જોવો ભુવાજી ગમન સાંથલના પરિવાર ની ખાસ તસવીરો,પત્ની સાથે જીવે આલીશાન જીવન..

રબારી સમાજમાં છેલ્લા કેટલાંક વર્ષમાં ઘણા યુવક યુવતીઓ સોંગ ઇન્ડસ્ટ્રી માં આવ્યા છે.જેમાં જોવા જઇએ તો મુખ્યત્વે બે નામ ગુજરાતમાં નહીં પરંતુ હાલ ગુજરાત બહાર પણ ચર્ચાય છે જેમાં ગીતાબેન રબારી અને ગમન સાંથલ નું નામ છે. તમે ગમન સાંથલના જાણતા જ હશો, તેઓ ગુજરાતના જાણીતા કલાકાર છે, સમગ્ર ગુજરાતમાં તેમના લાખો ચાહકો છે.
તેઓ ગમન ભુવાજીના નામથી સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. લોકો તેનો અવાજ ખૂબ પસંદ કરે છે.ગુજરાતના કોલેજ ગોઇંગ યુવાનો પણ આજે તેમના ગીતો સાંભળી રહ્યા છે.
ગમન ભુવાજીના ગીતો આજે ખૂબ જ પ્રખ્યાત છે. તેમના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો આવે છે, આજે તેમના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે.
આજે વિદેશોમાં પણ તેના લાખો ચાહકો છે. તેની સફળતા પાછળ ઘણો સંઘર્ષ છુપાયેલો છે. આજે લોકો તેની સફળતા જોઈ રહ્યા છે પરંતુ તેની મહેનત વિશે કોઈ જાણતું નથી.
તેમનો જન્મ ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો. તેમણે સ્કૂલના દિવસોમાં જ ગાવાનું શરૂ કર્યું હતું અને માત્ર 8માં ધોરણમાં જ ભણ્યો હતો, તે પહેલા તે નાના શો કરતો હતો, ધીરે ધીરે તેને મોટા શો મળ્યા અને આજે વર્ષોની મહેનત રંગ લાવી છે.
આજે તે પોતાના પરિવાર સાથે ખૂબ જ સુખી જીવન જીવી રહ્યો છે. તેની કારકિર્દીમાં તેને પત્નીનો પણ ઘણો સહયોગ મળ્યો છે. આજે તે તેની પત્ની અને બાળકો સાથે ખૂબ જ સુખી જીવન જીવી રહ્યો છે.
આજે તેની પાસે મોંઘી મોંઘી કાર અને મહેલ જેવું ઘર છે. ગુજરાતના મોટા કલાકારો પણ તેમને ખૂબ માન આપે છે. તેને માતાજીના રમણનો અતિરેક કરવો ગમે છે.
એક ઇન્ટરવ્યુમાં ગમન સાંથલે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ પોતાના નામ પાછળ પિતાનું નામ લખાવે છે પણ હું જે ગામનો છું તેનું નામ રોશન થાય એટલા માટે હું મારા નામ પાછળ મારા ગામનું નામ સાંથલ લખાવું છું.ઘરની ખરાબ પરિસ્થિતિએ ગાયકી તરફ વાળ્યા એક સમયે ઘરની પરિસ્થિતિ ઘણી સારી હતી.
પિતાને ખેતી અને પશુપાલનનો વ્યવસાય હતો.ગમન ભણવામાં પણ હોશિયાર હતા.તેમના માતા-પિતાની ઇચ્છા હતી કે તે કંઇક બને.પશુપાલનના વ્યવસાયમાં પિતાને દેવું થઇ ગયું. જેના કારણે ઘરની સ્થિતિ કથળી.
ગમનને ભણાવવા પણ મુશ્કેલ હતા.ઘરની આ સ્થિતિમાં ભણવામાં મન ન લાગતા તે ધોરણ 10 માં ફેઇલ થયા.પિતાના માથે વઘારે બોજ ન આવે એ માટે નોકરી અથવા તો ધંધો કરવાનું વિચાર્યું. આ માટે ગમનનો પરિવાર અમદાવાદ રહેવા આવ્યો.
જ્યાં તેમણે 5 વર્ષ ફાઈનાન્સની ઓફિસમાં અને ડ્રાઈવર તરીકે નોકરી કરી.જેમાં 3 હજાર રૂપિયા મળતા હતા.પરિવારની સ્થિતિ હજુ સ્થિર થઇ જ રહી હતી ત્યાં તેમના પિતાનું નિધન થયું.
અમદાવાદ જેવા શહેરમાં રહેવું કપરું હોય ગમન પરિવાર સાથે પોતાના ગામ સાંથલ આવી ગયા.આમ તો રબારીના દિકરાને રેગડી ગાતા આવડતી જ હોય પરંતુ ગમને તેને સારી રીતે ગાવાનું શીખવાની શરૂઆત કરી.
ધીરે-ધીરે રેગડી પર પકડ આવતા તેમણે ગામડે-ગામડે જઇને રેગડી ગાવાની શરૂઆત કરી.બાદમાં ગરબા શીખ્યા અને આજે ગુજરાતના ગાયકોનું એક જાણીતું નામ બની ગયા. આ રીતે ગમન સાંથલ બન્યા ગમન ભુવાજી.
ગમનના મોસાળમાં દિપેશ્વરી માતાજીનું મંદિર છે. મોસાળમાં તેની સાર-સંભાળ રાખનારું કે પૂજા કરનારું કોઇ ન હતું. તેવામાં તેમને થયું કે મારે માતાજીની સેવા કરવી જોઇએ અને પૂજા કરવી જોઇએ.
ધીરે-ધીરે માતાજી પ્રત્યે શ્રદ્ધા જાગી. ગમનની ઉંમર ઘણી નાની હતી ત્યારે માતાજીની જાતરમાં તે રેગડી ગાવા જતા હતા.ગમનને રેગડી ગાતા જોઇને તેમના ગામે વિચાર્યું કે આપણે તેને બેસાડીએ અને જોઇએ કે દિપેશ્વરી માતાજી પ્રગટ થાય છે કે નહીં.
ગમને બેસાડવામાં આવતા જ માતાજી આવ્યા અને ઘૂણવા લાગ્યા.માતાજીએ બધાના પ્રશ્નોના જવાબ આપ્યા.બસ ત્યારથી ગમન ધૂણે છે અને ગમન સાંથલ ત્યારથી ગમન ભુવાજી તરીકે પણ ઓળખાય છે.1600 થી વધારે ટાઇટલ છે.
ગમનના નામે એક ઇન્ટરવ્યુમાં ગમને જણાવ્યું હતું કે જ્યારે ગુજરાતના સંગીતમાં બેવફા સનેડો ધૂમ મચાવી રહ્યાં હતા ત્યારે સૌપ્રથમ હાલરિયું બનાવ્યું હતું.તેમણે ગાયેલા અનેક ગીતો અને હાલરિયા લગ્નપ્રસંગો અને ધાર્મિક પ્રસંગોમાં ગવાય છે.
તેમના 1600 થી વધારે ટાઇટલ છે.જેમાં માવતરના ઘણા ટાઇટલ છે.તેમણે ક્યારેય કોઇ વ્યક્તિ માટે ગીત નથી ગાયું.પહેલીવાર સ્ટેજ પ્રોગ્રામ અંગે જણાવતા કહ્યું હતું કે કુળદેવી લાખણજીના પ્રોગ્રામમાં ગયા હતા.
ત્યારે લોકોએ સ્ટેજ પર આવીને ગાવાનો આગ્રહ કર્યો હતો ત્યારે ઘણી ગભરાટ થઇ હતી.પણ એ સમયે 50 હજાર લોકોની સામે ગાયા પછી તેમણે સ્ટેજ પર ગાવાનું શરૂ કર્યું અને આજે તેમનું દિપોરામ કરીને ગરબાનું ગ્રૃપ પણ છે.