ઘરે કોઈ નથી એવું કહીને ભાભી એ યુવક ને મળવા બોલાવ્યો,અને પછી તો એવી તૂટી પડી કે..

રાજકોટમાં હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે. જેમાં લીંબડીના એક શખ્સને ફસાવીને રુપિયા 91,000 પડાવી લેવામાં આવ્યા હતા. જ્યારે આ મામલે બે મહિલા સહિત કુલ 6 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે આ મામલે પોલીસે કાર્યવાહી કરી એક મહિલા સહિત ત્રણ શખ્સોને ઝડપી પડાવામાં આવ્યા છે. હજુ પણ ફરાર આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ છે.
લીંબડીના ખભલાવ ગામના વતની એવા ભરતભાઇ સવજીભાઈ કાલીયાએ આ મામલે રાજકોટ એરપોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં બે મહિલા સહિત કુલ 6 લોકોના નામ આપ્યા છે.
આ ટોળકી દ્વારા ભરતભાઈને રાજકોટમાં રહેતા મિત્ર એવા સંદીપ ગોપીયાણીની પત્નીનો ફોન આવ્યો હતો. જેમાં તેને ભરતને કહ્યું હતું કે તેનો પતિ સંદીપ જામનગર ગયો છે અને તે રાતે નથી આવવાનો તેમ કહી ભરતને રાજકોટમાં બોલાવ્યો હતો.
જ્યારે ફોન આવતા ભરત પણ પોતાની કાર લઈને રાજકોટ આવ્યો હતો.17ના રોજ બપોરે તે મિત્ર શકિત સાથે તેની કાર લેવા સુરેન્દ્રનગરના શો રૂમે ગયો હતો. બરાબર તે વખતે મિત્ર સંદિપની પત્ની પુજાનો તેની ઉપર કોલ આવ્યો હતો. તેને કહ્યું કે મારો પતિ સંદિપ આજે જામનગર ગયો છે. રાત્રે પાછો આવવાનો નથી.
તમે એકલા મારા ઘરે આવી જાવ. જેથી તેણે પોતે રાજકોટ જોયું ન હોવાથી ગ્રીન લેન્ડ ચોકડીએ પહોંચી કોલ કરશે તેમ કહ્યું હતું. બાદમાં તે પોતાની અલ્ટો કાર લઈ રાત્રે ગ્રીનલેન્ડ ચોકડી પહોંચ્યો હતો.
બાદમાં નિકિતા ઉર્ફે પુજાને ફોન કરતા તે અને તેની સાથે પોતાનું નામ જાનકી જણાવતી યુવતી ત્યાં આવી હતી. બંને તેની કારમાં બેસી ગઈ હતી.
ચોટીલાની કોઈ હોટલમાં રાત રોકાવવાનું નક્કી કરી તે તરફ રવાના થયા હતા. રસ્તામાં નિકિતા ઉર્ફે પુજાએ વોશરૂમ જવાનું કહી અવાવરૂ જગ્યાએ કાર ઉભી રાખવાનું કહેતા તેણે બેટીના પુલ નજીકના પેટ્રોલ પંપ નજીક કાર ઉભી રાખી હતી. તે સાથે જ નિકિતા ઉર્ફે પુજા કારમાંથી ઉતરી ગઈ હતી.
તેને પણ કારમાંથી ઉતરવાનું કહ્યું હતું. બાદમાં પોતે કંઈપણ સમજે તે પહેલાં ત્યાં રાજકોટ તરફથી કાર આવી તેની કાર આગળ ઉભી રહી ગઈ હતી. જેમાંથી ત્રણ શખ્સો ઉતર્યા.
જેમાંથી એકે જાનકી નામની જે યુવતી કારમાં બેઠી હતી તે પોતાની બેન હોવાનું જણાવી તેને કયાં લઈ જાય છે કહીને ફડાકા ઝીંકી દીધા હતા.
તમાચા ઝીંકનારે પોતાનું નામ રાહુલ નિમાવત જણાવ્યું હતું. તેણે કહ્યું કે તેની સાથે આવેલા બે શખ્સો પોલીસમેન છે. જેમાંથી એકનું નામ જીતુદાન અને બીજાનું નામ જયદીપ છે.
વધુમાં કહ્યું કે, જો બધુ પુરૂ કરવું હોય તો રૂ. 1.50 લાખ આપવા પડશે. સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ શખ્સોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
જ્યારે ભરત કાલીયા નામના વ્યક્તિ પાસેથી આ મહિલા સહિત 6 લોકોની ગેંગ દ્વારા રોકડ, મોબાઈલ સહિતની અંદાજીત રૂપિયા 91,000નો મુદ્દામાલ પડાવી લીધો હતો.
ત્યારબાદ આ યુવક દ્વારા સમગ્ર મામલે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને રાજકોટ ક્રાઇમબ્રાન્ચની ટીમ દ્વારા હનીટ્રેપ કરનાર ગેંગના ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
જેમાં જીતુદાન બાણીદાન જેસાણી, રાહુલ મહેશભાઈ નિમાવત, જાનકીબેન કનકભાઈ ઉપરાનો સમાવેશ થાય છે. જયારે પોલીસ દ્વારા અન્ય આરોપીની શોધખોળ શરૂ છે.