ગુજરાતમાં વરસાદની આગાહી, આ વિસ્તારોમાં પડી શકે મુશળધાર વરસાદ….

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ તરફથી આવતા ચોમાસાના પવનોએ થોડી ધીમી ગતિએ જોર પકડ્યું છે. અને અરબી સમુદ્રના પવનો, ગુજરાતમાં આગામી 2-3 દિવસમાં વરસાદ લાવી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે.
રથયાત્રાના દિવસે એટલે કે 1 જુલાઈના રોજ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપી છે.ભાવનગર જિલ્લાના દરિયામાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની રાજ્યમાં વરસાદની આગાહી બાદ વરસાદી માહોલમાં દરિયાના મોજા ઉછળી રહ્યા છે.
હાલ તંત્ર દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે. ભાવનગર ઉપરાંત ઓખા બંદર પર પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા 3 નંબરનું સિગ્નલ મુકવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી બાદ સિગ્નલ મુકવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી બાદ જાફરાબાદના દરિયાકાંઠે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જાફરાબાદના બીચ પર 7 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
જાફરાબાદના દરિયામાં કરંટ દેખાય છે. જાફરાબાદના દરિયામાં મોટા મોજા ઉછળી રહ્યા છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી એવા શેત્રુંજી ડેમમાં નવું પાણી આવ્યું છે. ઉપરવાસમાં સારા વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં બે હજાર ક્યુસેક પાણી આવ્યું છે.
અમરેલી અને ગીર પંથકમાં સારા વરસાદને કારણે ભાવનગરના રહેવાસીઓને પીવાના પાણીનો ફાયદો થશે અને ખેડૂતોને સિંચાઈનો પણ ફાયદો થશે. શેત્રુંજી ડેમમાં પાણીના આગમન બાદ ભાવનગરવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમી પડી રહી છે. દરમિયાન, બંગાળની ખાડીમાંથી વરસાદી ઝાપટા ઓડિશાથી શરૂ થયા હતા અને પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલય, આસામ અને નાગાલેન્ડ અને મણિપુર, મિઝોરમમાં વહી ગયા હતા.
જો કે ત્રિપુરામાં વધુ વરસાદ પડ્યો નથી, પરંતુ વરસાદે જમીનને હરિયાળી બનાવી દીધી છે. આસામમાં બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓમાં પૂર આવ્યું છે. તે સમયે બિહારથી ગુજરાત અને પંજાબથી ઉત્તર વિદ્યાંચલ સુધીનો વિસ્તાર લગભગ ખાલી હતો. દરેક લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે વરસાદ પડે તો રાહત થશે એ વાતનો ઈન્કાર નથી.