ગુજરાતનું એવું ગામ જ્યાં દરેક દિકરીએ બનવું પડે છે વેશ્યા, અહી આ પરંપરા છે અને ભાઈ તથા પિતા જ કરાવે છે આ કામ - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ABC

ગુજરાતનું એવું ગામ જ્યાં દરેક દિકરીએ બનવું પડે છે વેશ્યા, અહી આ પરંપરા છે અને ભાઈ તથા પિતા જ કરાવે છે આ કામ

Advertisement

આમ તો ગુજરાત આર્થિક રીતે સમૃધ્ધ અને વિકાસના રોલ મોડેલ તરીકે પ્રખ્યાત છે પરંતુ વિકાસશીલ ગુજરાતમાં એક ગામ એવું પણ છે જે આર્થિક રીતે એટલુ બધુ પાયમાલ છે કે ત્યાં દેહ વ્યાપાર એક પરંપરા બની ગયો છે. અહિયાં એ કહેવત સાચી ઠરે છે કે, “સોનાની થાળીમાં માટીનો ઢગલો.”

બનાસકાંઠા જીલ્લામાં આવેલા આ ગામનું નામ વાડિયા છે. થરાદ તાલુકા અંતર્ગત આવેલા આ વાડિયા ગામમાં છોકરી જુવાન થાય એટલે તેના પરિવારજનોએ તેને દેહ વ્યાપારના વ્યવસાયમાં ધકેલી દઈ તેની પાસે શરીરની નુમાઈશ કરાવે છે. હવે તો આ ગામના લોકો માટે આ એક પરંપરા બની ગઈ છે. નવાઈની વાતો તો એ છે કે અહીના લોકો વેશ્યાવૃતિને કોઈ ખરાબ પ્રવૃતિ નથી ગણતાં પરંતુ તેને એક પરંપરાના રૂપમાં જોવામાં આવે છે.

Advertisement

આ ગામમાં સરણિયા સમુદાયના લોકોની બહુમતી છે. આ સમુદાયને એક નામાંકિત અને ઉચ્ચ કક્ષાના ગણવામાં આવે છે. સ્વતંત્રતા પહેલાના સમયમાં ગુજરાતમાં આ સમુદાયના લોકોનો મુખ્ય વ્યવસાય નાના-મોટા ઘર ઉપયોગની વસ્તુઓ બનાવવાનો હતો. તેમાથી મોટા ભાગના યુવાનો ચાકુ, છરી અને તલવાર વગરેની ધાર કાઢવાનું કામ કરતાં હતા.

Advertisement

રજવાડાના સમયમાં સરણિયા સમુદાયની મહિલાઓ અને છોકરીઓ યુધ્ધમાં સૈનિકો અને સેનાપતિઓના મનોરંજનનું માધ્યમ હતી. નાચવા અને ગાવા દ્વારા મનોરંજન કરતી અને એ ઉપરાંત સેનાપતિઓ અને મુખ્ય સૈનિકોને શરીર સુખ પણ આપતી હતી. વર્તમાન સમયમાં પણ આ સમુદાય આ ગંદકીમાંથી બહાર નથી નીકળી શક્યું.

Advertisement

આ ગામમાં દરેક છોકરીને યુવાન થતાંની સાથે જ દેહ વ્યાપારમાં જવું ફરજિયાત બની જાય છે. વાડિયા ગામમાં દિકરીને તેના માતા-પિતા અને ભાઈ જ વેશ્યાવૃતિમાં જવા માટે મજબૂર કરે છે. અહી વેશ્યાવૃતિને પરંપરાના રૂપમાં સ્વીકારવામાં આવી છે.

Advertisement

આ ગામમાં આવેલી દરેક સ્ત્રી એટલે કે દિકરી, માતા, બહેન અને વૃધ્ધા પણ દેહ વ્યાપારમાં જોડાયેલી છે. અહી દીકરીઓ લગ્ન વગર જ કુંવારી માતા બની જાય છે. આ ગામમાં કોઈ નાની દિકરી પણ માં બને તો આશ્ચર્યની વાત નથી. વાડિયા ગામમાં પરિવારમાં જન્મેલી દિકરીને દુનિયાદારીની સમજણ આવે તે પહેલા જ તેને પોતાના ભાઈ કે બાપ દ્વારા દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવે છે.

Advertisement

નાની ઉમરમાં આ ધંધામાં ધકેલાઇ જવાના કારણે અહી સ્ત્રીઓ નાની ઉમરમાં જ જાતિય રોગોનો ભોગ બને છે. આ ગામમાં કોઈ દિકરી મજબૂરીને કારણે વેશ્યા બનવાનું નથી સ્વીકારતી પરંતુ અહી જન્મ થતાની સાથે જ તેનું ભવિષ્ય નક્કી કરી દેવામાં આવે છે

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button