ઘરડાઘરમાં મૂકી આવ્યા હતા તે માં ની ડાયરી વાંચ્યા પછી પુત્ર અને પુત્રવધુના પગ નીચેથી જમીન સરકી ગઈ..
ઘડપણ જીવનનો એક એવો તબક્કો છે જ્યાં વૃદ્ધ વ્યક્તિ કાળજી અને સાથ ઈચ્છે છે એ પણ તદ્દન નાના બાળક જેવી. વૃદ્ધ વ્યક્તિ સંતાન પાપાસેથી હૂંફ, પ્રેમ અને સમયની અપેક્ષા રાખે છે. પરંતુ આજના વ્યસ્ત જીવનમાં પૈસા કમાવવાની હોડમાં દોડી રહેલા સંતાનો પાસે ઘરડા માતા-પિતા પાસે શાંતિથી બેસીને વાત કરવાનો સમય નથી.
જ્યારે કેટલાક સંતાનો તો મા-બાપને ઘરડા ઘરમાં મૂકી આવે છે, ત્યારે મા-બાપ અંદર એક ખાલીપો અનુભવે છે. વૃદ્ધાશ્રમમાં અન્ય વૃદ્ધોની સાથે તેઓ કદાચ એકલતાં ભૂલી જાય છે, પણ સંતાનનો પ્રેમ માટે તડપતા રહે છે.આવોજ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં. માલતીબેન પરણીને સાસરીમાં આવ્યાં એ દિવસથી જ કામ કામ ને બસ કામ. પિયરમાં તો એકની એક લાડકી દિકરી. બે ભાઈ અને માબાપનો અઢળક પ્રેમ ને પાછો સુખી પરિવાર.
ગ્રેજ્યુએશન પુરુ કર્યું ત્યાં સુધી મા કોઈ કામ કરવા ના દે પરંતુ એના પછી તો માલતીબેને માને વઢી વઢીને બધાં કામ શીખી લીધાં. ‘જો બા, કાલે ઊઠીને પારકા ઘેર જવાનું જ છે. એ પારકાને પોતાનાં બનાવવાનાં છે ને આમેય આ બધું શીખવું તો જરુરી છે જ.’
‘હા બેટા હા, તારી વાત ખરી છે, પરંતું સાસરે જઈને તારે આ બધું કરવાનું જ છે. એટલા માટે જ્યાં સુધી માબાપને ઘેર છે ત્યાં સુધી તો આરામ કર! ‘મા દિકરીનો આવો મીઠો ઝઘડો ઘણીવાર થયા કરે. ખરેખર સંસ્કાર અને સમજણ તો લોહીમાં વણાયેલાં હોય તો જ આવે! એની કોઈ પાઠશાળાઓ ના હોય! વિજય નામના છોકરા સાથે માલતીબેનના વિવાહ થયા. વિજય સરકારી નોકરિયાત અને ઉંચો પગારદાર.
લગ્ન પછી બે જ મહિનામાં વિજયની નોકરીના સ્થળે શહેરમાં કાયમી ઘર બાંધીને રહેવાનું થયું માલતીબેનને. વિજય ખુબ સરળ સ્વાભાવનો અને હસમુખો. બન્ને પતિ પત્નિના વિચારો એટલા અનુકૂળ કે આખી જીંદગી બન્ને વચ્ચે ક્યારેય ‘તું તું મૈ મૈ’ ના થયું તે ના જ થયું.
વિજય નોકરીમાં વધારે પડતો વ્યસ્ત એટલે વિજયના ઘર, ગામ અને સગાં સબંધીના વ્યવહારો મોટે ભાગે માલતીબેન જ સાચવી લે અને પોતાના પિયર પક્ષના વ્યવહારો પણ. દર મહિનાનો એક રવિવાર બન્ને જણને વિજયના ગામ જવા માટે નક્કી હોય, તો ચાર છ મહિને માલતીબેનના પિયરમાં. સાસરીમાં માલતીબેનનું પલ્લું વિજય કરતાંય ભારે!
વર્ષો વિતતાં ગયાં આ સુખી દાંમ્પત્ય જીવનનાં.વિજયભાઈને નોકરીમાંથી નિવૃત થયાને પાંચ વર્ષ વીતી ગયાં છે. વીસેક વર્ષ પહેલાં પ્રમાણમાં માપસરનું મકાન પણ ખરીદેલ છે. એકના એક પુત્ર મિહિરનાં લગ્ન લેવાયાં જે સીવીલ એન્જિનિયર થઈને પોતાની પ્રાઈવેટ ઓફિસ લઈને બેઠો છે.
એની પત્ની કેતકી એમ એ સુધી ભણીને પરીક્ષાઓની તૈયારી કરી રહી છે. કેતકી બીલકુલ સામાન્ય પરિવારની છે. એની પાછળનું કારણ ખુદ માલતીબેન હતાં. એમનો ખ્યાલ એવો હતો કે, ગરીબ ઘરની દિકરી હશે તો આપણને આશિર્વાદ મળશે. વિજયભાઈની હમેશાં માલતીબેનની વાતમાં હા માં હા જ હોય. ધામધૂમથી લગ્ન થયાં.
મિહિરનાં લગ્નના બીજા જ વરસે અચાનક હ્રદયરોગના હૂમલાથી વિજયભાઈનું મ-રુ-ત્યુથઈ ગયું. પરિવાર અને સગાં સબંધીઓમાં ગમગીની છવાઈ ગઈ. માલતીબેન માથે આભ તૂટ્યું.હ્રદયમાં વેદનાઓને ભરીને કઠણ કાળજે જીવવા લાગ્યાં માલતીબેન.
પુત્ર અને પુત્રવધૂના સુખમયી જીવનની ભાવના જ એમનું જીવનબિંદું બની ગયું.હાય રે કુદરત! પુત્રવધૂ કેતકી આ ભર્યુંભાદર્યું કુટુંબ સુખ જોઈને બહેકી ગઈ. માલતીબેન પાકટ વયે પણ ઘરના ઘસરડા કરી રહ્યાં હતાં છતાંય કેતકીને ખુંચવા લાગ્યાં માલતીબેન. કંકાસ વધતો ગયો. મિહિર પણ ધીમે ધીમે કેતકીના પક્ષમાં ભળી ગયો.
આખરે ઘર છોડીને માલતીબેનને ઘરડાઘરમાં જવાનું થયું. મિહિર અને કેતકી મુકી આવ્યાં ઘરડાઘરમાં. માલતીબેન માટે સાસરી અને પિયર પક્ષના દરવાજા ખુલ્લા જ હતા પરંતુ આ વાતને કોઈ આગળ જણાવે તો તો માલતીબેન શાનાં! પતિના મો તની વેદના અને જીવનની લાચારીને હ્રદયમાં ભરીને ઘરડાઘરમાં દિવસો વિતાવવા લાગ્યાં.
માત્ર પંદરેક દિવસ વિત્યા માલતીબેનને ગયાને. રાત્રીના અગિયાર વાગ્યે મિહિર અને કેતકી તિજોરી ફંફોળી રહ્યાં હતાં. તિજોરીનું એક ખાનું લોક કરેલ હતું. નક્કી આમાં કંઈક હશે એ વિચારીને કેતકી, મયંકે એ ખાનું તોડી નાખ્યું પરંતુ એમાં માત્ર એક સાડી દેખાઈ.એ માલતીબેનની રાખી મુકેલ લગ્નની સાડીમાંથી એક નાનકડી ડાયરી નીચે પડી. કુતૂહલવશ બન્ને ડાયરીને જોવા લાગ્યાં.
બીજા પાને જ ‘માલતીનો હિસાબ’- મથાળું આપીને નંબર આપીને લખેલું હતું.(જેમાં સામાજિક, ઘરખર્ચ અને અન્ય ખર્ચાઓની નોંધ હતી).(1) 3000 રૂપિયા ગૌશાળામાં, (5) 5000 રૂપિયા વિજયના મિત્રને મદદ,(13) 7000 રૂપિયા વિજયના નાના ભાઈ હિતેષના પુત્રની ફી ભરવા માટે,(54) 11000 રૂપિયા વતનમાં ચબુતરામાં સહયોગ,(105) 100001 રૂપિયા મિહિરને દતક લીધો એ અનાથાશ્રમને સહયોગ માટે.
બન્ને જણ ફરીથી વાંચવા લાગ્યાં.મિહિરના હોશકોશ ઉડી ગયા. હું દતક લીધેલો દિકરો! આજ સુધી કોઈ અણસાર પણ નહીં! આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. કેતકી પાસે પણ કહેવા માટે કશુંજ નહોતું બચ્યું! અડધોએક કલાક બન્ને બેસી રહ્યાં. બારેક વાગવા આવ્યા હતા એટલે અત્યારે તો માલતીબેન પાસે જવું શક્ય નહોતું.
ડાયરી ફરી વાર વંચાઈ.(560) નંબર પર નોંધ હતી.વેવાઈ શ્રી ના દિકરા સુધીરની એન્જીનીયરીંગની ફી અને સગપણ ખર્ચ માટે 150000 રૂપિયા. હવે વારો કેતકીનો હતો. કેતકી ડૂસકાં ભરવા લાગી મારા ભાઈના સગપણ અને ફી ના રૂપિયા સાસુ સસરાએ આપ્યા! હું અભાગણી એમને ઓળખી પણ ના શકી! જેમ તેમ કરી બન્ને અભાગિયાંએ જાગતાં જાગતાં જ રાત પસાર કરી. સવાર થતાં જ બન્ને ઉપડ્યાં ઘરડાઘરમાં.
દશેક વૃધ્ધાઓ રામધૂન બોલાવી રહી હતી. સફેદ કપડું ઓઢાડેલ વચ્ચે કોઈ સુઈ રહ્યું હોય એવું લાગ્યું! માલતીબેન ક્યાંય દેખાયાં નહિ. થડકતા હૈયે મિહિરે એક માજીને પૂછ્યું. માજીનો જવાબ હતો ‘દિકરા એ તો ચિર નિંદ્રામાં પોઢી ગયાં છે, રાત્રે સાડા અગિયાર વાગ્યે જ માળા ફેરવતાં ફેરવતાં અચાનક ઢળી પડ્યાં. તું જો એમને લેવા આવ્યો હોય તો બહુ મોડું થઈ ગયું છે