હા પાડવામાં એટલે વાર લાગી કે તેને ખબર હતી કે હું પડદાં પર વિલનના રોલ કરું છું.
લગ્નને 39 વર્ષ થયા અને આજે તેઓ બે દીકરાઓ અભિષેક તથા અક્ષતના પેરેન્ટ્સ છે. અભિષેક પરિણીત છે અને તે પરિવાર સાથે સ્વિટ્ઝરલેન્ડમાં રહે છે જ્યારે અક્ષત એક્ટર છે. તેણે એક ગુજરાતી ફિલ્મ મિસ્ટર કલાકાર કરી હતી અને આ ફિલ્મમાં તે મુખ્ય હિરો હતો તેમજ આ ઉપરાંત ત્રણ ગુજરાતી ફિલ્મ અને એક હિંદી ફિલ્મ સન્ડે નાઈટ્સ સાઈન કરી છે. અક્ષતે તાજેતરમાં જ સગાઈ કરી છે.
ફિરોઝ ઈરાનીએ 549 જેટલી ગુજરતી ફિલ્મોમા અભિનય કર્યો છે. ફિરોઝ ઈરાનીને પહેલેથી જ એક્ટિંગ પ્રત્યે લગાવ હતો અને તેમનો પરિવાર પણ એક્ટિંગ ફિલ્ડ સાથે સંકળાયેલો છે ફિરોઝ ઈરાની થિયેટર બેકગ્રાઉન્ડમાંથી આવે છે અને તેમના પિતા ફરીદુન ઈરાની સ્ટેજ કલાકાર હતાં. ફિરોઝ ઈરાનીએ આઠ વર્ષની ઉંમરમાં પિતાએ પ્રોડ્યૂસ કરેલા નાટકમાં કામ કર્યું હતું.
ફિરોઝે 1967માં ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેમની પહેલી ફિલ્મમાં તેમની બહેન અરૂણા ઈરાની હિરોઈન હતી અને વિજય દત્ત હિરો અને ફિરોઝ ઈરાનીએ વિલનની ભૂમિકા ભજવી હતી. તેમણે વિલનથી જ કરિયરની શરૂઆત કરી હતી. ફિરોઝ ઈરાનીની 1969માં જીગર અને અમી બીજી ફિલ્મ હતી અને આ ફિલ્મમાં તેમણે સંજીવ કુમારના ભાઈનો રોલ પ્લે કર્યો હતો આ ફિલ્મમાં તેમણે પોઝિટિવ રોલ પ્લે કર્યો હતો.
પોતાના વિલનના રોલ અંગે ફિરોઝે જણાવ્યુ હતુ કે તે સમયે મને ખ્યાલ આવ્યો કે હિરોનો રોલ ઘણો જ મર્યાદિત થઈજ જાય છે પરંતુ એક વિલન તરીકે તમે પાત્રમાં ઘણું બધુ કરી શકો છો અને વિલનના રોલમાં તમારા લુક્સમાં ફેરફાર થઈ શકે છે અન તમારા વર્તનમાં અલગ-અલગ બાબતો ઉમેરાઈ શકાય છે.
હિરો હંમેશાં સારો હોય છે અને તે ક્યારેય સ્મોક કે દારૂ પીતો નથી અને તે પોતાના લુક્સ સાથે પણ વધુ પડતા એક્સપરિમેન્ટ્સ કરી શકતો નથી અને તેથી જ મેં નેગેટિવ રોલ કરવાનું શરૂ કર્યું હતું અને 1972માં ફિરોઝ ઈરાનીની અરવિંદ ત્રિવેદી સાથેની ફિલ્મ વીર રામવાળો આવી હતી. આ ફિલ્મમાં ફિરોઝે ડાકુનો રોલ પ્લે કર્યો હતો અને બોક્સ ઓફિસ પર ફિલ્મ હિટ રહી હતી.
ફિરોઝ ઈરાનીએ ત્યારપછી એક ફિલ્મમાં ડબલ રોલ પ્લે કર્યો હતો અને આમાં એક રોલ ડાકુનો હતું અને આ ફિલ્મ તેમના કરિયરની ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી તેમજ વિલન તરીકે તેમની ઈમેજ સ્ટ્રોંગ બની હતી અને ફિરોઝ ઈરાનીએ કહ્યું હતું કે વિલન તરીકે એ એટલા લોકપ્રિય થયા કે મને લાગતું કે લોકો મને રિયલ લાઈફમાં મારવા ના લાગે જોકે એક એક્ટર તરીકે મેં નેગેટિવ રોલ ઘણાં જ સારી રીતે ભજવ્યા હતાં.
જીવનની યાદગાર ક્ષણને લઈ ફિરોઝ ઈરાનીએ કહ્યું હતું કે 1981માં હું એક ફિલ્મના પ્રીમિયર માટે અસરાની સાથે સ્ટેજ પર હતો અને ત્યા એક વૃદ્ધ સ્ત્રી આવી અને તેણે હાથમાંથી ચંપલ કાઢીને મને મારવા લાગી હતી એ સ્ત્રીની ફરિયાદ હતી કે હું દરેક ફિલ્મમાં મહિલાઓની સાડી કેમ કાઢી નાખું છું ત્યારે ત્યાના આયોજકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ મેં તેમને ના પાડી હતી અને તે વૃદ્ધ સ્ત્રીને મારી નજીક આવવા દેવાનું કહ્યું હતું જ્યારે તે મહિલા મારી નજીક આવી તો મેં તરત જ હાથ જોડીને રામ રામ કહ્યું હતું આ સાંભળીને તે મહિલાનો ગુસ્સો એકદમ શાંત થઈ ગયો હતો અને તેને નવાઈ લાગી કે હું સારા વ્યક્તિ તરીકે વર્તન કરું છું તો મેં તેમને સમજાવ્યું હતું કે ફિલ્મમાં કામ કરવું એ મારું કામ છે અને તે ફિલ્મમાં હુ માત્ર તે પાત્ર ભજવુ છે.
ફિરોઝ ઈરાનીએ કહ્યું હતું, શહેરોના લોકોને ખ્યાલ હોય છે કે તે માત્ર ફિલ્મમાં વિલનનો રોલ કરે છે પરંતુ આજે પણ નાનકડાં ટાઉન અથવા ગામની મહિલાઓ મને જુઓ તો તરત જ ભાગી જાય છે અને કહે છે કે આજનો દિવસ બગડી ગયો જુગલ જોડીમાં અસરાની લીડ રોલમાં હતો અને ફિરોઝ ઈરાની વિલનના રોલમાં હતાં.
આ ફિલ્મના શૂટિંગ દરમિયાન એક ભયાવહ બનાવ બન્યો હતો અને તેને લઈ ફિરોઝ ઈરાનીએ કહ્યું હતું કે મારી પાછળ પેટ્રોલ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આગની જ્વાળાઓમાં તેમના વાળ બળી ગયો હતો અને આ બહુ જ ભયાનક હતું તેમજ 1981માં આવેલી ફિલ્મ નસીબદાર પણ મારા કરિયર માટે લેન્ડમાર્ક સાબિત થઈ હતી.
દરેક ગુજરાતીની જેમ ફિરોઝ ઈરાનીને પણ દાળઢોકળી બહુ જ ભાવે છે. તેમાં પણ તેમના પત્નીના હાથની દાળ ઢોકળી તેમની ફેવરિટ છે. તેમના મતે, તેમની પત્ની દાળ ઢોકળી બહુ જ સરસ બનાવે છે તેમજ ફિરોઝ ઈરાની શૂટિંગના બ્રેકમાં પોતાના ઈન્ટરવ્યૂ વાંચે છે અને સેટ પર હાજર રહેલા લોકોનું ઓબ્ઝર્વેશન કરીને નોટ બનાવે છે.
તેઓ કેવી રીતે ચાલે છે, કેવી રીતે બોલે છે. આ બધી વાતો તેમને પોતાના પાત્રમાં ઘણી ઉપયોગી સાબિત થાય છે. તેમણે કહ્યું હતું, મને યાદ છે કે એક પ્રોડ્યૂસર જ્યારે પણ વાત કરે ત્યારે તેની બંને આંખો અડધી બંધ થઈ જતી. જોકે, પૈસાની વાત આવે એટલે એની એક આંખ એકદમ પહોળી થઈ જતી હતી. આ બહુ ફની હતું અને મેં એક ફિલ્મના કેરેક્ટરમાં આ રીતે આંખ બધી કરીને વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.