ગુજરાતમાં કોરોના વકર્યો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ, સૌથી વધુ અહી નોંધાયા કેસ…

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોના વાયરસના નવા કેસમાં વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં 23મી જૂને 416 નવા કેસ નોંધાયા બાદ 24મી જૂને 380 કેસ નોંધાયા હતા, આજે 25મી જૂને 400થી વધુ નવા કેસ નોંધાયા છે. 25 જૂને રાજ્યમાં કોરોના વાયરસના 419 નવા કેસ નોંધાયા છે.
આજે રાજ્યમાં નોંધાયેલા 419 કેસોમાંથી સૌથી વધુ એટલે કે લગભગ 45 થી 50 ટકા કેસો એકલા અમદાવાદ શહેરમાં નોંધાયા છે. આજે અમદાવાદ શહેરમાં 166, સુરત શહેરમાં 62, વડોદરા શહેરમાં 35, ભાવનગર શહેરમાં 30, સુરત જિલ્લામાં 22, વલસાડમાં 13 અને જામનગર શહેરમાં 10 કેસ નોંધાયા છે. રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાં અન્ય કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે એટલે કે 25 જૂનના રોજ કુલ 218 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે, જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 12,16,463 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે સક્રિય કેસની સંખ્યા વધીને 2299 થઈ ગઈ છે.
જેમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 2297 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના કારણે કોઈ મૃત્યુના સમાચાર નથી. ભારતમાં જૂનની શરૂઆતથી કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 15,940 નવા કેસ અને 20 ચેપ નોંધાયા છે.
એક્ટિવ કેસની સંખ્યા 91 હજારને વટાવી ગઈ છે.દૈનિક પોઝિટિવિટી દર 4.39 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 91,779 થઈ ગઈ છે.
જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,974 પર પહોંચી ગયો છે. દેશમાં 4,27,61,481 લોકોએ કોરોના સામેની લડાઈ જીતી છે. દેશમાં અત્યાર સુધીમાં 196,94,40,932 રસીના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી ગઈકાલે 15,73,341 ડોઝ આપવામાં આવ્યા હતા.
દેશમાં 16 જાન્યુઆરી 2021 ના રોજ રસીકરણ શરૂ થયું.ચિંતાની વાત એ છે કે 11 જુનથી 24 જુન સુધીમાં 3331 કેસ કોરોનાના ગુજરાતમાં નોંધાયા છે જ્યારે જ્યારે છેલ્લા 6 દિવસની સરખામણીએ એવરેજ 303 કેસ રાજ્યમાં બહાર આવી રહ્યા છે.
અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10946 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં આજે કુલ 43,049નાગરિકોનું રસીકરણ સાથે રાજ્યમાં રસીના કુલ 11.11કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે.
ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.92 ટકા પહોચ્યો છે. જો મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 166 કેસ, સુરત કોર્પોરેશનમાં 62, વડોદરા કોર્પોરેશનમાં 35, ભાવનગર કોર્પોરેશનમાં 30, જામનગર કોર્પોરેશનમાં 10, ગાંધીનગર કોર્પોરેશનમાં 07 અને રાજકોટ કોર્પોરેશનમાં પણ 07 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.