મહાદેવ ના આ ચમત્કારી મંદિર માં દર્શન કરવાથી ગમે એવું સાપ નું ઝેર ઉતરી જાય છે,જાણો આ ખાસ મંદિર વિસે..

આપણા ગુજરાતની ધરતી દેવી દેવતાઓની ધરતી છે માટે ગુજરાત માં એવા ઘણા મંદિરો આવેલા છે કે જ્યાં ભગવાન સાક્ષાત બેસ્યા હોય તેવું પ્રમાણ આપે છે.આજે અમે તમને એક એવા જ મંદિર વિષે જણાવીશું.આ મંદિર સાબરકાંઠાના ઇડર તાલુકાના જાદર ગામમાં આવેલું છે. મુળેશ્વર મહાદેવ જે મંદિરમાં બિરાજમાન હોય તે મંદિરનું નામ લેવાથી ઝેર દૂર થાય છે.
આજકાલ ઘણા પ્રાણીઓ ખેતરમાં ફરતા હોય છે.જ્યારે તે કોઈને કરડે છે ત્યારે તેના શરીરમાં ઝેર ફેલાઈ જાય છે. ત્યારે આ મંદિરમાં અનેક લોકો ઝેરમાંથી મુક્તિ મેળવવા આવે છે, ત્યાં મુળેશ્વર મહાદેવનું નામ લેતા જ ઝેર દૂર થાય છે.
આ મંદિર માત્ર સાબરકાંઠા જિલ્લાનું જ નહીં પરંતુ સમગ્ર રાજ્યનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મુળેશ્વર મહાદેવના નિવાસ સ્થાને દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે. ભાદરવ માસના બીજા સોમવારે જાદરનો મેળો પણ ભરાય છે જે ત્રણ દિવસ સુધી ચાલે છે.
તે ત્રણ દિવસ દરમિયાન લાખો ભક્તો મુધનેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. વર્તમાન આધુનિક યુગમાં પણ આચાર્ય તરીકે ઓળખાતા મુધનેશ્વરમાં સર્પા દશાનો ભોગ બનેલા જાદરના મહાદેવ મંદિરે લોકોને ઝેર પીવડાવ્યું છે.
નાગદેવતાના વરદાન મુજબ, મુધવ ગોગા બાબાજીના મંદિરમાં પ્રવેશ કરે છે અને ડિટોક્સિફિકેશન વિધિ દરમિયાન પીડિતને લીમડો પણ ખવડાવવામાં આવે છે, જ્યાં સુધી શરીરમાં ઝેર ન હોય ત્યાં સુધી લીમડાનો સ્વાદ મીઠો હોય છે અને જ્યારે ઝેર સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જાય છે. તેમાંથી તેને દૂર કરવામાં આવે છે, પછી તેનો મૂળ સ્વાદ કડવો થવા લાગે છે.
જાદરના મંદિરના ઈતિહાસ અંગે ટ્રસ્ટના પ્રમુખ અનિરુદ્ધ ત્રિવેદી, ગામના કરણ સોનીના જણાવ્યા મુજબ, ઈડર તાલુકાના જાદર ગામમાં આવેલા મુધણેશ્વર મહાદેવ મંદિરનું ઐતિહાસિક મહત્વ અનેકગણું છે.
400 વર્ષ અગાઉ મોગલ સામ્રાજ્યના વખતમાં મુગલસેના પ્રજાની જાનમાલ, મિલક્તો અને દેવાલયો ઉપર અત્યાચાર કરી રહ્યા હતા, તે સમયે અહીં ઘોર જંગલ હતું અને મોગલ લશ્કરના ક્રૂર સૈનિકો ગાયો વાળીને જઈ રહ્યા હતા.
તે સમયે ગાયોની રક્ષા કરવા માટે ગોવાળીયાઓએ ત્યાંના મૃધવ અને અન્ય ક્ષત્રિય બંધુઓને હાંકલ કરતા આ વીરો ગાયોની રક્ષા કરવા માટે દોડી આવ્યા હતા, જેથી લશ્કરે ભાગતા ભાગતા અહીં આગ લગાવી દીધી હતી.
એ જ સમયે એક રાફડામાં રહેલા નાગદેવતા ગરમીથી ત્રસ્ત થઈને ખીજડાના વૃક્ષ ઉપર ચડી ગયા હતા, અને પોતાનો પ્રાણ બચાવવા વાચા ફૂટી હોય તેમ ક્ષત્રિય યુવાન મૃધવને વિનંતી કરતાં મુધવે નાગદેવતાનો જીવ બચાવવા તેમને ઢાલ ઉપર લઈને ઢાલને તેના મસ્તક ઉપર રાખીને સુરક્ષિત સ્થળે નાગદેવતાને મૂકી દીધા હતા.
જેના કારણે નાગદેવતા પ્રસન્ન થઈને મૃધવને વરદાન આપ્યું હતું કે હે વીર તે મારો જીવ બચાવ્યો છે, તેથી હું તારો ઉપકાર કયારેય નહીં ભુલુ. પરંતુ રણયુદ્ધ જતાં પહેલાં તે મને તારા મસ્તક ઉપર બેસાડવાનું અપશુકન કરતાં તું મોગલ સેના સામે વિરગતી પામીશ.
પરંતુ તે મને જીવતદાન આપ્યું હોવાથી અને ગૌરક્ષાના કાજે જીવ ગુમાવવાનો હોવાથી હુ તને શિવનું પરમપદ આપુ છુ અને તું આ સ્થળે શિવરૂપે (મુધણેશ્વર મહાદેવ) સ્વયંભૂ પૂજાશો અને તારા નામ માત્રથી સર્પદંશનું ભોગ બનનારનું ઝેર ઊતરી જશે.
આમ સમય વિતતા જંગલમાં આ સ્થળે એક ગોવાળિયાની ગાય અહીં દૂધની ધારા વહેવડાવીને ઘરે જતી રહેતી હોવાથી ગોવાળિયાને ઘરે દૂધ મળતું નહીં તેથી તેણે તપાસ કરી તો જયાં ગાય ઉભી રહેતી હતી.
ત્યાં સ્વયંભૂ શિવલિંગ માલુમ પડયું હતું અને તે દિવસથી આજસુધી અહીં મુધણેશ્વર પૂજાય છે, અને તેની યાદમાં ભાદરવા મહિનાના બીજા સોમવારથી શરુ થઈને ત્રણ દિવસ સુધી ભવ્ય લોકમેળો યોજાય છે જેમાં લાખો ભક્તો ઉપસ્થિત રહીને ધન્ય બને છે.
અત્યારે વૈજ્ઞાનિક યુગમાં પણ સૌને આશ્ચર્ય થાય તે રીતે જાદરના મુધણેશ્વર મંદિરે સર્પ દંશનો ભોગ બનેલા લોકોનું ઝેર ઉતારવામાં આવે છે. મંદિરના પ્રમુખ અનિરુદ્ધ ત્રિવેદીના જણાવ્યા મુજબ, નાગદેવતાના વરદાન મુજબ મંદિરમાં ગોગા બાવજીમાં મુધવનો પ્રવેશ થાય છે અને ઝેર ઉતારવાની વિધિ દરમ્યાન પીડિતને લીમડાના પાન ખવડાવે છે. જયાં સુધી શરીરમાં વિષ હોય ત્યાં સુધી લીમડો મીઠો લાગે છે અને જ્યારે વિષ પૂરેપૂરી ઊતરી જાય છે ત્યારે તેનો અસલી સ્વાદ કડવાશ શરૂ થઈ જાય છે.