ગુજરાતમાં ધોધમાર વરસાદને લઈને આ 6 જિલ્લાઓમાં કરાયું રેડ એલર્ટ,હવામાંન વિભાગની ચેતવણી..
રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં સતત વરસાદ ચાલું રહ્યો છે હજુ પણ ભારે વરસાદની આગાહીને કારણે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી.
ત્રિવેદીએ કહ્યું કે 23 અને 24મીએ કચ્છ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં રેડ એલર્ટ અપાયું છે સુરત જૂનાગઢ ગીર ભાવનગર તાપી ડાંગ વલસાડ અને નવસારી સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
અને આ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ માહિતી આપી છે કે મહારાષ્ટ્રના બે ડેમમાંથી પાણી ઓવરફ્લો થવાને કારણે પૂર્ણા નદીનું જળસ્તર વધી રહ્યું છે.
જેના કારણે ડાંગ અને કચ્છમાં બે સ્થળોએ મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે અને નેશનલ હાઈવે બંધ થઈ ગયા છે મંત્રીએ કહ્યું કે NDRFની ટીમ નવસાર અને વલસાડ જિલ્લામાં ફસાયેલા લોકોને બચાવવા માટે સારું કામ કરી રહી છે.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 89 લોકોના મોત થયા છે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તો અતિભારે વરસાદ વાળા જિલ્લાઓમાં 23-24-25 તારીખના રોજ રેડ એલર્ટ અપાયું છે.
કચ્છ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી જામનગર દ્વારકામાં સાંબેલાધાર વરસાદની આગાહી છે રેડ અલર્ટ પરના વિસ્તારો પર સરકારની ચાંપતી નજર રાખી રહી હોવાની વાત પણ કરી હતી આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ SEOC ગાંધીનગર ખાતે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે રાજ્યમાં અનેક વિસ્તારોમાં હાલ ધીમી ધારે વરસાદ થઇ રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં ભારે વરસાદ પડવાની સંભાવના ધરાવતા જિલ્લા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે આ માટે મુખ્યમંત્રી દ્વારા સંબંધિત કલેક્ટરઓ અને વહીવટી તંત્રને સજ્જ રહેવા જણાવાયું છે.
શનિવારથી અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે રાજ્યમાં NDRFની 13 ટીમ અને SDRFની 21 પ્લાટૂન તહેનાત કરવામાં આવી છે.
શુક્રવારે સૌરાષ્ટ્ર કચ્છ શનિવારે ઉ.ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે શુક્રવારે સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે રાજ્યમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં 74,232 લોકોને કેશડોલ્સ ચૂકવાઇ છે વરસાદને કારણે અત્યારસુધીમાં 70 લોકોના મોત થયા છે.
ઉકાઇ ડેમમાંથી 2 લાખ ક્યુસેક્સ પાણી છોડાઇ રહ્યું છે કુલ ત્રણ ડેમો હાઇ એલર્ટ પર છે જ્યારે ગુજરાતમાં ગુરુવારે 14 લોકોના મોત થયા છે ગયા મહિનાથી અત્યાર સુધીમાં કુલ મૃતકોની સંખ્યા વધીને 70થી વધુ થઈ ગઈ છે.
ગુજરાતમાં ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લાના ન્યારી ડેમમાંથી પાણી ઉપર તરફ વહી રહ્યું છે પાલઘર જિલ્લા પુણે અને સાતારામાં આજે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આ સાથે મુંબઈ થાણે રાયગઢ રત્નાગીરી સિંધુદુર્ગ નાસિક કોલ્હાપુર અકોલા અમરાવતી ભંડારા બુલઢાના ચંદ્રપુર ગઢચિરોલી ગોંદિયા નાગપુર વર્ધા વાશિમ અને યવતમાલમાં પણ આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.