ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે છે મુશળધાર વરસાદ, અને આ વિસ્તારોમાં અપાયું રેડ એલર્ટ…

ગુજરાતમાં ચોમાસાની સિઝન જામી છે. રાજ્યના કેટલાક ભાગોમાં સારો વરસાદ પડી રહ્યો છે.કાલે સવારથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 128 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં કચ્છના લખપતમાં બે ઈંચ, માંડવીમાં દોઢ ઈંચ, જામનગરના જામજોધરુરમાં દોઢ ઈંચ અને દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વધશે. ભારે વરસાદની આગાહી વચ્ચે આજે NDRFની વધુ પાંચ ટીમો તૈનાત કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં ત્રણ, બનાસકાંઠા અને સુરતમાં એક-એક ટીમ તૈનાત કરવામાં આવશે.હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ પડશે જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સરક્યુલેશન બાદ ભારે વરસાદ થશે.
આથી અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે.
3 જુલાઈએ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ-દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે.બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, પોરબંદર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.
આગામી પાંચ દિવસમાં વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, તાપી અને અન્ય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. સાયક્લોનિક સરક્યુલેશન બાદ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.