અહીં ચાલુ કરવામાં આવી ગોકુલધામ રેસ્ટોરન્ટ,તારક મહેતા ના કલાકારો જોડે તમે પણ કરી શકો છો અહીં ભોજન,જોવો રેસ્ટોરન્ટ ની તસવીરો - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Article

અહીં ચાલુ કરવામાં આવી ગોકુલધામ રેસ્ટોરન્ટ,તારક મહેતા ના કલાકારો જોડે તમે પણ કરી શકો છો અહીં ભોજન,જોવો રેસ્ટોરન્ટ ની તસવીરો

પાછલા ૧૩ વર્ષોથી સબ ટીવી પર પ્રસારિત થતા કોમેડી સીરિયલ “તારક મહેતા કા ઉલ્ટા” ચશ્મા ૩,૩૦૦ એપિસોડ બાદ હવે લોકપ્રિયતાના ચાર્ટમાં હજુ પણ ઉપર જ છે. તેના કિરદાર એટલા હીટ છે કે લાખો કરોડોની સંખ્યામાં લોકો તેના ફેન બની ગયા છે

. આ લોકપ્રિયતા અને વધુ આગળ વધારવા માટે મહારાષ્ટ્રનાં અમરાવતી માં એક બિઝનેસમેન દ્વારા અનોખો પ્રયોગ કરવામાં આવેલ છે. તેમણે “ગોકુલધામ પેલેસ” નાં નામથી એક એર રેસ્ટોરન્ટ બનાવેલ છે.આ રેસ્ટોરન્ટની ખાસિયત એ છે કે તે તારક મહેતા સીરીયલ ગોકુલધામ સોસાયટી ની પ્રતિકૃતિ છે.

Advertisement

ગોકુલધામ જેવી જ ઈમારત, દરવાજો, બાલ્કની, રંગ-રોગાન બધું જ એક ધારાવાહિક જેવું દેખાય છે. એટલું જ નહીં સિરિયલમાં જ્યાં અલગ-અલગ કિરદારોને રાખવામાં આવેલ છે, આ રેસ્ટોરન્ટ દ્વારા તેમણે બાલ્કની ઉપર કિરદારો ની સાઈઝનાં કટઆઉટ પર લગાવેલ છે.

Advertisement

સીરીયલ જેવો લુક આપવા માટે એટલું પરફેક્શન રાખવામાં આવેલ છે કે સોસાયટીનાં આંગણમાં રાખવામાં આવેલી ઈંટો અને વચ્ચોવચ બનેલી રંગોળી પણ બિલકુલ સીરીયલ જેવી જ દેખાય છે.હાલમાં જ ખોલવામાં આવેલા રેસ્ટોરન્ટ અમરાવતી થી ૨૫ કિલોમીટર દુર મોર્શી રોડ ઉપર સ્થિત છે.

Advertisement

હાઈવે પર હોવાને લીધે રેસ્ટોરેન્ટ પાસેથી પસાર થતા બધા લોકોની નજર તુરંત તેની તરફ આકર્ષિત થાય છે. રેસ્ટોરન્ટનાં દરવાજા પર ગોકુલધામ લખવામાં આવેલ છે તથા જેઠાલાલ અને દયાબેનનાં કટઆઉટ લોકોનું અભિવાદન કરી રહ્યા છે. ત્યારબાદ ધારાવાહિકમાં દેખાય છે એવું જ એક મોટું પ્રાંગણ અને તેની ચારોતરફ ગોકુલધામ સોસાયટીનાં નિવાસીઓની એક અલગ અલગ વિંગ બનાવવામાં આવેલ છે.

Advertisement

આ ગોકુલધામ સોસાયટી ની ડાબી તરફ મહેમાનો માટે અલગ-અલગ કોટેજ બનાવવામાં આવેલ છે. તે સિવાય એક ઇન્ડોર સીટીંગ એરિયા પણ બનાવવામાં આવેલ છે. અલગ અલગ રાજ્યોના લોકો તારક મહેતા સીરીયલ ની જેમ રહે છે. રેસ્ટોરન્ટમાં ગુજરાતી, પંજાબી, દક્ષિણ ભારતીય જેવા વિભિન્ન વ્યંજનોની વેરાયટી પણ ઉપલબ્ધ છે.

Advertisement

ખુબ જ ઓછા સમયમાં આ રેસ્ટોરન્ટ દ્વારા પોતાની અનોખી થીમ અને સ્વાદિષ્ટ વ્યંજનોને કારણે લોકોની વચ્ચે લોકપ્રિયતા પ્રાપ્ત કરી લીધી છે. વિશેષજ્ઞોની વચ્ચે તે વાત ઉપર ચર્ચા ચાલી રહી છે કે શું લોકપ્રિય ધારાવાહિકનાં પાત્રોનાં ચિત્રો, નામ, સ્થાન વગેરેનો વ્યવસાયિક ઉદ્દેશ્ય માટે ઉપયોગ કરવો કોપિરાઇટ ઉલ્લંઘનની નો મામલો છે. આ થીમ રેસ્ટોરન્ટ નાં મુદ્દા પર સીરીયલનાં મેકર્સ દ્વારા હજુ સુધી કોઈ કોમેન્ટ કરવામાં આવેલ નથી.

Advertisement

થોડા દિવસો પહેલાં સમાચાર આવ્યા હતા કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ Amazon Fire TV ડિવાઇસ ઉપર સૌથી વધારે સર્ચ કરનાર ટીવી શો બની ગયો છે. એમેઝોન દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર લોકોએ પાછલા વર્ષે ઓછામાં ઓછું દર એક મિનિટે એક વખત સિરીયલનું નામ સર્ચ કર્યું હતું. આ ઉપલબ્ધિ તારક મહેતા શો માટે એક મોટી ઉપલબ્ધિ છે.

Advertisement

ધારાવાહિકનાં નિર્માતા આસિત કુમાર મોદીએ આ મુદ્દા પર મિડીયા સાથે સંતોષ વ્યક્ત કરીને કહ્યું હતું કે મને જાણીને ખુબ જ ખુશી થઈ છે કે ઓફલાઈન ટેલિવિઝન શો ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પણ આટલો જ લોકપ્રિય છે. તેણે સીરીયલ ની લોકપ્રિયતાને પણ અનેક ગણી વધારી દીધી છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite