ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, આ વિસ્તારોમાં ભારે પવન સાથે પડી શકે છે ધોધમાર વરસાદ.... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
Article

ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, આ વિસ્તારોમાં ભારે પવન સાથે પડી શકે છે ધોધમાર વરસાદ….

Advertisement

મોસમી પવનો સક્રિય થયા બાદ 48 કલાકમાં ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હાલમાં ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી દરિયાકાંઠે ઓફશોર ટ્રફ સક્રિય છે.

આ ઉપરાંત 4 જુલાઈએ ઓડિશા નજીક નીચા દબાણનું ક્ષેત્ર બનશે. જેના કારણે ગુજરાતમાં 5 જુલાઈ પછી ભારે વરસાદ પડી શકે છે.ગુજરાતમાં હવામાન વિભાગે માછીમારોને ચેતવણી જાહેર કરી છે. માછીમારોને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે દરિયામાં ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચેતવણી જારી કરવામાં આવી છે. જે 70 કિમી સુધી પહોંચી શકે છે.

5 જુલાઈએ પણ ભારે વરસાદની સંભાવના છે. આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓ એટલે કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. સુરત જિલ્લાના બારડોલી, મહુવા અને પલસાણા પંથકમાં સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન બારડોલીમાં 5 ઈંચ, કામરેજમાં 1 ઈંચ, મહુવામાં 3 ઈંચ, ઉમરપરામાં 1.25 ઈંચ, ચોર્યાસીમાં 4.68 ઈંચ, ઓલપાડમાં 4.72 ઈંચ, માંડવીમાં 2.68 ઈંચ, માંગરોળમાં 2.67 ઈંચ અને પલસાણામાં 8.36 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગે શુક્રવારે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button