હનુમાનજી ના આ મંદિર માં ચડે છે રોટલી નો પ્રસાદ,ભક્તો અહીં રાખે છે આવી માનતા,જાણો પ્રસાદ ની રોટલી નું શુ થાય છે.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Dharmik

હનુમાનજી ના આ મંદિર માં ચડે છે રોટલી નો પ્રસાદ,ભક્તો અહીં રાખે છે આવી માનતા,જાણો પ્રસાદ ની રોટલી નું શુ થાય છે..

ધર્મનગરી પાટણ ખાતે એક અનોખા મંદિરનું નિર્માણ જવા થઇ રહ્યું છે જેના દ્વારા મુંગા જીવોની આંતરડી ઠારવાનો એક અનોખો ભગીરથ પ્રયાસ કરાયો છે પાટણ શહેરની સેવાભાવી સંસ્થા સિદ્ધહેમ સેવા.

ટ્રસ્ટ દ્વારા શહેરનાં હાંસાપુર લીંક રોડ પર અશોક વાટીકામાં રોટલીયા હનુમાનજી દાદાનાં ભવ્ય મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે આપણો દેશ ભારત તેની સંસ્કૃતિ અને મંદિરને લઈને દુનિયાભરમાં ઓળખીતો છે સાથે જ આપણા ગુજરાતમાં પણ અઢળક મંદિરો આવેલ છે.

Advertisement

આપણે બધાએ અઢળક મંદિરો જોયા હશે પણ આજે અમે તમને એક અનોખા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ મંદિર સમગ્ર વિશ્વમાંથી સૌથી અનોખું અને અનોખી સેવા પૂરી પાડતું છે આવ્યું છે.

આ અનોખું મંદિર આપણા ગુજરાતના પાટણ શહેરમાં આવેલું છે આપણા ગુજરાતમાં હનુમાન દાદાના અઢળક મંદિરો આવેલ છે પણ અબોલ શ્વાનોના ભૂખ્યાં પેટનો ખાડો પુરે તેવું એકમાત્ર મંદિર પાટણમાં આવેલું છે આ મંદિર રોટલીયા હનુમાનના નામે જાણીતું છે.

Advertisement

પાટણના હાંસાપુર રોડ ઉપર આવેલુ રોટલીયા હનુમાન મંદિર એ સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવું મંદિર છે કે જે મંદિરનો ઉદ્દેશ અનોખો છે આમ તો હનુમાન દાદાના મંદિરે હનુમાનને સિંદૂર કે વડા ચડતા હોય છે પણ પાટણમાં આવેલ રોટલીયા હનુમાનને રોટલા તેમજ રોટલીનો પ્રસાદ ચઢે છે.

હનુમાનના નામની વાત કરવામાં આવે તો હનુમાન દાદાના અનેક નામ છે પણ રોટલીયા હનુમાન દાદા એ સમગ્ર જગતમાંનાં એકમાત્ર પાટણમાં છે આ રોટલીયા હનુમાન અબોલ જીવોના પેટનો ખાડો પુરવાનું કામ કરે છે તમને જાણીને નવાઈ લાગશે કે હનુમાન દાદા અબોલ જીવોના પેટનો ખાડો કેવી રીતે પૂરતા હશે.

Advertisement

તો અમે આપને જણાવી દઈએ કે અહીં રોટલીયા હનુમાન મંદિરે હનુમાન દાદાને રોટલી કે રોટલા સિવાયનો અન્ય કોઈપણ જાતનો પ્રસાદ નથી ચઢતો પાટણ તેમજ આસપાસના લોકો રોટલીયા હનુમાન દાદાનાં દર્શને આવે ત્યારે ઘરેથી રોટલી કે રોટલો જરૂર લેતા આવે છે.

અને સાંજ પડે મંદિરના વ્યવસ્થાપકો મોટી માત્રામાં રોટલા રોટલીઓ ભેગા કરે છે અને તે રોટલાઓ અબોલ શ્વાનોને ખવડાવવામાં આવે છે રોટલીયા હનુમાન મંદિરથી આજે પાટણ શહેરના અનેક શ્વાનો આનંદથી રોટલા રોટલી ખાઈને પોતાની જઠરાગીની ઠારી રહ્યા છે.

Advertisement

જણાવી દઈએ કે ગુરૂવાર અને શનિવારે મંદિરે વિશેષ ભીડ જોવા મળતી હોય છે જણાવી દઈએ કે મંદિર પટાંગણમાં હનુમાન ચાલીસા અવિરત વગાડવામાં આવે છે અને મંદિર પરિસરમાં પક્ષીઓ માટે સુંદર ચબૂતરો પણ બનાવવામાં આવ્યો છે.

આ સાથે જ સિનિયર સિટીઝન વડીલ વૃદ્ધો મંદિર પટાંગણમાં શાંતિથી બેસીને ટીવી સ્કિનમાં હનુમાન ચાલીસા ભજન જોઈ શકે તે માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે રોટલીયા હનુમાનની વિશાળ કાય પથ્થરમાંથી બનાવવામાં આવેલ પ્રભાવશાળી પ્રતિમા માર્ગ પરથી દર્શનાર્થીઓ જોઈ શકે.

Advertisement

તેવી વ્યવસ્થા કરવામાં આવી છે શ્રદ્ધાળુ રોટલા કે રોટલીનો પ્રસાદ પહેલા ભગવાનને ચઢાવે છે ત્યારે એ રોટલી કે રોટલો નીચે ગર્ભ ગૃહમાં જતા રહે છે જણાવી દઈએ કે ઉપર મંદિરથી ચઢાવવામાં આવેલા રોટલા રોટલી નીચે માળ એક મોટા વાસણમાં ભેગા થાય તેવી અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે.

સાંજ પડ્યે એ રોટલા રોટલીના પ્રસાદને શ્વાનો સહિતના અન્ય જીવોને પણ વિતરણ કરવામાં આવે છે કેનાલની પાળે બનાવવામાં આવેલ રોટલીયા હનુમાન દાદાનું મંદિર એ આજે પાટણમાં અનેરી આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યુ છે જણાવી દઈએ કે લોકો પોતાની બાધા માનતા મંદિરે આવીને રાખે છે.

Advertisement

અને તે માનતા પૂર્ણ થાય તો તેઓએ માનતામાં માનેલા 5,11,21,51 કે 101 રોટલા કે રોટલી હનુમાન દાદાને ચઢાવે છે ભૂખ્યા અબોલ શ્વાનોના પેટનો ખાડો પુરાય તે માટે પાટણનાં સેવાભાવી તેમજ જીવદયા પ્રેમી એવા સ્નેહલભાઈ પટેલનાં મનમાં એક વિચાર આવ્યો.

કે બે ટાઈમ આપણને ભૂખ લાગતી હોય તો અબોલ શ્વાનોને કેમ નહીં એમને પણ ભૂખ લાગતી હોય પણ એમને કોણ ખવડાવે એમના માટે ખાવાનું કોણ બનાવે?બસ એમને એક સંકલ્પ કર્યો કે અબોલ શ્વાન ભૂખે ન મરે એ હેતુથી એમને પાટણમાં રોટલીયા હનુમાનના નામથી મંદિરનું નિર્માણ કર્યું હતું.

Advertisement

અને આજે સમગ્ર પાટણ પંથકમાં રોટલીયા હનુમાન મંદિર ખુબ પ્રચલિત થયું છે રોટલીયા હનુમાન મંદિરે કોઈપણ જાતના ભુવા ભોપાળા કે દોરા ધાગા કરવામાં આવતા નથી બસ મનમાં રોટલીયા હનુમાનની ટેક રાખી રોટલા રોટલી ચડાવી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે.

આ મંદિર પટાંગણમાં રોટલાની તુલા પણ થાય છે એટલે કે માણસના વજન જેટલા રોટલા હનુમાન દાદાને ચઢાવવામાં આવે છે જોકે પાટણ બહારથી આવતા શ્રદ્ધાળુઓ રોટલા કે રોટલી ભગવાનને અર્પણ કરી શકે તે માટે હવે મંદિર પટાંગણમાં અલાયદુ ઇલેક્ટ્રીક મશીન પર ચાલુ કરવામાં આવ્યુ છે.

Advertisement

સ્વીચ દબાવતાની સાથેજ અસંખ્ય રોટલીઓ ઘડીવારમાં તૈયાર થઈ જાય છે અને ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવે છે ભૂખ્યા અબોલ શ્વાનો પણ મંદિર બહાર પોતાના ભોજનની રાહ જોઈને બેઠા હોય તેમ ભગવાનને ચઢાવવામાં આવેલ રોટલા રોટલીનો પ્રસાદ આરોગી પોતાની ભૂખ ભાગી આનંદના ઓડકાર લે છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite